મંગળવાર, 19 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By સમય તામ્રકર|

સ્પીડ - પ્રેમ અને ફર્જની લડાઈ

નિર્માતા - હેરી બાવેજા.
નિર્દેશક - વિક્રમ ભટ્ટ
સંગીત - પ્રીતમ
કલાકાર - જાયદ ખાન, ઉર્મિલા માતોડકર, તનુશ્રી દત્તા, આફતાબ, સંજય સૂરી.

વિક્રમ ભટ્ટની પાછલી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાલ ન બતાવી શકી.'અનકહી' અને 'રેડ' જેવી ફિલ્મોમાં તેમણે પાત્રોના દ્વારા જીંદગીની ગૂંચવણોને બતાવી હતી. હવે વિક્રમ રહસ્ય, રોમાંચ અને એક્શનથી ભરપૂર ફિલ્મ 'સ્પીડ' લઈને હાજર થઈ રહ્યા છે. આ ફિલ્મમાં એ બધા મસાલાં છે જે એક સામાન્ય દર્શકને ગમે છે. આ ફિલ્મના મોટાભાગના પાત્ર પ્રેમ અને ફર્જની વચ્ચેની લડાઈ લડી રહ્યા છે.

IFM
આ ફિલ્મ જાયદ ખાન અને તનુશ્રી દત્તા માટે પણ મહત્વપૂર્ણ છે બંનેની પાછલી કેટલીક ફિલ્મો ટિકીટબારી પર નરમ રહી છે. બોલીવુડમાં ટકવાં માટે બંનેને એક હિટ ફિલ્મની જરુર છે.

જાયદ ખાનથી તેની ગર્લફ્રેંડ તનુશ્રી નારાજ છે. જાયદ પોતાની જીંદગીને ગંભીરતાથી નથી લેતો. તનુશ્રીને મનાવવા જાયદ લંડન જાય છે. તે તનુશ્રી પાસે પોતાને સાબિત કરવા માટે એક મોકો માંગે છે.

આ દરમિયાન જાયદને એક ફોન આવે છે જે ભૂલથી ઉર્મિલા દ્વારા લાગી જાય છે. ઉર્મિલા જાયદને પોતાનો જીવ બચાવવા કહે છે. ઉર્મિલા એમ.આય 5 એજેંટ સંજય સૂરીની પત્ની છે. ઉર્મિલાનુ અપહરણ આફતાબે કરી લીધુ હતું, જેથી તે તેના પતિ પાસેથી ભારતના પ્રધાનમંત્રીની લંડન યાત્રાના વિશે માહિતી મેળવી શકે. ઉર્મિલા જેમતેમ કરીને એના બંધનમાંથી મુક્ત થઈને ભાગી જાય છે, અને ભૂલથી જાયદને ફોન કરી બેસે છે.

જાયદ ફોન દ્વારા સતત ઉર્મિલાના સંપર્કમાં રહે છે. તે તેની મદદ કરવાનું આશ્વાસન આપે છે. ઉર્મિલા જોડે સતત વાતચીત કરવાના કારણે તનુશ્રી જાયદ પર વધુ નારાજ થાય છે. જાયદ પોતાના પ્રેમના બદલે કોઈનો જીવ બચાવવો એ પોતાની ફરજ સમજીને વધુ જરુરી સમજે છે.

આશીષ ચૌધરી પણ કઈક આવી જ પરીસ્થિતિયો જોડે લડી રહ્યો હોય છે. તેને પ્રધાનમંત્રીની સુરક્ષાની જવાબદારી સોંપવમાં આવી છે. જે દિવસે તે આવી રહ્યા છે તે જ દિવસે તેની પ્રેમિકાનો જન્મદિવસ છે. તે પણ કર્તવ્યની વાટ પકડે છે.

શું આ બધા પોતાની ફર્જ પૂરી કરી શકશે ? શુ આફતાબ પોતાના મકસદમાં સફળ થશે ? શું તનુશ્રી પોતાના પ્રેમી જાયદને એક બીજો મોકો આપશે ? શું જાયદ એક અપરિચિત મહિલાનો જીવ બચાવી શકશે ?

આ બધાં સવાલોના જવાબ મળશે સ્પીડમાં.