'એ બ્યુટીફુલ વાઈફ'ને હિંદીમાં સ્પેનિશ બ્યુટી નામથી રજૂ કરવામાં આવી રહી છે અને ફિલ્મનુ મુખ્ય આકર્ષણ છે બાર્બરા મોરી, જેણે દર્શક 'કાઈટ્સ'માં જોઈ ચૂક્યા છે.
વાર્તા છે સાનિયા(બાર્બરા મોરી)ની જે પોતાના વૈવાહિક જીવનથી બોર થઈ ચુકી છે. ઈશાન(ક્રિસ્ટિન મેર)સાથે લગ્ન થયે સોનિયાને લગભગ દસ વર્ષ થઈ ચૂક્યા છે. સોનિયા હજુ પણ પોતાના પતિને પ્રેમ કરે છે, પરંતુ તેમના સંબંધોમાં હવે પહેલા જેવી મીઠાસ નથી રહી, જેનાથી સોનિયા બેચેન છે.
એક્સાઈટમેંટની શોધમાં સોનિયા, રોહનના પ્રેમમાં પડી જાય છે, જે ઈશાનનો મિત્ર છે. આ સંબંધથી સોનિયાને અપાર સંતુષ્ટિ મળે છે. બંનેના સંબંધો ત્યારે મુશ્કેલમાં પડી જાય છે જ્યારે રોહનને જાણ થાય છે કે સોનિયા અને રોહન બધી સીમાઓ પાર કરી ચૂક્યા છે.
ત્યારબાદ વાર્તમાં એક જોરદાર વળાંક આવે છે. આ અફેયર ફક્ત એક બદલો હતો. કોણી સાથે અને કેવી રીતે ? જાણવા માટે ફિલ્મ જોવી પડશે. 19 નવેમ્બરના રોજ રજૂ થઈ રહેલ આ ફિલ્મને મૈક્સિકોમાં ફિલ્માવી છે અને આ ફિલ્મને રિકાર્ડા ડી માંટ્રિએલે નિર્દેશિત કરી છે.