આઈ હેટ લવ સ્ટોરીઝ
IFM
'આઈ હેટ લવ સ્ટોરીઝ'નુ ટારગેટ ઓડિયંસ છે ટીનએજર્સ, જે પોતાના દિવસનો મોટાભાગનો સમય નેટ પર સર્ફિંગ કરતા વિતાવે છે. તેથી આ ફિલ્મનુ ફર્સ્ટ લુક ટ્વિટર પર રજૂ કરવામાં આવ્યુ. ઈમરાન ખાન જ્ય છોકરીઓમાં હોટ માનવામાં આવે છે ત્યાં બીજી બાજુ છોકરાઓનુ દિલ સોનમને જોઈને ધક ધક કરવા માંડે છે. સોનમ-ઈમરાનની લેમન જેવી તાજગીવાળી જોડી તેની ખાસિયત છે. ફિલ્મની પબ્લિસીટી પ્લાનિંગપૂર્વક કરવામાં આવી રહી છે. શરૂઆતમાં રોજ એક પોસ્ટર રજૂ કરવામાં આવ્યુ તેથી દર્શકોની ઉત્સુકતા આ ફિલ્મ માટે વધે.
IFM |
જય (ઈમરાન ખાન) લવ, પ્રેમ, મહોબ્બત જેવા શબ્દોથી દૂર ભાગે છે. તેને લવ સ્ટોરીઝ કે લવ પર બિલકુલ વિશ્વાસ નથી. તે વીર નામના ફિલ્મ ડાયરેક્ટરનો આસિસ્ટટેંટ છે. જયનુ દુર્ભાગ્ય જુઓ કે વીર ઈંડિયન ફિલ્મ ઈંડસ્ટ્રીનો સૌથી જાણીતો રોમાંટિક ફિલ્મ મેકર છે. તે કાયમ પ્રેમની ચાસણીમાં રસબોળ ફિલ્મો બનાવે છે. ન ઈચ્છવા છતા તે રોજ આ બધી વાતોથી ધેરાયેલો રહે છે, જે તેને નથી ગમતુ. કાલ્પનિક, બનાવટી ફિલ્મોને જોઈ લવ સ્ટોરીઝથી જય મોઢુ ફેરવી નાખે છે. વાત ત્યારે વધુ બગડી જાય છે જ્યારે તેને એક નવી પ્રોડક્શન ડિઝાઈનર સિમરન(સોનમ કપૂર) સાથે કામ કરવુ પડે છે. બંનેની પ્રથમ મુલાકાત ધમાકેદારથી થાય છે.
