મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By સમય તામ્રકર|

આજા નચ લે - અજંતાને બચાવવાની કોશિશ

IFM
નિર્માતા - આદિત્ય ચોપડા
નિર્દેશક - અનિલ મેહતા
કથા - આદિત્ય ચોપડા
પટકથા-સંવાદ- જયદીપ સાહની
ગીત -જયદીપ સાહની -પીયૂષ મિશ્રા
સંગીત - સલીમ-સુલેમાન
કલાકાર - માધુરી દીક્ષિત, કોંકણા સેન, કૂણાલ કપૂર, રધુબીર યાદવ, દિવ્યા દત્તા, વિનય પાઠક, રણબીર શૌરી, અખિલેન્દ્ર મિશ્રા, જુગલ હંસરાજ.

માધુરી દીક્ષિત ભલે લગ્ન પછી અમેરિકા જતી રહી હોય, પણ તેમનું દિલ તો બોલીવુડમાં જ વસે છે. તેમની છેલ્લી ફિલ્મ 'દેવદાસ' હતી, જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. લગભગ પાઁચ વર્ષ પછી તે 'આજા નચ લે' દ્વારા પાછી ફરી રહી છે.

IFM
ન્યૂયોર્કમાં નૃત્યનો અભ્યાસ કરી રહી દીયા(માધુરી દીક્ષિત)ના પગ તે સમયે થંભી જાય છે, જ્યારે તેને એક ફોન આવે છે. આ ફોન ભારતના શામલી ગામથી હોય છે. દીયાને ખબર મળે છે કે તેના ગુરૂ મકરંદ(દર્શન જરીવાલા) છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે.

શામલીમાં જ દીયા ઉછરીને મોટી થઈ હોય છે. અહીં જ તેણે પોતાના ગુરૂ પાસેથી નૃત્ય શીખ્યું. તેને આ જગ્યા પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. બેચેન દીયા શામલી તરફ જવા નીકળી પડે છે. જેવી તે શામલી પહોંચે છે કે તેના ગુરૂનું મૃત્યું થઈ જાય છે.

આ સાથે જ એક બીજા ખરાબ સમાચાર મળે છે કે તેના ગુરૂજીનું સંસ્થાન અજંતાને પણ બંધ કરવાની યોજના ચાલી રહી છે. આ સંસ્થાનમાંથી દીયાએ નૃત્ય શીખ્યુ હતું. અને તેને આનાથી વિશેષ પ્રેમ છે.

'
IFM
અજંતા થિયેટર' જે જગ્યા પર ઉભું છે, તે જગ્યાએ સ્થાનીય રાજનીતિજ્ઞની નજર છે. તે જગ્યાએ તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માગે છે. દીયા પોતાના પ્રિય સંસ્થાન અજંતાને બચાવવાનો નિર્ણય કરે છે. તે થિયેટરને શરૂ કરે છે. આ કામમાં ડૉક્ટર (રધુવીર યાદવ) તેની મદદ કરવાનો ફેંસલો કરે છે. દીયાએ પસંદ કરેલો રસ્તો ધણો મુશ્કેલ છે. તેની ટક્કર શક્તિશાળી બિલ્ડર અને નેતાઓ સાથે છે.

દીયાની ટીમમાં ઈમરાન(કુણાલ કપૂર), અનોખી (કોંકણા સેન શર્મા), સ્થાનીય નેતા ચૌધરી ઓમસિંહ (અખિલેન્દ્ર મિશ્રા) ટી સ્ટોલ ચલાવનારા મોહન શર્મા(રણબીર શૌરી), જવાબદાર સરકારી ઓફિસર વિનય પાઠક અને એક સંઘર્ષરત જીવન વીમા એજંટ સંજીવ મહેતા(જુગલ હંસરાજ) વગેરેનો સમાવેશ થાય છે.

દીયા અજંતાના થિયેટરને તૂટવા દેવા નથી માંગતી. તે જે કલામાં વિશ્વાસ રાખતી આવી છે તેને બચાવવા માંગે છે. તે તેના ગુરૂની નિશાની છે. મુકાબલો શરૂ થઈ જાય છે. કોણ જીતશે ? જાણવા માટે જુઓ 'આજા નચ લે'.