ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

ઈશ્કિયા

નિર્માતા : વિશાલ ભારદ્વાજ, રમન મારુ
નિર્દેશક : અભિષેક ચૌબે
સંગીત : વિશાલ ભારદ્વાજ
કલાકાર : નસીરુદ્દીન શાહ, અરશદ વારસી, વિદ્યા બાલન, સલમાન શાહિદ

ખાલૂજાન (નસીરુદ્દીન શાહ) અને બબ્બન (અરશદ વારસી) ચોર છે. તેઓ મુશ્તાક (સલમાન શાહિદ) ને મટે કામ કરે છે. મુશ્તાકની બોસગીરીને કારણે તેઓ ખૂબ જ ત્રાસી ગયા છે અને એક દિવસ તક જોઈને બંને મુશ્તાકના 25 લાખ રૂપિયા ચોરીને ભાગી નીકળે છે. આ પૈસાથી તેઓ નવી જીંદગી શરૂ કરવા માંગે છે, જેથી કરીને મુશ્તાકની ગુલામીમાંથી તેમને મુક્તિ મળે.

મુશ્તાકથી ભાગતા-ભાગતા તેઓ પોતાના એક જૂના મિત્રના ઘરે આશરો લેવાનો વિચાર કરે છે. ત્યાં તેમનો સામનો પોતાના મિત્રની વિધવા કૃષ્ણા (વિદ્યા બાલન) સાથે થાય છે. કૃષ્ણા દુ:ખી અને છે અને એકલતા અનુભવી રહી છે. ખાલૂજાન અને બબ્બનના આવવાથી તેની જીંદગીમાં ઉત્સાહ આવી જાય છે.

ખાલૂજાનને કૃષ્ણા સાથે ઈશ્ક થઈ જાય છે. તે તેની ખૂબ ઈજ્જત પણ કરે છે. કૃષ્ણાની તરફથી પણ તેનો સકારાત્મક સંકેત મળે છે. બીજી બાજુ બબ્બનને માટે વાસના જ પ્રેમ છે અને તે પણ કૃષ્ણાની નજીક જવાનો પ્રયત્ન કરે છે. ત્રણે એકસાથે રહેતા પોતાનો ભૂતકાળ ભૂલી જાય છે અને વર્તમાનની દરેક ક્ષણનો આનંદ ઉઠાવે છે.

IFM
વાર્તામાં મુશ્તાક ફરી ટપકી પડે છે. તેને બંનેના ઠેકાણાની જાણ થઈ જાય છે. ખાલૂજાન અને બબ્બન એક વાર ફરી જીવ બચાવવાનુ વિચારે છે. ગેંગસ્ટરની પત્ની કૃષ્ણાનુ નવુ રૂપ સામે આવે છે. પોતાના પતિના અપરાધમાં તે બરાબરની ભાગીદાર હતી. તે બંનેને મુસીબતમાંથી કાઢવાનો નિર્ણય કરે છે. કૃષ્ણાના અતીતના પાન પણ ખુલવા માંડે છે.

ગ્રામીણ પૃષ્ઠભૂમિ પર ફિલ્માવેલી ફિલ્મ 'ઈશ્કિયા' મનુષ્યના વાસના, લાલચ, બદલો, પ્રેમ જેવી ભાવનાઓનો પડતાલ કરે છે.