શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

કમબખ્ત ઈશ્ક

બેનર - નડિયાદવાલા ગ્રેડસન, એટરટેનમેંટ, ઈરોજ એંટરટેનમેંટ
નિર્માતા - સાજિદ નડિયાદવાલા
નિર્દેશક - સાબિર ખાન
ગીતકાર - આરડીબી, અંવિતા દત્ત ગુપ્તાન, સાબિર ખાન
સંગીત - આરડીબી, અનુ મલિક, સુલેમાન મર્ચંટ
કલાકાર - અક્ષય કુમાર, કરીના કપૂર, આફતાબ શિવદાસાની, અમૃતા અરોરા, સિલ્વેસ્ટર સ્ટેલોન.

'કમબખ્ત ઈશ્ક' વાર્તા છે બે લોકોના સંબંધોની જે એક-બીજાથી બિલકુલ જુદા છે. એક આગ છે તો બીજુ પાણી. એક મે મહિનો છે તો એક ડિસેમ્બર. જ્યારે પણ તેઓ ભેગા થાય છે તો તણખા ઝરે છે.

વિરાજ (અક્ષય કુમાર) હોલીવુડમાં એક સફળ સ્ટંટમેન છે. એ કામ કરે છે, જે જાણીતા હીરો પણ નથી કરી શકતા. વિરાજના શબ્દકોષમાં લગ્ન કે પ્રેમ જેવા શબ્દો માટે સ્થાન નથી. તેનુ માનવુ છે કે સ્ત્રીઓ ફક્ત એક જ વસ્તુ માટે હોય છે. સ્ટંટ કરવાના તેને સારા પૈસા મળે છે, જેને એ પાર્ટિઓ, મોજ-મસ્તી અને છોકરીઓ પાછળ ખર્ચે છે.

IFM

સિમરીતા(કરીના કપૂર) સર્જન બનવાની છે અને ખાલી સમયે એ મોડેલિંગ કરે છે. એ સુપરમોડલ છે અને તેનુ માનવુ છે કે જીંદગી જીવવા માટે પુરૂષ જરૂરી નથી. તેની સામે સફળ કેરિયર છે, તો પછી પુરૂષોની શુ જરૂર છે ?

વિરાજ પોતાના નાના ભાઈ લકી (આફતાબ શિવદાસાની)ને ખૂબ જ ચાહે છે. વિરાજ અને લકીના વિચારો મળતા નથી. એ કામિની (અમૃતા અરોરા)ને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. કામિની પણ એક મોડલ છે અને સિમરીતાની મિત્ર છે.

IFM

વિરાજ પોતાના નાના ભાઈને સમજાવે છે કે એ લગ્ન જેવા ગૂંચવાડામાં ન પડે. સિમરીતા પણ પોતાની બહેનપણીને આ જ વાત સમજાવે છે, પરંતુ બંને નથી માનતા. લકી અને કામિનીના લગ્ન થાય છે અને અહી બે જુદા જુદા સ્વભાવવાળા વિરાજ અને સિમરીતા એકબીજા સામે અથડાય છે. ઈચ્છા ન હોવા છતા તેમને આ લગ્નમાં હાજરી આપવી પડે છે. આ ટકરાવને કારણે ઘણી હાસ્યાસ્પદ પરિસ્થિતિ સર્જાય છે.

એક ઘટના એવી બને છે જેના કારણે બંનેને એ રીતે સાથે રહેવુ પડે છે જેના વિશે તેમણે કદી વિચાર્યુ પણ નહોતુ. ત્યારબાદ શુ થાય છે, એ જાણવા માટે જોવી પડશે 'કમબખ્ત ઈશ્ક'.