અનુરાગ બસુ દ્વારા નિર્દેશિત 'ગેંગસ્ટર' બતાવીને રાકેશ રોશન એટલા પ્રભાવિત થઈ ગયા કે તેમણે પોતાના બેનરની આગામે ફિલ્મ 'કાઈટ્સ'નુ નિર્દેશનનો ભાર અનુરાગને સોંપી દીધો.
રાકેશ રોશને 'કાઈટ્સ'નુ નિર્માણ આંતરરાષ્ટ્રીય માર્કેટને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યુ છે. તેમનુ માનવુ છે કે ઋત્વિકના વ્યક્તિત્વમાં યૂનિવર્સલ અપીલ છે અને તે આંતરરાષ્ટ્રીય સ્તરનો કલાકાર બની શકે છે.
ફિલ્મને પૂરી થયે એક લાંબો સમય વીતી ગયો છે. રીલીઝ થવામાં મોડુ થવાનુ કારણ એ છે કે રાકેશ આને મોટ પાયા પર યોજનાબધ્ધ રૂપે રજૂ કરવા માંગે છે. રિતિક અને કાઈટ્સના બાબતે તેઓ કોઈ જોખમ ઉઠાવવા નથી માંગતા.
એવુ જાણવા મળ્યુ છે કે આ ફિલ્મનુ 90 મિનિટનુ આંતરરાષ્ટ્રીય વર્ઝન તૈયાર કરવામાં આવ્યુ છે, જેમા કોઈ ગીત નહી હોય. આ ફિલ્મને એપ્રિલ મહિનામાં રજૂ કરવામાં આવશે.
ફિલ્મની વાર્તા આ પ્રમાણે છે. : ઘાયલ જે (ઋત્વિક રોશન)ને રેગિસ્તાનમાં સૂર્યની નીચે મરવા માટે છોડી દેવામાં આવે છે, પરંતુ પોતાનો પ્રેમ નતાશા(બાર્બરા મોરી)ને મેળવવાની આશા તેને જીવતો રાખે છે. નતાશાને મળ્યા પછી જે ની જીંદગી જ બદલાય જાય છે.
IFM
જે એક સાલસા ટીચર છે અને કંગના તેની સ્ટુડેંટ. કંગના એક શ્રીમંત પરિવારની છે અને બગડેલી છે. તે જે ને ખૂબ જ ચાહે છે. સ્ટોરીમાં નતાશાનો પ્રવેશ થાય છે. તે સ્પૈનિશ છે અને અંગ્રેજીનો એક પણ શબ્દ બોલી નથી શકતી. બીજી બાજુ જે ને સ્પેનિશ ભાષા બિલકુલ નથી આવડતી.
ભાષા તેમની વચ્ચે કોઈપણ પ્રકારની મુસીબત નથી બનતી કારણ કે 'લવ હેઝ નો લેંગ્વેઝ' તેમને પ્રેમ થઈ જાય છે. તેમની લવસ્ટોરીમાં એવો વળાંક આવે છે કે બંનેને છુટા થવુ પડે છે. એવા સમયે કંગનાની ફરીથી એંટ્રી થાય છે.
'કાઈટ્સ' એક એવા પ્રેમની વાર્તા છે જે સીમાઓ અને સંસ્કૃતિથી ઉપર છે.