ખટ્ટા મીઠા - ભ્રષ્ટાચાર વચ્ચે અટવાયો સચિન
બેનર - હરિ ઓમ એંટરટેનમેંટ કં, શ્રી અષ્ટવિનાયક સિનેવિઝન લિમિટેડ નિર્દેશક - પ્રિયદર્શન સંગીત - પ્રીતમ, શાની કલાકાર - અક્ષય કુમાર, ત્રિશા કૃષ્ણન, રાજપાલ યાદવ, મકરંદ દેશપાંડે, નીરજ વોરા, મિલિન્દ ગુનાજી, અસરાણી, અરુણા ઈરાની, ઉર્વશી શર્મા, મનોજ જોશી, ટીનૂ આનંદ, કુલભૂષણ ખરબંદા, જોની લીવર. આ વાર્તા છે મહારાષ્ટ્રના એક નાનકડા શહેરમાં રહેનારા મરાઠી માનૂસ સચિન ટિચકુલે(અક્ષય કુમાર)ની. સચિનના પિતા રમાકાંત ટિચકુલે (કુલભૂષણ ખરબંદા) રિયાટર્ડ જજ છે અને તેમની નજરમાં સચિનનુ કોઈ મહત્વ નથી. સચિનની મા (અરુણા ઈરાની)ને પણ એ ભય સતત સતાવતો રહે છે કે તેનો પુત્ર યોગ્ય માર્ગે નથી જઈ રહ્યો. સચિન રોડ કોંટ્રેક્ટર છે. શર્ટૅ-પેંટ પહેરીને ચશ્મા લગાવીને સચિનના હાથમાં કાયમ એક હેંડ બેગ અને છત્રી રહે છે. તે ઓટોમાં મુસાફરી કરે છે.