રવિવાર, 17 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

ગુજારિશ : જીંદગીથી હારતો જાદુગર

બેનર : એસએલબી ફિલ્મ્સ, યૂટીવી મોશન પિક્ચર્સ
નિર્માતા : સંજય લીલા ભંસાલી, રૉની સ્ક્રૂવાલા
નિર્દેશજ અને સંગીત ; સંજય લીલા ભંસાલી
કલાકાર : ઋત્વિક રોશન, એશ્વર્યા રાય,આદિત્ય રોય કપૂર, મોનિકાંગના દત્તા, શેરનાઝ પટેલ, નફીસ અલી
રિલીઝ ડેટ - 19 નવેમ્બર 2010
P.R

ગોવાની લીલોતરી, ભુરુ પાણીનો જાદૂ અને ચમકતા સૂરજની સુંદરતા સંજય લીલા ભંસાલીની ફિલ્મ 'ગુજારિશ'મા જોવા મળવાની છે. બીજી બાજુ જાદુગર એથેન મેસ્કરેનહાસ (ઋત્વિક રોશન)નુ ઘર છે. તે વર્તમાનમાં એક રેડિયો શો હોસ્ટ કરી રહ્યો છે અને પોતાના હ્યૂમરથી સાંભળનારાના મનમાં આશા, હાસ્ય અને જાદૂ વિખેરી રહ્યો છે. આ વિશ્વાસ કરવુ મુશ્કેલ છે કે સકારાત્મક વાતો કરનારો આ વ્યક્તિ વ્હીલ ચેર પર બેસ્યો રહે છે અને કોઈની મદદ વગર હલી પણ શકતો નથી.

P.R

ચૌદ વર્ષ પહેલા તેની સાથે એક દુર્ઘટના થઈ અને ત્યારબાદ તેના શરીરનો નીચલો ભાગ લકવાનોભોગ બની ગયો. એથેનને દરેક પગલે તેની નર્સ સોફિયા ડિસૂજા (એશ્વર્યા રાય)ની મદદ લેવી પડે છે. બંને વચ્ચે સારી ટ્યૂનિંગ છે અને એથેનના પ્રત્યે સોફિયા આકર્ષિત છે. આ સુંદર સંબંધને ખામોશી દ્વારા જ રજૂ કરવામાં આવ્યો છે.

P.R

પોતાની દુર્ઘટનાના ચૌદ વર્ષ પૂરા થતા એશેન પોતાની જીંદગી પર ખુદની પકડ ઈચ્છે છે. તેનુ માનવુ છે કે પોતાના જીવનનો નિર્ણય લેવો એ દરેક વ્યક્તિનો અધિકાર છે. તે કોર્ટમાં દયા મૃત્યુ(મર્સી કિલિંગ)ની અરજી નોંધાવે છે. તેના આ નિર્ણયથી સોફિયા સહિત આખી દુનિયા ચોંકી જાય છે. સોફિયા અને તેના સંબંધો પર પણ આની અસર પડે છે. આ દરમિયાન સિદ્દકી નામનો યુવાન એથેન પાસે જાદૂ શીખવા આવે છે. એક બાજુ એથેન પોતાનુ હુનર ઉમરને શિખવાડે છે અને બીજી બાજુ તે પોતાના જીવન પર ખુદનુ નિયંત્રણ મેળવવા માટે લડાઈ લડે છે. આ લડાઈથી તેની અને તેની સાથે સંકળાયેલા લોકોની જીંદગીમાં તોફાન આવી જાય છે.
P.R

નિર્દેશક વિશે


સંજય લીલી ભંસાલીની ગણતરી આ સમયે ભારતના શ્રેષ્ઠતમ નિર્દેશકોમાં થાય છે. પોતાની ફિલ્મોમાં તેઓ માનવીય સ્વભાવની ઝીણવટોનુ ચિત્રણ કરે છે. ખામોશી ધ મ્યુઝિકલ, હમ દિલ દે ચુકે સનમ, દેવદાસ અને બ્લેક જેવી શ્રેષ્ઠ ફિલ્મો તેમણે બનાવી છે. તેમની અગાઉની ફિલ્મ 'સાવરિયા' ફ્લોપ થઈ હતી, જેનાથી સંજયને દુ:ખ થયુ હતુ.