તારે જમીન પર-દરેક બાળકો મહત્વના છે
નિમાર્તા અને દિગ્દર્શક: આમીર ખાનગીત: પ્રસૂન જોશી એન્જીનીયર, વીપીન શર્મા, લલીથા લાઝમીસંગીત : શંકર અહેસાન લોય, શૈલેન્દ્રા બાર્વેકલાકારો : આમીર ખાન, તનય છેડા, દર્શીલ સફારી, ટીસ્કા ચોપરા, સચેત રીલીઝ : 21મી ડિસેમ્બર 2007નાના-નાના બાળકો આપણા દેશની વસ્તીના ખૂબ મોટો હિસ્સો છે, તેમછતાં તેઓને લાયક ફિલ્મો બહુ ઓછી આવે છે. આમિર ખાનના સાહસના વખાણ કરવા જોઇએ કે જેણે આટલું મોટુ રિસ્ક લઇને ફક્ત આઠ વર્ષના બાળકને કેન્દ્રમાં રાખીને ફિલ્મ બનાવી નાખી... આઠ વર્ષનો ઈશાન (દર્શીલ સફારી)એક એવો છોકરો છે જેને રંગો, માછલીઓ, ચમકતી વસ્તુઓ, કૂતરા, બરફગોળા, સ્પેસશીપ,અને પતંગો ખુબ ગમે છે. તેને પેઈન્ટિગં કરવી ગમે છે. ઈશાન ખુબ બિન્દાસ છોકરો છે. પરંતુ તેને ક્યારેય કોઈ બિરદાવતુ નથી. તે તેની મસ્તીમાં જ મસ્ત હોય છે. ઈશાનના માતા પિતા તેનાથી કંટાળીને તેને બોર્ડિંગ સ્કૂલમાં મૂકી દે છે. તેઓ ઈચ્છે છે કે ઈશાન શીસ્તબધ્ધ બને.
ઈશાનને બોર્ડિંગ સ્કૂલમાં જવું ગમતું નથી. તે ક્લાસમાં હોય ત્યારે કશું સીધુ ચાલતું નથી. બોર્ડિંગ સ્કૂલમાં પણ તેને એજ વાતાવરણ જોવા મળે છે જે તેને પોતાના ત્યાં જોવા મળતું હતું. તેના માટે કશું નવું બનતું નથી.બિચારા છોકરાઓ ધમાલ મસ્તી કરે અને શિક્ષકોની વઢ ખાધા કરે. આવા સમયે શાળામાં એક નવા શિક્ષકનું આગમન થાય છે રામ શંકર નીકુમ્ભ (આમીર ખાન). આ કળાનો શિક્ષક કઈ અલગ જ માટીનો બાળકોને લાગે છે. રામ શાળાના બાળકો સાથે એકદમ હળીમળી જાય છે અને તેમને તેમની જ ભાષામાં કામ કરતા શીખવે છે. બાળકોને હકારાત્મકતાથી વિચારવાનું, સ્વપ્ના જોવાનું, કલ્પના કરવાનું જણાવે છે અને બાળકો આ નવા શિક્ષકથી ખુબ પ્રભાવિત થાય છે. પરંતુ એક માત્ર ઈશાન જ એવો છે જેને આ નવા શિક્ષક ગમતા નથી.ધીરે ધીરે રામને એવું લાગે છે કે ઈશાન ખુબ નાખુશ છે. આખરે તે ખુબ જ કાળજીપૂર્વક અને ધીરજથી ઈશાનની નાખુશીનું કારણ શોધી નાખે છે. અને ઈશાનને તે ખુબ જ મદદરૂપ થાય છે.શું કારણ છે કે ઈશાન પોતાના નવા શિક્ષક રામ શંકરથી નાખુશ રહે છે... બધા બાળકો રામને ખુબ ચાહે છે ત્યારે ઈશાન તેમનાથી કેમ દૂર ભાગે છે.... રામ શંકરને ઈશાનના આવા વર્તનનો સાચો ઉત્તર કેવી રીતે મળે છે... ઈશાન રામ શંકરથી પ્રભાવિત થાય છે ખરો? કેવી રીતે રામ શંકર ઈશાનની સમસ્યાનો તોડ મેળવે છે? .. આ તમામના જવાબ જોઈતા હોય તો આમીરની તારે ઝમીન પર ફિલ્મની રાહ તો જોવી જ રહી...આમીરના દિગ્દર્શન હેઠળ બની રહેલી આ પહેલી ફિલ્મ છે. આમીર આ ફિલ્મ બાબતે ખુબ ઉત્સાહિત છે. આમીર એક પરફેક્શનીસ્ટ છે. માટે ફિલ્મમાં તેણે ચોક્કસ માવજત કરી હશે. ફિલ્મ 21મી ડિસેમ્બરે રીલીઝ થઈ રહી છે.કલાકારોનો પરિચય -
ઇશાન નંદકિશોર અવસ્થી : મને કુતરાઓ, માછલીઓ, ચમકતી વસ્તુઓ અને પતંગો ખૂબજ પસંદ છે. હું ખૂબજ બિન્દાસ છું. ચિત્ર બનાવવા મને ખૂબજ ગમે છે.
રામશંકર નિકુંભ : નિકંભ સર બહોત સારા છે. તે બીજા શિક્ષકો માફક કયારેય ગુસ્સે નથી થતા. તેના મોઢા પર હંમેશા સ્માઇલ હોય છે. તેઓને પણ મારી જેમ જ કુતરાઓ, માછલીઓ, ચમકતી વસ્તુઓ અને પતંગો ખૂબજ પસંદ છે.હું પણ મોટો થઇને નિકંભ સર જેવો બનવા માંગુ છું.