સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

તો બાત પક્કી

IFM
નિર્માતા : રમેશ એસ. તૌરાની
નિર્દેશક - કેદાર શિંદે
સંગીત - પ્રીતમ
કલાકાર : તબ્બૂ, શરમન જોશી, વત્સલ શેઠ, યુવિકા ચૌધરી, ઐયૂબ ખાન

લાંબા સમય પછી તબ્બૂ પોતાના પ્રશંસકોને 'તો બાત પક્કી'માં જોવા મળશે. આ વખતે તે કોમેડી કરતા જોવા મળશે.

રાજેશ્વરી(તબ્બૂ) બડબોલી સ્ત્રી છે. જે દિલમાં આવ્યુ બોલી દીધુ. લોકોને ખોતુ લાગે તો લાગે. આમ છતા તે અત્યાસ સુધી કોઈ મોટી મુશ્કેલીમાં નથી ફંસાઈ. રાજેશ્વરીનો પતિ સુરિંદર(ઐયૂબ ખાન) ખૂબ જ સીધી છે તે અને તેના બે બાળકો રાજેશ્વરીને તાનાશાહી સહન કરે છે. તેમની પાસે આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. રાજેશ્વરી જે ઈચ્છે છે એ તેને મળે છે.

IFM
રાજેશ્વરી પોતાની નાની બહેન (યુવિકા)ને માટે વર શોધી રહી છે. તેની ખાસ શરત છે. છોકરો સક્સેના હોવી જોઈએ. તેની પાસે સારી નોકરી હોવી જોઈએ અમે તે દહેજ વિરોધી હોવો જોઈએ.

એંજિનિયરિંગના ફાઈનલ વર્ષનો વિદ્યાર્થે રાહુલ સક્સેના(શરમન જોશી) તેના ઘરે ભાડેથી રહેવા આવે છે. રાજેશ્વરીની તેમા ખૂબીઓ દેખાવા માંડે છે. તેની નોકરી લાગવીની છે. રાજેશ્વરી પોતાની બહેન નિશા અને રાહુલને નજીક લાવવાનો પૂરો પ્રયત્ન કરે છે. તેની મહેનત રંગ લાવે છે. નિશાને રાહુલ સાથે અને રાહુલને નિશા સાથે પ્રેમ થઈ જાય છે.

રાજેશ્વરીની ખુશીથી છલકાય જાય છે અને તે તેમના લગ્નની જાહેરાત કરે છે. તૈયારીઓ શરૂ થઈ જાય છે. આ દરમિયાન રાજેશ્વરીના ઘરે યુવરાજ સક્સેના (વત્સલ શેઠ) નામનો યુવાન આવે છે.

IFM
યુવરાજ અવિવાહિત છે. હૈડસમ છે. એક મોટી કંપનીમાં જૂનિયર મેનેજર છે. કંપનીએ તેને કાર આપી છે અને ટૂંક સમયમાં જ મકાન પણ આપવાની છે. સૌથી મોટી વાત તો એ કે તે સક્સેના છે. રાજેશ્વરીને પોતાની બહેન માટે યુવરાજ વધુ યોગ્ય લાગે છે.

ત્યારબાદ ફિલ્મમાં એક પછી એક હાસ્યાસ્પદ પરિસ્થિતિઓ સર્જાય છે. નિશાને રાહુલથી દૂર કરવા અને યુવરાજની નજીક લાવવાનો સંપૂર્ણ પ્રયત્ન રાજેશ્વરી કરે છે. પરંતુ રાહુલ પણ કાચો ખેલાડી નથી. રાજેશ્વરીની દરેક ચાલનો તેની પાસે જવાબ છે.

છેવટે કોણ સફળ થાય છે. તેનો જવાબ મળશે 'તો બાત પક્કી'માં.