નિતિન(અક્ષય કુમાર) અર્ચના(અર્ચના પૂરણસિંહ) માટે કામ કરે છે. તે તેનો રસોઈયો, ડ્રાયવર, વોચમેન, માળી શુ નથી. બિચારા નિતિનના પણ કેટલાય સપના છે. શ્રીમંત બનીને પોતાની પ્રેમિકા અંજલી કક્કડ(કેટરીના કેફ) સાથે લગ્ન કરવા માંગે છે. પરંતુ હાલ તે અર્ચનાની ગાળો ખાઈ રહ્યો છે અને અંજલી પાસેથી વારે-ઘડીએ પૈસા લેતો રહે છે.
નિતિનનો ખાસ મિત્ર રામ મિશ્રા (સુનીલ શેટ્ટી) રામની વાર્તા પણ નીતિન જેવી જ છે. સિંગાપુર તે શ્રીમંત બનવાના સપના લઈને આવ્યો હતો. હાલ તે કુરિયર ડિલીવરી મેન છે.
નિર્ધન રામને મનપ્રીત ઓબેરોય (સમીરા રેડ્ડી) પ્રેમ કરે છે, તે ખૂબ જ શ્રીમંત છે. તેના મા-બાપ તેના લગ્નમાં અડચણ બન્યા છે. હાઈ સોસાયતીમાં રહેનારા પોતાની પુત્રીનો હાથ એક એવા માણસને કેવી રીતે સોંપી દે, જે ઘેર-ઘેર જઈને સામાન પહોંચાડે છે. રામ શ્રીમંત હોત તો તેમણે વિચાર્યુ હોત.
IFM
ફિલ્મમાં એક મજાનુ પાત્ર છે, હરબંસ ચઢ્ઢા(પરેશ રાવળ). ચતુર બિઝનેસમેન હરબંસ કાયમ પોતાની કમાણી વધારવા વિશે વિચારતો રહે છે, જેથી પોતાના ઋણમાંથી મુક્ત થઈ શકે. એક ખાસ આઈડિયા તેના મગજમાં છે. પોતાના પુત્ર (ચંકી પાંડે)નુ લગ્ન એ એક એવી છોકરી સાથે કરવા માંગે છે જે ખૂબ દહેજ લઈને આવે.
દિવાળી મિલન કાર્યક્રમમાં તેની મુલાકાત મનપ્રીતના માતા-પિતા સાથે થાય છે. તેમનો રૂઆબ અને બેંક બેલેંસ જોઈને હરબંસ એવી રમત રમે છે કે તેના પુત્રનુ લગ્ન મનપ્રીત સાથે નક્કી થઈ જાય છે.
બીજી બાજુ નિતિન અને રામની ગર્લફ્રેંડસ બંનેને સાવચેત કરે છે કે જો તેઓ લગ્ન કરવા માંગે છે તો તરત જ કંઈ કરે. પૈસા કમાવે. બંનેના મગજમાં એક વધુ આઈડિયા આવે છે. કોઈનુ અપહરણ કરી ખંડણીની રકમ દ્વારા શ્રીમંત બનવાનો વિચાર.
યોજના બને છે. અપહરણ કરવામાં પણ તેઓ સફળ રહે છે. અપહરણ સમયે તેઓ એક હોટલમાં સંતાય જાય છે અને પૈસાની રાહ જુએ છે. એ જ હોટલમાં મનપ્રીતના લગ્ન થઈ રહ્યા છે. નિતિન અને રામની મુશ્કેલી ત્યારે વધી જાય છે જ્યારે તેમની મુલાકાત એવા પાત્રો સાથે થાય છે, જેમા એક ચાઈનીઝ ડોન છે, એક હત્યારો છે, એક પોલીસ ઈંસપેક્ટર છે, એક ક્લબ ડાંસર છે, એક દારૂડિયો વેઈટર છે અને એક લાશ છે. ત્યારબાદ ઘણા ઉતાર-ચઢાવ આવે છે, જે હાસ્યથી ભરપૂર છે.