ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

દેખ ભાઈ દેખ

IFM
બેનર : એ સર્ચ ફિલ્મ પ્રોડક્શન
નિર્માતા : વિવેક સુદર્શન, અશોક ચૌહાણ
નિર્દેશક : રાહત કાજમી
સંગીત : નાયાબ, શાદાબ ભારતીય
કલાકાર : ગ્રેસી સિંહ, સિધ્ધાર્થ કોઈરાલા, રઘુવીર યાદવ, વિજય રાજ, અસરાણી, વીરેન્દ્ર સક્સેના, અરુણ બક્શી.

'દેખ ભાઈ દેખ' વાર્તા છે, પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં રહેનારા ચાર વ્યક્તિઓની. આ ચારેયની જુદી જુદી સમસ્યાઓ અને મહત્વાકાક્ષાઓ છે. જેને પૂરી કરવા માટે તેમની પાસે એક જ રસ્તો છે - અપરાધ

બબલી(ગ્રેસી સિંહ)નુ લગ્ન એક શ્રીમંત પરિવારમાં થયુ હતુ, પરંતુ તૂટી ગયુ. છુટાછેડા લઈને એ પોતાના ઘરે પાછી આવે છે. પોતાના કડવા અતીતને ભૂલીને એ નવી રીતે જીંદગી શરૂ કરવા માંગે છે, પરંતુ તેને પૈસાની જરૂર છે.

બબલીના બાળપણનો દોસ્ત શ્યામ (સિધ્ધાર્થ કોઈરાલા)ને એક સરકારી નોકરી મળી રહી છે. તેની સામે સમસ્યા એ છે કે તે માટે તેણે મંત્રીને લાંચ આપવી પડશે અને તેની પાસે પૈસો છે નહી.

IFM
એ ચોરી કરવાની એક યોજન બનાવે છે, જેમા બબલી પણ જોડાય છે. આ યોજનામાં તેમની સા યાદવ (રધુવીર યાદવ) નામનો નેતા પણ આવી જાય છે. યાદવને ચૂંટણી લડવા માટે પાર્ટી પાસેથી ટિકિટ જોઈએ અને તેને માટે પાર્ટી ફંડમાં પૈસા આપવા પડશે.

ત્રણેયને પૈસાની ખૂબ જ જરૂર છે અને ચોરી તેમની આગળ એકમાત્ર રસ્તો છે. તેમને ચોરી કરવાનો અનુભવ નથી, તેથી તેઓ એક પ્રોફેશનલ ચોર ચરણ (વિજય રાજ)ને આ કામ સોંપે છે. આ સાથે હાસ્યાસ્પદ ઘટનાઓ શરૂ થાય છે અને આ ફિલ્મનો અંત એક આશ્ચર્ય જનક અંત સાથે થાય છે.