અર્જુન કપૂર (અર્જુન રામપાલ) એક ખૂબ જ સફળ વકીલ છે. કેટલો પણ મુશ્કેલ કેસ હોય, અર્જુન પોતાના જ્ઞાન અને બુધ્ધિના આધારે કેસ જીતવામાં સફળ થાય છે. આજ સુધી તે કોઈ કેસ હાર્યો નથી તેથી બીજા વકીલો તેની સામે કોર્ટમાં આવતા ગભરાય છે.
અર્જુનને કેસ જીતવાથી મતલબ છે, જેનો કેસ લડી રહ્યો છે એ દોષી છે કે નિર્દોષ તેની સાથે તેને કોઈ લેવાદેવા નથી. ગુનેગારોના દોષ જાણતો હોવા છતા એ કાયદાના દાવપેચ દ્વારા તેમને બચાવી જ લે છે. તેને નૈતિકતા સાથે કોઈ લેવાદેવા નથી.
IFM
વર્ષો સુધી અપરાધિઓને બચાવ્યા પછી અર્જુનને પોતાની ભૂલ સમજાય છે અને એ વકીલાત છોડવા માંગે છે. પરંતુ એક વ્યક્તિ એવો છે જે નથી ઈચ્છતો કે અર્જુન ગુનેગારોને બચાવવાનુ હવે છોડી દે.
અર્જુન મુશ્કેલીઓમાં સંડોવાઈ જાય છે અને પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન કરે છે. આ કામમાં તેની મદદ કરે છે તેની ગર્લફ્રેંડ ઉર્વશી (સાગરિકા ઘાટગે) અને લોકલ ગોવા પોલીસ ઓફિસર યશ દેશમુખ (સની દેઓલ)
શુ અર્જુન બચી શકશે ? શુ યશ દેશમુખ અર્જુનની રક્ષા કરી શકશે ? કોણ છે જે ઈચ્છે છે કે અર્જુન ગુનેગારોને બચાવવાનુ કામ છોડી દે ? આ પ્રશ્નોના જવાબ જોવા જુઓ સસ્પેંસ થ્રિલર 'ફોકસ'માં.