સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

નવી ફિલ્મ : લવ સેક્સ ઔર ધોખા

IFM
બેનર : બાલાજી ટેલીફિલ્મ્સ, એએલટી એંટરટેનમેંટ, બાલાજી મોશન પિક્ચર્સ
નિર્માતા : એકતા કપૂર, શોભા કપૂર, પ્રિયા શ્રીઘરન
નિર્દેશક : દિબાકર બેનર્જી
સંગીત : સ્નેહા ખાનવિલકર
કલાકાર : અંશુમન ઝા, શ્રુતિ, રાજકુમાર યાદવ, નેહા ચૌહાણ, આર્યા દેવદત્તા, અમિત રિયાલ.

ખોસલા કા ઘોસલા અને ઓયે લકી લકી ઓયે જેવી ફિલ્મોના નિર્દેશક દિબાકર બેનજ્રી 'લવ સેક્સ ઔર ધોખા' લઈને હાજર થઈ રહ્યા છે, જેમા તેમણે પ્રેમ, સેક્સ અને દગાની આસપાસ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મને ભારતની પ્રથમ ડિઝિટલ ફિલ્મ કહેવાઈ રહી છે.

ટીવી, નેટ, મોબાઈલ,કેમેરાને કારણે આજકાલ બીજાની પર્સનલ લાઈફમાં ડોકિયા કરવુ સહેલુ થઈ ગયુ છે. આજની પેઢી બીજાની પર્સનલ લાઈફ વિશે, તેમની ખાસ ક્ષણો વિશે જાણવા માંગે છે. મીડિયા અને ટેકનોલોજીનો શુ યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે, આ ફિલ્મ દ્વારા તેમણે બતાવવાની કોશિશ કરી છે.

લવ

નોર્થ ઈંડિયામાં આવેલ એક ફિલ્મ ઈંસ્ટીટ્યુટના ફાઈનલ ઈયરનો સ્ટુડેંટ એક ડિપ્લોમા ફિલ્મ બનાવે છે. તેમા તે નાના શહેરોમાં રહેનારા કલાકારોને કામ આપે છે. તેમને મોટા સપના બતાવે છે અને તે ફિલ્મની હીરોઈન શ્રુતિને પ્રેમ કરી બેસે છે.

સેક્સ

એ જ શહેરમાં રહેનારો આદર્શ નવી ટેકનોલોજીનો સારો જાણકાર છે. એક ડિપાર્ટમેંટલ સ્ટોરમાં એ સિક્યુરીટી કેમરા લગાવે છે. ટૂંક સમયમાં જ શ્રીમંત બનવાના ચક્કરમાં એ સિક્યુરીટી કેમરાની મદદથી એક પોર્ન ક્લિપ બનાવવા માંગે છે. એ માટે એ રશ્મિ નામની સેલ્સ ગર્લ્સને પટાવવાનો પ્રયત્ન કરે છે, જે સુંદર નથી. એક દિવસ સ્ટોરમાં શૂટઆઉટ થાય છે અને રશ્મિ કોઈનો જીવ બચાવે છે. પ્રથમ વાર આદર્શને રશ્મિમાં એક સ્ત્રી દેખાય છે.

IFM
દગો (ધોખા)

આ શહેરના બીજા મોડ પર પ્રભાત નામનો એક જર્નલિસ્ટ છે. તેના છુટાછેડા થયેલ છે અને નોકરી પણ જતી રહી છે. ઘણીવાર એ આત્મહત્યા કરવાના પ્રયત્ન કરી ચૂક્યો છે તેની મુલાકાત નૈના સાથે થાય છે. નૈના પણ મરવા માંગે છે, કારણ કે તેને લૌકીએ દગો આપ્યો છે. લૌકીએ નૈનાને લઈને એક મ્યુઝિક વીડિયો બનાવવાનો પ્લાન બનાવ્યો હતો. ચકાચૌધમાં ખોવાયેલી નૈનાએ તેની સાથે એક રાત વીતાવી હતી, પરંતુ તેની સાથે દગો થયો અને મ્યુઝિક વીડિયો બીજી છોકરીને લઈને બનાવી દેવામાં આવ્યો. પ્રભાત અને નૈના મળીને સ્ટીંગ ઓપરેશન કરે છે. તેઓ લૌકીનો એક એવો વીડિયો બનાવે છે જેનાથી તેનુ રહસ્ય ખુલી જાય છે.