રવિવાર, 17 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

નવી ફિલ્મ - વિક્કી ડોનર

નિર્માતા - સુનીલ એ લુલ્લા, જોન અબ્રાહમ, રોની લાહિરી
નિર્દેશક - શુજીત સરકાર
કલાકાર - આયુષ્માન ખુરાના, યમી ગૌતમ, અન્નુ કપૂર, જોન અબ્રાહમ (મહેમાન કલાકાર)
રજૂઆત તારીખ : 20 એપ્રિલ 2012
IFM

આજકાલ જીંદગીમાં વ્યસ્તતા એટલી વધી ગઈ છે કે જો પતિ-પત્ની બંને કામ કરે છે તો તેમને મળવાનો સમય નથી. કામનું દબાણ, ભોજન સમય પર ન કરવુ, રાત્રે મોડા સુધી જાગવુ, પૂરતી ઊંઘ ન લેવાને કારણે મોટાભાગના લોકો બીમાર રહે છે. જેની અસર તેમની સેક્સ લાઈફ પર પણ પડે છે. કોઈને બાળકો પેદા કરવાનો ટાઈમ નથી તો કોઈ ખરાબ લાઈફ સ્ટાઈલને કારણે પોતાની ફેમિલીને વધારી નથી શકતુ.

IFM

આવા લોકોનું એકમાત્ર સમાધાન છે. ડો. બળદેવ ચઢ્ઢા(અન્નૂ કપૂર)પાસે. જે ફર્ટિલિટી એક્સપર્ટ છે. નવી દિલ્લીમાં આવેલ દરિયાગંજમાં તેમનુ સ્પર્મ બેંક અને ફર્ટિલિટી ક્લિનિક છે. તેમનો દાવો છે કે તેમની પાસે ઉચ્ચ ગુણવત્તાવાળી અને અનોખી વિશેષતાવાળુ સ્પર્મ છે. બળદેવ ભલે ગમે તેટલા દાવા કરે પણ સફળતાને બદલે તેમને મોટાભાગે નિષ્ફળતા મળે છે. તેમને એક સ્વસ્થ યુવાની તલાશ છે, જે તેમના માટે સ્પર્મ ડોનરનું કામ કરે.

લાજપત નગરમાં રહેનારો પંજાબી છોકરો વિક્કી અરોરા(આયુષ્યમાન ખુરાના) યુવા અને ગુડ લુકિંગ છે. વિધવા ડોલીની તે એકમાત્ર આશાનું કિરણ છે. પંતુ વિક્કી પોતાની મા ને કોઈપણ પ્રકારની આર્થિક મદદ નથી કરતો. ઉપરથી તેની મા બ્યુટી પાર્લર દ્વારા જેમતેમ કરીને ઘર ચલાવે છે.

P.R

વિક્કીની કોલોનીમાં રહેનારો એક યુવક વિક્કી અને ડો. ચડ્ઢાની મુલાકાત કરાવી દે છે. વિક્કીને જોઈને ચડ્ઢાના મોઢામાંથી નીકળી જાય છે કે 'મને આવો જ છોકરો જોઈતો હતો. તે વિક્કીને સ્પર્મ ડોનેટ કરવાનું કહે છે પણ વિક્કી નથી માનતો. ડો. ચડ્ઢા પણ સહેલાઈથી હાર માને તેવા નહોતા. તેઓ દિવસ-રાત વિક્કીની પાછળ પડી જાય છે. છેવટે વિક્કીને હા પાડવી જ પડે છે અને વિક્કી બની જાય છે સ્પર્મ ડોનર.

આંશિમા રોય(યમી ગૌતમ) નામની એક સુંદર બંગાળી છોકરી વિક્કીની ગર્લફ્રેંડ છે. તે બેંકમાં કામ કરે છે. બંનેની રોમાંટિક દુનિયામાં ત્યારે આગ લાગે છે જ્યારે અંશિમાને જાણ થાય છે કે વિક્કી એક સ્પર્મ ડોનર છે. સ્પર્મ ડોનેશન જેવા વિષયને 'વિક્કી ડોનર'માં થોડા ઈમોશન અને થોડી મસ્તી સાથે બતાવવામાં આવ્યો છે