સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

નવી ફિલ્મ : વેલ ડન અબ્બા

N.D
બેનર : રિલાયંસ બિગ પિક્ચર્સ
નિર્દેશક : શ્યામ બેનેગલ
સંગીત : શાંતનૂ મોઈત્રા
કલાકાર : બોમન ઈરાની, મિનિષા લાંબા, સમીર દત્તાની, રવિ કિશન, ઈલ અરુણ, રજિત કપૂર, યશપાલ શર્મા, રવિ ઝાંકલ

અરમાન અલી (બોમન ઈરાની) મુંબઈમાં એક સીનિયર એક્જીક્યુટિવનો ડ્રાયવર છે. તેની પત્નીનુ અવસાન થઈ ચુક્યુ છે. તેની એક ટીનએજ પુત્રી મુસ્કાન અલી(મિનિષા લાંબા)છે. મુસ્કાન પોતાના ચાચા રહેમાન અલી અને ચાચી સલમા અલી(ઈલા અરુણ)ની સાથે હૈદરાબાદની નજીકના એક ગામમાં રહે છે.

IFM
અરમાન અલી ઈશ્વરથી ખૂબ ગભરાય છે અને હંમેશા પ્રયત્ન કરે છે કે તેનાથી બધા ખુશ રહે. મુસ્કાન ભણેલી-ગણેલી છોકરી છે અને સાચુ બોલતા ગભરાતી નથી. આરિફ અલી (સમીર દત્તાની)સાથે તેનો ખાટો-મીઠો સંબંધ છે.

અરમાનને પોતાની પુત્રીના લગ્નની ચિંતા સતાવે છે, તેથી તે રજા લઈને ઘરે આવે છે જેથી તેને માટે સારો પતિ પસંદ કરી શકે. ત્રણ મહિના પછી જ્યારે તે કામ પર પાછો જાય છે તો તેને નોકરીમાંથી કાઢી મૂકવાની વાતો થવા માંડે છે . પરંતુ અરમાન પાસે તેમને બતાવવા માટે એક વાર્તા છે.

જે વાર્તામાં તે બધાને બતાવે છે કે એવી મજેદાર ઘટનાઓથી ભરપૂર છે કે જેના કારણે તેને પરત ફરવામાં મોડુ થઈ જાય છે. તે એક સરકારી યોજનાનો લાભ ઉઠાવે છે જેના હેઠળ તેની જમીનમાં કુવો ખોદવામાં આવે છે.

IFM
પરંતુ કેટલીક એવી ઘટનાઓ બને છે અને પરિસ્થિતિ એટલી વિકટ થઈ જાય છે કે સરકાર પડી ભાંગવાની સ્થિતિ આવી જાય છે. પરંતુ પ્રશ્ન એ છે કે તેની આ રોચક વાર્તા કેટલી સાચી છે.

આ ફિલ્મ એક રાજનીતિક વ્યંગ્ય છે. કોમેડીની મદદથી એ વિડંબનાઓ પર પ્રકાશ નાખવામાં આવ્યો છે જેમાં સરકાર જનતાની ભલાઈ માટે પરિયોજનાઓ શરૂ કરે છે પરંતુ ભ્રષ્ટાચારને કારણે તેનુ અમલીકરણ નથી થઈ શકતુ.