બુધવાર, 17 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

પીપલી લાઈવની વાર્તા

બેનર : યૂટીવી મોશન પિક્ચર્સ, આમિર ખાન પ્રોડક્શંન્સ
નિર્માતા : આમિર ખાન, કિરણ રાવ
નિર્દેશક : અનુષા રિઝવી
સંગીત : ઈંડિયન ઓશન, રામ સંપત, નગીન તનવીર
કલાકાર : ઓંકાર દાસ મણિકપુરી, રઘુવીર યાદવ, મલાઈકા શિનોય, નવાજુદ્દીન સિદ્દકી, શાલિની વાસ્તા, ફારૂખ જફર.
P.R

બોલીવુડમાં આ સમયે આમિર ખાનથી વધુ વિશ્વસનીય નામ બીજુ કોઈ નથી. ભલે જ આમિર ફિલ્મના પ્રોડ્યૂસર છે, લોકો તેમના નામ જોઈને આશ્વસ્ત થઈ જાય છે કે ફિલ્મ સારી જ હશે. મનોરંજનની સાથે થોડું ઘણુ કંઈક નવુ જોવા મળશે. 'પીપલી લાઈવ' દ્વારા આમિરનુ નામ જો ન જોડાતુ તો કદાચ જ આ ફિલ્મ આ સમયે આટલી ચર્ચામાં આવતી. આ ફિલ્મને લઈને સામાન્ય વિચાર એ બની ગયો હતો કે આ એક ગંભીર ફિલ્મ હશે, પરંતુ આમિરે સ્પષ્ટ કરતા કહ્યુ કે આજકાલ જે થઈ રહ્યુ છે તેને વ્યંગ્યાત્મક રીતે ફિલ્મમાં રજૂ કરવામાં આવી છે. ફિલ્મમાં મીડિયાનો પણ રોલ મહત્વપૂર્ણ છે.

P.R

પીપલી ભારતનુ એક નાનકડુ ગામ છે. અહીં નત્થા નામનો ગરીબ ખેડૂત પોતાના પરિવાર સાથે રહે છે. તેની જમીન સરકાર છીનવી રહી છે, કારણ કે તે સરકાર દ્વારા આપવામાં આવેલ લોન ચુકવવામાં અસમર્થ છે. એક તરફ જ્યા તેની જમીન છીનવાઈ રહી છે તો બીજી બાજુ સરકાર એ ખેડૂતોના પરિવારને આર્થિક મદદ કરી રહી છે જેમણે આર્થિક તંગીને કારણે આત્મહત્યા કરી લીધી. નત્થાનો ભાઈ ઈચ્છે છે કે નત્થા આત્મહત્યા કરી લે જેથી તેના પરિવારને વળતર મળી જાય, પરંતુ એ આ માટે તૈયાર નથી.

કેટલાક વધુ ખેડૂતો આત્મહત્યા કરવાનુ વિચારે છે જેથી તેમના પરિવારનુ ભલુ થાય. થોડાક દિવસો પછી ચૂંટણી થવાની છે અને પીપલી ગામ અચાનક ચર્ચિત થઈ જાય છે નેતા, ઓફિસર, મીડિયાના લોકો આ ગામમાં પડાવ નાખે છે. નત્થા મરશે કે નહી ? આ મુદ્દો બની જાય છે. પરંતુ કોઈ નત્થાનુ દુ:ખ સમજવાની કોશિશ નથી કરતુ.

P.R

આમિરના મુજબ આ 'જાને ભી દો યારો' જેવી ફિલ્મ છે જે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવે છે, સાથે જ ગ્રામીણોના વિચારો સાથે આપણને પરિચિત કરાવે છે. મોંધવારી મુદ્દા પર પણ સરકાર પર આરોપ મુક્યો છે.

નિર્દેશક વિશ


પત્રકાર રહી ચુકેલી અનુષા રિઝવીની આ પહેલી ફિલ્મ છે. આમિરને ઈમેલ કરી તેણે ફિલ્મનો કંસેપ્ટ બતાવ્યો હતો. પ્રભાવિત થઈને આમિરે તેને મળવક બોલાવી અને વાર્તા સાંભળ્યા પછી નિર્દેશનની જવાબદારી પણ સોંપી દીધી. આમિરનુ કહેવુ છે કે અનુષાએ સારુ કામ કર્યુ છે અને તેમણે અનુષાને આગામી ફિલ્મ વિશે વિચારવા માટે કહ્યુ છે.