સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

મિલેંગે-મિલેંગે : પ્રેમ અને ભાગ્યની રમત

બેનર : એસ. કે ફિલ્મ્સ એંટરપ્રાઈઝેસ
નિર્માતા : સુરિંદર કપૂર
નિર્દેશક - સતીશ કૌશિક
ગીત - સમીર
સંગીત - હિમેશ રેશમિયા
કલાકાર - કરીના કપૂર, શાહિદ કપૂર, સતીશ શાહ, ડેલનાઝ પોલ, આરતી છાબડિયા, કિરણ ખેર, હિમાની શિવપુરી, સતીશ કૌશિક, પણિની રાજકુમાર
IFM

શાહિદ કપૂર અને કરીના કપૂરનો રોમાંસ પર જ્યારે ચરમ પર હતો ત્યાર આ વાતનો બોક્સ ઓફિસ પર ફાયદો ઉઠાવવા માટે બોની કપૂરે બંનેને લઈને એક રોમાંટિક ફિલ્મ બનાવી નાખી 'મિલેંગે-મિલેંગે'. પરંતુ ફિલ્મ રજૂ તહી તે પહેલા જ 'જબ વી મેટ'જેવી સફળ ફિલ્મ આપનારી જોડી જુદી પડી ગઈ. વર્ષોથી બનીને તૈયાર આ ફિલ્મ કેમ રજૂ ન થઈ શકી, તેનો જવાબ તો ફક્ત બોની જ આપી શકે છે. હવે આ ફિલ્મ 9 જુલાઈના રોજ રજૂ થવાની છે. નિર્દેશક સતીશ કૌશિકનો દાવો છે કે ભલે લાંબો સમય વીતી ગયો હોય પરંતુ વાર્તાની તાજગી પર કોઈ અસર નથી પડી.

IFM

મિલેંગે-મિલેંગે એક રોમાંટિક કોમેડી ફિલ્મ છે. જે અમિત(શાહિદ કપૂર)અને પ્રિયા(કરીના કપૂર)ની વાર્તા પર આધારિત છે. પ્રિયા અને અમિતની મુલાકાત બેંકોકના યૂથ ફેસ્ટિવલમાં થાય છે. આજકાલના કોલેજ જનારા સ્ટુડેંટ્સ કરતા પ્રિયા એકદમ અલગ જ છે. દિલથી રોમાંટિક પ્રિયાએ પોતાના લાઈફ પાર્ટનરની એક ઈમેજ બનાવી રાખી છે. એ એવો છોકરો ઈચ્છે છે જે સ્મોકિંગથી દૂર રહેતો હોય. દારૂ ન પીતો હોય. ખોટુ ન બોલતો હોય. પ્રિયાની લાઈફ પાર્ટનરની પરિભાષા પર અમિત બિલકુલ ખરો નથી ઉતરતો. દારૂ તો એ રીતે પીવે છે જાણે પાણી પીતો હોય. ચેન સ્મોકર તરીકે તે પ્રખ્યાત છે. બહાના બનાવવા માટે ખોટુ બોલ્યા વગર તેનુ કામ નથી ચાલતુ.

IFM

એક દિવસ પ્રિયાની પર્સનલ ડાયરી અમિતના હાથમાં આવી જાય છે. તે વાંચીને જાણી જાય છે કે પ્રિયાને કેવો લાઈફ પાર્ટનર પસંદ છે. તે પ્રિયાની આગળ પોતાની જાતને એ જ રીતે રજૂ કરે છે, જેવો પ્રિયા ઈચ્છે છે. હવે પ્રિયાએ એટ્રેક કેમ ન થતી. બંને બેંકોકમાં સાથે સાથે ફરે છે અને દરેક સેકંડે તેઓ એકબીજાની નિકટ આવતા જાય છે. યૂથ ફેસ્ટિવલ પુરૂ થાય છે બંને પાછા દિલ્લી જવાને તૈયરી કરે
IFM

પ્રિયાને અમિતના રૂમમાં પોતાની ડાયરીની એક કોપી મળે છે અને તે સમજી જાય છે કે અમિતે તેને બેવકૂફ બનાવ્યો છે. દગો કર્ય છે. પ્રેમના નામે રમત રમી છે. બીજી બાજુ અમિત પોતાના મિત્રો સાથે લોકલ બારમાં બેસ્યો છે. તે પોતાના મિત્રોને બતાવે છે કે તે સાચે જ પ્રિયાને પ્રેમ કરવા માંડ્યો છે. તે એવો જ બની જશે જેવો પ્રિયા ઈચ્છે છે. દારો અને સિગારેટ છોડી દેશે. બીયરથી ભરેલો છેલ્લો ગ્લાસ હાથમાં લઈને, અંતિમ સિગરેટ જેવી એ સળગાવે છે, સામે તેને પ્રિયા ઉભેલી જોવા મળે છે. પ્રિયા તેને ખરુ-ખોટુ સંભળાવે છે. અમિત તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ પ્રિયા નથી સાંભળતી. અમિત તેને કહે છે કે નસીબમાં આપણો સાથ લખ્યો હશે તો ફરી મળીશુ. પ્રિયાને પણ આ વાત પર વિશ્વાસ છે. બંને દિલ્લી પરત ફરે છે. તેઓ આ વાતથી અજાણ છે કે કોણ ક્યા રહે છે ?
IFM

ઘણા વર્ષો વીતી જાય છે. યૂએસએ માં બિઝનેસ મેનેજમેંટની ડિગ્રી લઈને અમિત દિલ્લી પરત ફરે છે. તે બિલકુલ બદલાય ગયો છે. એવો જ બની ગયો છે જેવો પ્રિયાને લાઈફ પાર્ટનર જોઈએ છે. પ્રિયા એક સક્સેસફુલ મ્યુઝિક વીડિયો ડાયરેક્ટર છે. એક પોપ સિંગર તેની જીંદગીમાં છે. બંને લગ્ન કરવાના છે, પરંતુ આટલા વર્ષો પછી પણ બંને પોતાનો પ્રથમ પ્રેમ ભૂલ્યા નથી. પ્રેમ અને ભાગ્ય વચ્ચે શુ સંબંધ છે ? શુ ખરેખર પ્રેમ ભાગ્યમાં લખેલો હોય છે ? શુ ભાગ્ય તેમને ફરી એકવાર ભેગા કરશે ? આ પ્રશ્નોનો જવાબ મળશે ફિલ્મ મિલેંગે-મિલેંગેમાં.