રવિવાર, 17 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

રાવણ : સારા વિરુધ્ધ ખરાબ

IFM

બેનર : મદ્રાસ ટોકિઝ, રિલાયંસ બિગ પિક્ચર્સ
નિર્માતા-નિર્દેશક - મણિરત્નમ
ગીત : ગુલઝાર
સંગીત : એઆર રહેમાન
કલાકાર : અભિષેક બચ્ચન, એશ્વર્યા રાય, વિક્રમ ગોવિંદા, નિખિલ દ્વિવેદી, મનીષા કોઈરાલા, રવિ કિશન.
રિલીઝ ડેટ - 18 જૂન 2010.

'રાવણ'ને માટે મણિરત્નમે જેટલી મહેનત પોતે કરી છે અને પોતાના કલાકારો પાસે કરાવી છે, કદાચ જ પહેલા તેમણે કોઈ ફિલ્મ માટે કરી હોય. આવા લોકેશન પર ફિલ્મને શૂટ કરવામાં આવી છે, જ્યા સુધી બધા સાઘનોને સાથે પહોંચવુ ખૂબ મુશ્કેલ હતુ. ફિલ્મના સ્ટાર્સને માટે કોઈ સુવિધા નહોતી. ફિલ્મ બનવામાં આટલો સમય અને ઉર્જા લાગી કે આટલામાં તો બે-ત્રણ ફિલ્મ કરી શકતા હતા, પરંતુ ફિલ્મના સ્ટાર્સ અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાજે ક્યારેય કોઈ ફરિયાદ નથી કરી. ફિલ્મના સેટ પર ઘણી દુર્ઘટનાઓ થઈ, પરંતુ તેનાથી પૂર્ણ યૂનિટના ઉત્સાહમાં કોઈ કમી નથી આવી.

IFM

'રાવણ'ની વાર્તામાં ત્રણ મુખ્ય પાત્ર છે બીરા મુંડા(અભિષેક બચ્ચન), દેવ પ્રતાપ શર્મા (વિક્રમ)અને રાગિણી(એશ્વર્યા રાય) વીરા કોઈ કાયદામાં વિશ્વાસ નથી કરતો. એ જે કહે છે એ જ નિર્વિવાદ રૂપમાં કાયદો બની જાય છે. દેવનુ કામ છે કાયદાનુ પાલન કરવાનુ.

રાગિણી એક ક્લાસિકલ ડાંસર છે અને દેવને દિલ આપે બેસે છે. બંને લગ્ન કરી લે છે. ઉત્તરી ભારતના એક નાના શહેર લાલ માટીમાં દેવની પોસ્ટિંગ હોય છે અને તેઓ બંને ત્યાં પહોંચી જાય છે.

લાલ માટી એવુ શહેર છે જ્યા પોલીસનો નહી પરંતુ વીરાનો કાયદો ચાલે છે. બીરા એક આદિવાસી છે અને વર્ષોથી એ ક્ષેત્રમાં તેના નામનો ડંકો વાગે છે. દેવ આ વાતથી સારી રીતે પરિચિત છે કે જો તેને શહેરમાં કાયદાકીય વ્યવસ્થા અને શાંતિ ફરી સ્થાપિત કરવી હોય તો વીરા નામની મોટી માંછલીને ફાંસવી પડશે.

IFM
વીરાની દુનિયાને દેવ હલાવી નાખે છે અને તેની પકડમાંથી વીરા બચી નીકળે છે. ઘાયલ વાઘની જેમ વીરા પાછો આવે છે અને દેવ,વીરા અને રાગિણીની યુધ્ધભૂમિ જંગલ બની જાય છે.

ગાઢ અને ડરાવનારા જંગલમાં તેનો સામનો પોતાની હકીકત સાથે થાય છે. આ યાત્રા તેમના વિશ્વાસ અને ભાવનાઓની પરીક્ષા લે છે. ભાવનાઓ પણ જંગલની જેમ ભ્રામક અને ડરાવનારી છે.

આ જંગલમાં ગુણ વિરુધ્ધ અવગુણની લડાઈ થાય છે. એક તરફ દેવ તો બીજી તરફ વીરા, એક તરફ રામ અને બીજી તરફ રાવણ. પરંતુ સારા અને નરસાંની વચ્ચેની રેખા ઝડપથી ઝાંખી પડતી જાય છે, સમજાતુનથી કે આપણે કોની સાથે છીએ. જ્યારે નફરત પ્રેમમાં બદલવા માંડે છે અને જે સારુ છે તેમા અવગુણ દેખાવવા માંડે છે. ત્યારે સમજાતુ નત હી કે આપણે કોની તરફથી લડીએ.
IFM

દસ માથા
દસ મગજ.
સો અવાજ.
એક માણસ.
શુ આવો કોઈ માણસ હતો ?
શુ આ કલ્પના છે.. કે પછી આજે પણ એ જીવતો છે ?
તે કંઈ લાઈન છે જે સારા અને નરસાંને વિભાજીત કરે છે ?
જો આપણે લાઈનની બીજી બાજુ ઉભા રહીએ તો શુ આપણો દ્રષ્ટિકોણ બદલાય જાય છે ?
શિકાર અને શિકારી વચ્ચે જે બંધન હોય છે તે 'ડૂ અને ડાઈ'ની જેવો હોય છે. તેમની વચ્ચે જે તણાવ હોય છે તે સમગ્ર દુનિયાથી તેમને જુદો પાડી દે છે.
શુ દસ માથા એક માથા કરતા સારા છે ?
શુ રાવણની અંદર રામ છે ?
અને શુ એક રાવણ આપણા દરેકની અંદર હાજર છે ?