સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

લાઈફ પાર્ટનર

IFM
બેનર : બર્માવાલા બ્રધર્સ, સ્ટુડિયો 18
નિર્માતા અબ્બાસ બર્માવાલા, મસ્તાન બર્માવાલા, હુસૈન બર્માવાલા, હુસૈન બર્માવાલા
નિર્દેશક : રૂમી જાફરી
સંગીત : પ્રીત
કલાકાર : ફરદીન ખાન, જેનેલિયા ડિસૂજા, તુષાર કપૂર, પ્રાંચી દેસાઈ, ગોવિંદા, અનુપમા ખેર.

લગ્નને લઈને સૌ લોકોના જુદા જુદા વિચાર છે. લગ્નનો લાડુ એવો છે કે ખાનારો પણ પછતાય છે અને ન ખાનારો પણ. કેટલાક લોકો એરેંજ મેરેજ પર વિશ્વાસ કરે છે તો કેટલાક લવ મેરેજ પર. કેટલાક એવા પણ છે જેમને લગ્ન પર વિશ્વાસ જ નથી. 'લાઈફ પાર્ટનર'ની વાર્તા પણ આવા જ કેટલાક લોકોની આજુબાજુ ફરે છે.

IFM
કરણ(ફરદીન ખાન) અને સંજના (જેનેલિયા ડિસૂજા) એક બીજાને એટલા ચાહે છે કે જાણે 'મેડ ફોર ઈચ અધર હો' પોતાના સંબંધોને વધુ આગળ લઈ જવા માટે લગ્ન તેમનુ આગળનુ પગલુ છે. શુ લવ મેરેજ દ્વારા સાચો લાઈફ પાર્ટનર મળી શકે છે ખરો ?

ભાવેશ (તુષાર કપૂર)ની લાઈફ પાર્ટનર બનવા માટે પ્રાંચી(પ્રાચી દેસાઈ) ને તેના ઘરવાળા પસંદ કરે છે. શુ પ્રાંચી વહુની પરિભાષા પર ખરી ઉતરશે ખરી ? શુ એરેંજ મેરેજ દ્વારા સાચો લાઈફ પાર્ટનર મળી શકે છે ખરો ?

IFM
જીત (ગોવિંદા) એક એવો વકીલ છે જે મોટાભાગે છુટાછેડાના જ કેસ લડે છે. તેને લગ્ન પર બિલકુલ વિશ્વાસ જ નથી. શુ તેની 'નો મેરેજ' નીતિ યોગ્ય છે ? શુ જીતને કદી કોઈ લાઈફ પાર્ટનર મળશે ? શુ એ લગ્ન કરશે ?

આ ત્રણેના લગ્નને લઈને જુદા જુદા વિચારો છે. કોણ યોગ્ય છે અને કોણ ખોટુ, તે માટે તમારે જોવી પડશે 'લાઈફ પાર્ટનર'.