સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

'વીર'ની સ્ટોરી

નિર્માતા : વિજય ગલાની, સુનીલ એ. લુલ્લા
નિર્દેશક : અનિલ શર્મા
ગીત : ગુલઝાર
સંગીત : સાજિદ-વાજિદ
કલાકાર : સલમાન ખાન, જરીન ખાન, સોહેલ ખાન, લિસા, મિથુન ચક્રવર્તી, જેકી શ્રોફ.
રિલીઝ ડેટ : 22 જાન્યુઆરી 2010

'વીર' પિંડારી સૈનિકોની બહાદુરીથી ભરેલ કારનામાની વાર્તા છે. આ એક સ્વતંત્રતા સૈનાનીની વાર્તા છે. જેમા ન્યાય અને સ્વતંત્રતાને માટે લડાઈ લડી. 'વીર' પ્રેમ, દ્રઢ સંકલ્પ અને વીરતા વિશે છે. બહાદુરીથી ભરેલ આ પીરિયડ ડ્રામા દરેક એ ભારતીયની વાર્તા છે જે ન્યાય અને સ્વતંત્રતાને માટે હિમંત અને બહાદુરીથી લડ્યો.

આ વાર્તા છે વીરની જેને પોતાની માતૃભૂમિની તરફથી લડવા માટે પોતાનુ જીવન સમર્પિત કરી દીધુ. તેનો એક વધુ ઉદ્દેશ્ય હતો. માઘવગઢના રાજા સાથે પોતાના પિતાનો બદલો લેવો. એ રાજાએ બ્રિટિશ સાથે મળીને પિંડારિયોને દગો કર્યો હતો.

વાર્તામાં રોચક મોડ ત્યારે આવે છે જ્યારે વીર માઘવગઢની રાજકુમારીને પોતાનુ દિલ આપી બેસે છે. પ્રેમ અને કર્તવ્યમાંથી વીર કોને પસંદ કરશે ? શુ તે પોતાના પિતાનો બદલો લઈ શકશે ? જાણવા માટે તમારે જોવી પડશે 'વીર'.