આઈ હેટ લવ સ્ટોરીઝ : ફિલ્મ સમીક્ષા
નિર્માતા : હીરુ યશ જૌહર, કરણ જૌહર, રોની સ્ક્રૂવાલા. લેખક-નિર્દેશક - પુનીત મલ્હોત્રા સંગીત - વિશાલ-શેખર કલાકર : ઈમરાન ખાન, સોનમ કપૂર , સમીર દત્તાની, સમીર સોની, કેતકી દવે, અંજૂ મહેન્દ્રૂ, બ્રૂના અબ્દુલ્લા. સેંસર સર્ટીફિકેટ : યૂ એ * 16 રીલ. રેટિંગ 3/5 છોકરાને પ્રેમ અને પ્રેમ સાથે સંકળાયેલ બધી વસ્તુઓથી નફરત છે. બીજી બાજુ એક છોકરી છે તેની નજરમાં પ્રેમથી સુંદર કશુ જ નથી. બંનેની મુલાકાત થાય છે અને વિચારોમાં ફેરફાર થવા માંડે છે. પુનીત મલ્હોત્રાએ એક સારી થીમ પસંદ કરી છે. પરંતુ સ્ક્રિપ્ટમાં થોડી કસાવટ કરવામાં આવતી તો 'આઈ હેટ લવ સ્ટોરીઝ' એક સારી ફિલ્મ બની જતી. કેટલીક ઉણપો છતા આ ફિલ્મ બાંધીને મુકવામાં સફળ થાય છે. વીર (સમીર સોની) એક એવા નિર્દેશક છે જે કાયમ લવ સ્ટોરીઝ પર આધારિત સફળ બનાવે છે. તેની બધી ફિલ્મો એક જેવી રહે છે, જેમા ભરપૂર ડ્રામા છે. તેના આસિસ્ટેંટ જે (ઈમરાન ખાન)ને આ પ્રેમ સ્ટોરીઓથી નફરત છે. તેનુ માનવુ છે કે પ્રેમ જેવુ કશુ જ હોતુ નથી આ બધી બેકારની વાતો છે. વીર પોતાની નવી ફિલ્મમાં સિમરન(સોનમ કપૂર)નામની પ્રોડક્શન ડિઝાઈનરને જોડે છે, જે દિવસ-રાત પ્રેમના વિચારોમાં ડૂબેલી રહે છે. ટેંડી બિયર, પિંક કલર, કેંડલ લાઈટ ડિનર, ફ્લાવર્સ, કેક, રોમાંટિક ફિલ્મો જ તેની દુનિયા છે. તે રાજ(સમીર દત્તાની)ને ખૂબ જ પ્રેમ કરે છે. બે જુદા વિચારવાળા લોકો મળે તો તેમની વચ્ચે ટકરાવ થવો સ્વભાવિક છે. અહી સુધી ફિલ્મ ઘણી સારી બની છે. સિમરનનો બોયફ્રેંડ દ્વારા મજાક કરવી, ફોર્મૂલોવાળી લવ સ્ટોરીઝ પર બનેલે એફિલ્મની મજાક ઉડાવવી, સિમરન અને જે વચ્ચેની મીઠી લડાઈ સારી લાગે છે. પરંતુ ત્યારબાદ ફિલ્મ એ જ ફોર્મૂલા પર ચાલવા માંડે છે, જેની પહેલા મજાક ઉડાવવામાં આવી હતી. સિમરન કંફ્યૂઝ થઈ જાય છે. મિસ્ટર રાઈટ(રાજ)ને બદલે તેને મિસ્ટર રોંગ(જે)ગમવા માંડે છે. તે રાજને છોડીને જે ને પ્રેમ કરવા માંડે છે. તેને દિલની વાત કહે છે, પરંતુ જે પ્રેમમાં પડવા નથી માંગતો. જે જ્યારે તેનો પ્રેમ ઠુકરાવી દે છે ત્યારે તે રાજની પાસે પરત ફરે છે. સિમરની ઉણપને જે અનુભવવા માંડે છે અને તેને સમજાય જાય છે કે આ જ પ્રેમ છે. તે સિમરનને 'આઈ લવ યૂ કહે છે' અને હવે તેને સિમરન ઠુકરાવી દે છે. છેવટે અડચણો દૂર થઈ જાય છે. પ્રેમીઓનુ મિલન થાય છે અને જે માની લે છે કે પ્રેમનુ નામ જ જાદુ છે. ફિલ્મનો બીજો ભાગ નબળો લાગ છે, કારણ કે તેમા નવ કશુ જ નથી. તે તમામ ઘટનાઓ તેમાં રીપિટ કરવામાં આવી છે જે આપણે ઢગલો ફિલ્મમાં જોઈ ચૂક્યા છે. સાથે જ આ દ્ર્શ્યોને લાંબા ખેંચવામાં આવ્યા છે. આ ભાગમાં પ્રથમ ભાગ જેવી મસ્તી અને તાજગી જોવા નથી મળતી. જો કે કેટલાક સારા દ્રશ્યો આ ભાગમાં જોવા મળે છે. લેખકના રૂપમાં પુનીત કંઈક નવુ વિચારતા તો આ એક સારી ફિલ્મ બની જતી. જ્યા સુધી નિર્દેશનનો પ્રશ્ન છે તો લાગતુ જ નથી કે આ પુનીતની પ્રથમ ફિલ્મ છે. તેમણે વાર્તાને એ રીતે ફિલ્માવી છે કે દર્શકોની રુચિ બની રહે છે. ફિલ્મમાં રસ જાગવાનુ એક બીજુ કારણ છે ઈમરાન ખાન અને સોનમ કપૂરને કેમેસ્ટ્રી અને એક્ટિંગ છે. બંને એકબીજાના પૂરક લાગે છે અને ભવિષ્યમાં એ સફળ જોડી બની શકે છે. '
લક' અને 'કિડનેપ' માં પોતાના અભિનયથી નિરાશ કરનારા ઈમરાન આશા જગાવે છે કે સારા નિર્દેશક તેમને મળે તો તે અભિનય કરી શકે છે. આ ફિલ્મ પછી સોનમ કપૂરની માંગ વધવાની છે. સુંદર લાગવાની સાથે સાથે તેણે અભિનય પણ સારો કર્યો છે. ફિલ્મમાં ઘણા ફિલ્મકારો અને તેમની ફિલ્મોની મજાક બનાવવામાં આવી છે, જેમાં આ ફિલ્મના નિર્માતા કરણ જોહરનો પણ સમાવેશ છે. કરણને આ સાહસ બદલ શુભકામના આપવી જોઈએ કારણ કે માત્ર તેમની ફિલ્મો, કડવા ચોથ અને નાટકીય દ્રશ્યોનુ જ નહી પરંતુ એક કેરેક્ટર વીર (સમીર સોની)ના રૂપમાં તેમની પણ મજાક ઉડાવવામાં આવી છે. સમીર સોનીએ આને સારી રીતે ભજવ્યુ છે. સમીર દત્તાનીએ બોરિંગ લવરના રૂપમાં સારુ કામ કર્યુ છે. વિશાલ શેખરનુ સંગીત ફિલ્મના મૂડના મુજબનુ છે. 'આઈ હેટ લવ સ્ટોરીઝ' અને 'બિન તેરે' તો પહેલીવાર જ સાંભળીને સારુ લાગવા માંડે છે. અયાનાંકા બોસની સિનેમાટોગ્રાફી આંખોને સારી લાગે છે. '
આઈ હેટ લવ સ્ટોરીઝ'નો શાનદાર પ્રથમ હાફ છે. ઈમરાન-સોનમની ઉમ્દા કેમેસ્ટ્રી છે. સારુ સંગીત છે. આ કારણે આ એક સારી 'ટાઈમ પાસ' ફિલ્મ છે.