જે સફળતા અનુભવ સિન્હાને 'દસ'માં મળી હતી, તેની જ પુનરાવૃત્તિ કરવાની કોશિશ તેમણે 'કેશ'માં કરી છે. 'દસ'ની તુલનામાં 'કેશ' સાત પણ નથી. આ ફિલ્મને સ્ટાઈલિશ બનાવવાના ચક્કરમાં તેમણે વાર્તાને ડ્રાઈવિંગ સીટની જગ્યાએ પાછળની સીટ પર બેસાડી દીધી.
આ એક ચોર મંડળીની વાર્તા છે, જે પેટ ભરવા માટે ચોરી નથી કરતા. તે કરોડો-અરબો રૂપિયાની ચોરી કરે છે. આ ચોર ખૂબ જ આધુનિક અને બુધ્ધિમાન છે. તે ચોરી કરતી વખતે પોતાની તકનીકી કૌશલને ઉપયોગમાં લાવે છે.
બહુમૂલ્ય હીરાની પાછળ અજય દેવગનની ગેંગ અને સુનીલ શેટ્ટી પડેલા હોય છે. આ હીરાની રક્ષા કરવાની જવાબદારી શમિતા શેટ્ટીની હોય છે. શમિતા અને અજય એક-બીજાને પ્રેમ કરતા હોય છે. અજયના અસલીયતની શમિતાને જાણ નથી હોતી.
શમિતા કેટલી હોશિયાર પોલિસ ઓફિસર છે એ તો આ વાત પરથી જ ખબર પડી જાય છે કે તેને કરોડો રૂપિયાના હીરાની રક્ષા કરવાની જવાબદારી સોપવામાં આવે છે, પણ તેને પોતાના પ્રેમી સાથે રહેવા છતાં તેના વિશે કશી જાણકારી નથી હોતી.
નિર્દેશક અનુભવ સિન્હા એ હોશિયારી બતાવી છે, પણ ખામીઓને છુપાવવાની. વાર્તાની નબળાઈ જોતાં તેમણે ફિલ્મની ગતિ એટલી તેજ રાખી છે કે દર્શકોને કશું જ વિચારી ન શકે. મધ્યાંતર પહેલાની ફિલ્મ એટલી ઝડપી છે કે દર્શકોને તે ઝડપ સાથે તાલમેલ બેસાડવો મુશ્કેલ થઈ જાય છે. મધ્યાંતર પછી ફિલ્મની ગતિ થોડી ઓછી થાય છે.
બીજી હોશિયારી તેમણે સ્ટંટ દ્રશ્યોમાં બતાવી છે. ફિલ્મના જે પણ સ્ટંટ દ્રશ્યો વિચારવામાં આવ્યા હતા, તે એટલા મુશ્કેલ છે કે તેનું ફિલ્માંકન કરવું બહું અધરુ કામ હતુ. જો તેનું ફિલ્માંકન કરવામાં પણ આવતુ તો તેમાં એટલા પૈસા લાગી જતાં કે તેટલા પૈસામાં તો તેમની 'કેશ' જેવી દસ ફિલ્મો બની જતી. એટલે તેમણે એ સ્ટંટ દ્રશ્યોને એનિમેશનની ગરબડ-શરબડ કરીને બતાવી. અજય દેવગન જે રમકડાં જેવા એર ક્રાફ્ટની મદદથી પૈસા લૂંટે છે, તે બહું હાસ્યાસ્પદ લાગે છે.
ફિલ્મમાં શોટ બદલવાની ગતિ એટલી ઝડપી છે કે કોઈ પણ શોટ દસ સેંકડથી વધુનો નથી. આટલી ઝડપથી કટ કરવાને કારણે ધણી કમીયો દેખાતી જ નથી.
એમાં કોઈ શક નથી કે ફિલ્મ સ્ટાઈલિશ છે. પણ આ સ્ટાઈલ ત્યારે નિરર્થક લાગે છે જ્યારે તેની પાછળ કોઈ મજબૂત આધાર નથી હોતો અથવા તે અતિનો શિકાર ન હોય.
ફિલ્મમાંથી રોમાંસ તો ગાયબ જ કરી નાખ્યો છે. થોડા કોમેડી દ્રશ્યો છે, જે હસાવે છે. ખાસ કરીને અજય અને શમિતાવાળા એ દ્રશ્યો જેમાં શમિતાની કાર બગડી જાય છે.
અજય દેવગન પોતાના રંગમાં ન દેખાયા. કદાચ તેમણે પણ દ્રશ્ય ને સમજવામાં મુશ્કેલી પડી હશે. તેમણે એક જોક્સને બે વાર સંભળાવ્યો, પણ બંને વાર તેમણા અસ્પષ્ટ ઉચ્ચારણના કારણે કદાચ જ કોઈ સમજી શક્યું હોય. રિતેશનો તો અવતાર જ બગાડી નાખ્યો. આખી ફિલ્મમાં એવા લાગ્યા કે જાણે ઊંધમાંથી ઉઠીને સીધા સેટ પર ન આવ્યા હોય ! જાયેદ ઠીક લાગ્યા.
સુનીલ શેટ્ટી દરેક ફિલ્મમાં એક જેવાં જ રહે છે, અને બોર કરે છે. નાયિકાઓમાં સૌથી વધુ ફૂટેજ શમિતા શેટ્ટીને મળ્યું. શમિતાએ પોતાનું પાત્ર સારી રીતે ભજવ્યુ. દીયા સુંદર લાગી પણ ઈશાનો મેકઅપ ખરાબ હતો.
વિશાલ-શેખરનું સંગીત ફિલ્મના મૂડને સૂટ થાય છે. 'માંઈડબ્લોઈંગ માહિયા' ગીત સારું છે. રેમો અને રાજીવ ગોસ્વામીની કોરિયોગ્રાફી ઉલ્લેખનીય છે.
ટૂંકમાં કહીએ તો 'કેશ' એ એક એવી નોટ છે જે જોવામાં તો ખૂબ જ કિમતી લાગે છે, પણ બજારમાં તેનું કોઈ મૂલ્ય નથી.