ચિંદિયોં થી બની બિગ બ્રધર
નિર્માતા-નિર્દેશક : ગુડ્ડુ ધનોવાસંગીતકાર : સંદેશ શાંડિલ્ય અને આનંદ રાજ આનંદકલાકાર : સની દેઓલ, પ્રિયંકા ચોપડા, ડૈની , ફરીદા જલાલ, સયાજી શિંદે, શાહબાજ ખાનનિર્દેશક ગુડ્ડુ ધનોઆ અને સની દેઓલ ને જોડી એ “જીદ્દી” અને ‘સલાખે’ જેવી હીટ ફિલ્મો આપી છે. આજથી દસ-પંદર વર્ષ પહેલા દર્શકો આવી ફિલ્મો પસંદ કરતા હતાં. જ્યારે નાયક ને તેઓ અન્યાય સામે લડતા જોતા હતાં. પણ હવે જ્યારે જમાનો બદલાઈ ગયો છે. પરંતુ સન્ની અને ગુડ્ડુ અત્યારે પણ એ જ યુગમાં જીવે છે. “બિગ બ્રધર” ને ગુડ્ડુએ આજથી પાંચ-છ વર્ષ પહેલા શરૂ કરી હતી જે અત્યારે દર્શકોની સામે આવી છે. આ પ્રકારની ફિલ્મો તમે અનેક વખત જોઈ હશે અને આગળ શું થવાનુ છે એની તમને પ્રત્યેક પળે ખબર રહે છે. ભ્રષ્ટ રાજનેતા, ભ્રષ્ટ પોલીસ, ગુંડા જ્યારે ભોળી પ્રજા પર અન્યાય કરે ત્યારે દેવધર ગાંધી(સન્ની દેઓલ)થી સહન થતું નથી. એનુ લોહી ઉકળી જાય છે. જ્યારે કોઈ છોકરીની મશ્કરી કરવામાં આવે છે. દહેજ ના લોભી દહેજ માંગે છે, જ્યારે કોઈ છોકરીઓ ના મોઢા પર તેજાબ ફેંકવામાં આવે છે. વૃદ્ધ માં-બાપને પુત્રો દ્વારા ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે. આવા બેસહારા લોકોને જ્યારે ન્યાય નથી મળતો ત્યારે તે દેવ પાસે આવે છે. અને દેવ કાનૂન હાથમા લઈને બધાને સજા કરે છે. તે પોતાનું વિઝિટિંગ કાર્ડ છપાવીને લોકોને આપે છે કે મદદ માટે આ નંબર પર સંપર્ક કરવો. તેનુ એવું માનવું છે કે અગર આજે ગાંધીજી જીવતા હોત તો તેઓ પણ પોતાની રક્ષા માટે લાકડી ઉઠાવી હોત. લોકોને શિક્ષા આપતા આપતા અડધાથી પણ વધારે ફિલ્મ લોકોને સબક શિખવાડવામાં નીકળી જાય છે. તેના પછી નિર્દેશક ને ભાન આવે છે કે ફિલ્મમાં કંઈક સ્ટોરી પણ નાખવી જોઈએ. તેણે ફિલ્મમાં છેવટે હંમેશાની જેમ, ચવાયેલી સ્ટોરી નાખી દે છે. જેમાં દેવના ઘરવાળાઓને ગુંડા સાથે સીધી લડાઈ થાય છે. તે બધાને મારી નાખીને બધાની વચ્ચે હીરો બની જાય છે. ફિલ્મનો નાયક કાયદાને ખિસ્સામાં રાખીને ફરે છે. દરેક સમયે તે મારપીટ કરતો હોવા છતાં પોલિસ તેનું કશું બગાડી શકતી નથી. પૂરી ફિલ્મ ટુકડે-ટુકડે બની હોવાથી થિગડાં ચોખ્ખા જોવા મળે છે. આ ટુકડાઓને જોડવા ખાસી મેહનત કરવી પડી છે. જેમ તેમ થિગડાં મારીને ફિલ્મને પૂરી કરી દીધી છે. પરંતુ ફિલ્મ ક્યારે ફ્લેશબેક માં જાય છે અને ક્યારે પૂરી થાય છે તે દર્શકોને ખબર જ નથી પડતી. સન્નીનાં ચાહકો સન્ની ને જેવા રોલ માં જોવા માંગતા હતા તેવો રોલ તો છે પણ સ્ટોરીમાં દમ ન હોવાથી દર્શક તેની સાથે જોડાઈ શક્યાં નથી. અભિનય ની દ્રષ્ટિથી જોવા જઈએતો સન્ની માટે આ પ્રકાર નો અભિનય કરવો એ એક સામાન્ય વાત છે. અભિનય થી વઘારે તો તેમણે હાથપગ ચલાવ્યા છે. સન્નિના ચેહરા પર વધતી ઉમર સ્પષ્ટ જોઇ શકાય છે. દાઢી વઘારીને અને વાળથી માથાની કરચલીઓ ને સંતાડવાની સારી કોશિશ કરી છે. પરંતુ હવે સન્નિને હીરોનો રોલ શોભતો નથી. પ્રિયંકા ચોપડાના ખાતે બે ગીત અને બે-ત્રણ ડાયલોગ આવ્યા છે. શાહબાઝ ખાન અને સયાજી શિંદેએ ખલનાયકનો રોલ સારો કર્યો છે. ડેની હજુ પણ સારો લાગે છે. રાજુ શ્રીવાસ્તવે વચ્ચે-વચ્ચે આવીને બકવાસ ચુટકૂલા રજૂ કર્યા છે. ફિલ્મમાં ગીત તો જાણે ખાલી જગ્યા પૂરવા માટે હોય તેવું લાગે છે. તકનીશિયનોની પૂરી કોશિશ રહી છે કે ફિલ્મની કમજોરીને ઢાંકી શકાય, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યાં છે. ફિલ્મમાં મારધાડ એટલી બધી છે કે ડાયરેક્ટરથી વધારે ફાઈટ માસ્ટરને વધારે મહેનત કરવી પડી હોય.ચિધીંયોથી બનેલું કપડું કેવુ દેખાય ? તે આ ફિલ્મ જોઈને તમે અનુમાન લગાવી શકો છો.ભાવાનુવાદ - શ્રીમતી કલ્યાણી દેશમુખ