ડૂ નોટ ડિસ્ટર્બ : ગોવિંદા-ડેવિડનો ફ્લોપ શો
બેનર : પૂજા એંટરટેનમેંટ (ઈંડિયા) લિ.,બિગ પિક્ચર્સનિર્માતા : વાસુ ભગનાની નિર્દેશક : ડેવિડ ધવન સંગીત : નદીમ-શ્રવણકલાકાર : ગોવિંદા, સુષ્મિતા સેન, લારા દત્તા, રિતેશ દેશમુખ, સોહેલ ખાન, રણવીર શૌરી, રાજપાલ યાદવ, મનોજ પાહવા, વિશેષ ભૂમિકા - રિતુપર્ણા સેનગુપ્તા અને સતીષ કૌશિક. યૂ/એ અર્ટિફિકેટ બે કલાક પાંચ મિનિટ ઘણી સફળ ફિલ્મો આપનારી ગોવિંદા-ડેવિડ ધવનની સફળ જોડી એકવાર ફરી 'ડૂ નોટ ડિસ્ટર્બ' લઈને આવી છે. દરેકને વધુ આશ હોય એ સ્વાભાવિક છે. પરંતુ આ વખતે આ જોડી બધાની આશા પર ખરી ન ઉતરી. એવુ લાગે છે કે આ બંને પાસે નવુ આપવા માટે કશુ બચ્યુ. પોતાની જ જૂની ફિલ્મોને આધારે તેમણે નવી ફિલ્મ બનાવી છે. આપણે જાણીએ છીએ કે ડેવિડ ધવનની ફિલ્મોમાં મગજનો ઉપયોગ ન કરવો જોઈએ, પરંતુ તેમની ફિલ્મમાં વાર્તા પર વધુ વિચાર ન કરવો જોઈએ, પરંતુ 'ડૂ નોટ ડિસ્ટર્બ'ના કોમેડી સીન એ જ ચવાયેલા અને વાસી છે. એક શ્રીમંત અને સફળ પત્ની (સુષ્મિતા સેન)ના પતિ (ગોવિંદા)નુ સુપરમોડલ (લારા દત્તા)સાથે અફેયર ચાલી રહ્યુ છે. તેની પત્નીને તેના પર શક છે. પોતાની પત્નીથી બચવા માટે એ એક વેઈટર(રિતેશ દેશમુખ)ને તેનો બોયફ્રેંડ બનાવી દે છે. આ પછી શરૂ થાય છે ગેરસમજની લાંબી પ્રક્રિયા. ફિલ્મની વાર્તા નબળી છે, તેથી કોમિક દ્રશ્યો મજબૂત હોવા જરૂરી છે. જેથી દર્શકો વાર્તાને ભૂલીને તેનો આનંદ ઉઠાવે. આ જ જગ્યાએ ફિલ્મ નબળી સાબિત થાય છે. મોટાભાગના દ્રશ્યોને જોઈને હસુ આવે છે પરંતુ બોરિંગ લાગે છે. ઈંટરવલ પછી ફિલ્મમાં થોડી પકડ આવે છે, પરંતુ લેખક યુનૂસ સેજવાલે વાત પુરૂ કરવામાં ખૂબ લાંબો સમય લીધો જેના કારણે ફિલ્મ તેની અસર ગુમાવી બેઠી. રણવીર શૌરીના ડબલ રોલવાળી ઘટનાક્રમ અને સોહેલ ખાનવાળો ભાગ જબરદસ્તી ઠૂંસેલો લાગે છે. નિર્દેશક ડેવિડ ધવન ફોર્મમાં ન લાગ્યા અને આ જ હાલ ગોવિંદાના છે. ગોવિંદાનો અભિનય 'સારાથી ખરાબ સુધી' લટકી રહ્યો છે. અભિનયના નામ પર એ બૂમો વધુ પાડે છે. પોતાના સિવાય તેણે ઘણા કલાકારની મિમિક્રી કરીને પોતાની ચવાયેલો અભિનય રિપીટ કર્યો છે. મોટકલા ગોવિંદાને બે ભૂતપૂર્વ મિસ યૂનિવર્સ સાથે રોમાંસ કરતા જોવા એ થોડુ વિચિત્ર લાગે છે. લારા દત્તા નિરાશ કરે છે. હાસ્ય દ્રશ્યોમાં અભિનયના નામ પર તેઓ અસહાય લાગી. સુષ્મિતા સેનનો અભિનય ઠીક છે,પરંતુ તેનુ વજન ઘણુ વધી ગયુ છે. રિતેશ દેશમુખ, રણવીર શૌરી, મનોજ પાહવા અને રાજપાલ યાદવે પોતાના અભિનય દ્વારા થોડા હસાવ્યા છે. સોહેલ ખાનની ભૂમિકામાં કોઈ દમ નથી. તેથી તેઓ કોઈ અસર નથી છોડી શક્યા. ઘણા લાંબા સમય પછી સંગીત આપી રહેલ નદીમ-શ્રવણે એક બે સાંભળવા લાયક ધૂન બનાવી છે.