ડેડી કૂલ : હસાવવાની નિષ્ફળ કોશિશ

વેબ દુનિયા|

IFM
બેનર : મારુતિ ઈંટરનેશનલ, બિગ પિક્ચર્સ
નિર્માતા : અશોક ઠાકરિયા, ઈન્દ્ર કુમાર
નિર્દેશક : કે. મુરલી મોહન રા
સંગીત : રાઘવ સચ્ચર
કલાકાર : સુનીલ શેટ્ટી, આરતી છાબડિયા, આશીષ ચૌધરી, ટ્યુલિપ જોશી, આફતાબ શિવદાસાની, જાવેદ જાફરી, કિમ શર્મા, સોફિયા ચૌધરી, રાજપાલ યાદવ, ચંકી પાંડે, સુહાસિની મુળે, પ્રેમ ચોપડા, વૃજેશ હીરજી, શરદ સક્સેના.
સેંસર સર્ટિફિકેટ : યૂ/એ 110 મિનિટ

રેટિગ-1.5/5

નિર્માતા ઈન્દ્ર કુમાર અને અશોક ઠાકરિયાએ લગભગ સવા કરોડ રૂપિયા ખર્ચ કરીને હોલીવુડ ફિલ્મ 'ડેથ એટ એ ફ્યૂરનલ'નુ હિન્દી રિમેક બનાવવાનો અધિકાર ખરીદ્યો, પરંતુ નકલ કરવામાં પણ અક્કલની જરૂર હોય છે નહી તો 'દિલ્લીમાં કુતુબમીનાર છે' ની જગ્યાએ નકલચી વિદ્યાર્થી 'દિલ્લીમાં કુતરૂ બીમાર છે' પણ લખી નાખે છે.
કાંઈક આવા જ હાલ આ ફિલ્મના પણ છે. નકલ પણ વ્યવસ્થિત રીતે ન કરી. એક સારી વાર્તા (જેમ કોમેડીની સારી તક હતી)ને ખરાબ સ્ક્રીનપ્લે, ઓવર એક્ટિંગ અને ખરાબ નિર્દેશને બરબાદ કરી નાખી. વાર્તા તો વિદેશી ઉઠાવી લીધી પરંતુ તેનુ ભારતીયકરણ કરવામાં ચવાયેલા જોક્સ, ખરાબ સંવાદો અને દ્રશ્ય નાખી દીધા અને હસાવવાની નિષ્ફળ કોશિશ કરવામાં આવી છે.

IFM
સ્ટીવન લૈજારસ (સુનીલ શેટ્ટી)ના પિતાજીનો અંતિમ સંસ્કાર થવાનો છે. સંબંધીઓ અને મિત્રોની ભીડ લાગેલી છે. દરેક પાત્રની પોતાની વાર્તા છે. ક્કોઈ બદલો લેવા માંગે છે તો કોઈ આવા સમયે પણ પ્રેમાલાપમાં લાગ્યુ છે. સાસુ-વહુ અને ભાઈ-ભાઈ વચ્ચે બોલચાલ બંધ છે. શક કરનારી પત્ની છે. હોટ મોડલ પણ છે જે દરેકની સાથે એક રાત વિતાવવા તૈયાર છે. ડ્રગ્સ અને બ્લેકમેલિંગ પણ છે. વાર્તામાં હાસ્ય ઉભુ કરવાનો બધો સામાન છે, પરંતુ સ્ક્રિપ્ટે બધી મજા બગાડી નાખી છે.
ફિલ્મમાં દરેક પાત્રની વાર્તા છે. પરંતુ મોટાભાગની નબળી છે. ખાસ કરીને આફતાબ શિવદાસાનેવાળી, જેમાં એ ડ્રગના નશામા ખરાબ વર્તણૂક કરતો રહે છે. આ જ રીતે જાવેદ જાફરી અને પ્રેમ ચોપડા વચ્ચેનો ટોયલેટવાળો સીન ધૃણા ઉપજાવે છે. ટ્યુલિપ જોશી અને વૃજેશ હીરજીના દ્રશ્ય પણ વારંવાર બતાવાતા બોરિંગ લાગે છે.

બાકીની કસર મુરલી મોહન રાવના કમજોર નિર્દેશને પૂરી કરી નાખી છે. આ ડ્રામા થોડાક કલાકનો અને માત્ર એક જ સેટ પર છે. તેથી નિર્દેશકની જવાબદારી બને છે કે ફિલ્મને એકરસતાથી બચાવે, પરંતુ મુરલી તેમા નિષ્ફળ રહ્યા છે.
IFM
બી ગ્રેડના કલાકારોનો ફિલ્મમાં મેળો લાગ્યો છે. સુનીલ શેટ્ટી નિરાશ કરે છે. આફતાબ શિવદાસાએ વધુ પડતી ઓવર એક્ટિગ કરી છે. જાવેદ જાફરી અને ચંકી પાંડેએ હસાવવા માટે વિવિધ મોઢા બનાવ્યા છે. આશીષ ચૌધરી ઠીક છે. રાજપાલ યાદવ અને વૃજેશ હીરજીને વધુ તક નથી મળી. નાયિકાઓમાં સોફી ચૌધરી, કિમ શર્મા, ટ્યૂલિપ જોશી અને આરતી છાબડિયા ઠીક રહી.
ટૂંકમા 'ડેડી કૂલ' એકદમ ઠંડી ફિલ્મ છે.


આ પણ વાંચો :