તીસ માર ખાઁ : ફિલ્મ સમીક્ષા
બેનર: હરીઓમ પ્રોડકશંસ, થ્રીજ કંપની, યૂટીવી મોશન પિક્ચર્સ નિર્માતા : ટ્વિંકલ ખન્ના, શિરીષ કુંદર, રોની સ્ક્રૂવાલા નિર્દેશક : ફરાહ ખાન સંગીત : વિશાલ શેખર કલાકાર : અક્ષય કુમાર, કેટરીના કેફ, અક્ષય ખન્ના, રધુ રામ, આર્ય બબ્બર સલમાન ખાન (મહેમાન કલાકાર)સેંસર સર્ટિફિકેટ : યૂ/એ *16 રીલ *2 કલાક 11 મિનિટ રેટિંગ : 2.5/5 ફરાહ ખાને સત્તર અને એશીના દસકામાં બનનારી ફિલ્મોને ઘૂંટીને પી રાખી છે. બધી સારામાંથી સારી અને ખરાબમાંથી ખરાબ ફિલ્મ તેમણે એ સમયની જોઈ રાખી છે અને તેને જ આધાર બનાવીને તે મસાલા ફિલ્મો બનાવે છે. આમ તો 'તીસ માર ખાઁ' હોલીવુડ ફિલ્મ 'આફ્ટર ધ ફોક્સ'ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, પરંતુ ફરાહે પોતાના તરફથી બોલીવુડની મસાલા ફિલ્મોનો ઝોંક લગાવ્યો છે. '
તીસ માર ખાઁ' માં એક એવી માં છે જેના પુત્ર વિશે આખી દુનિયા જાણે છે કે તે એક ચોર છે, પરંતુ મમતાની મારી માં ને તેનો પુત્ર એવુ કહીને બેવકૂફ બનાવે છે કે તે એક ફિલ્મ ડાયરેક્ટર છે. કેટલાક મજાકિયા પ્રકારના પોલીસ ઓફિસર છે, જેના હાથમાંથી ગમે ત્યારે ચોર છટકી શકે છે. આવા કેરેક્ટર એ સમયની ફિલ્મોની યાદ અપાવે છે. તબરેઝ મિર્જા (અક્ષય કુમાર)જેને દુનિયા તીસ માર ખાં કહે છે, તેને અને તેના મિત્રો ડોલર, સોડા અને બર્ગરને જૌહરી બ્રધર્સના નામી સ્મગલર્સ એક ચોરીની જવાબદારી સોંપે છે. ચાલતી ટ્રેનથી એંટિક પીસેસ ચોરે છે. જેનુ વજન છે દસ હજાર કિલો અને કિમંત છે પાંચ સો કરોડ રૂપિયા. આટલુ વજનવાળો માલ તીસ માર ખાઁ અને તેના મિત્રો કેવી રીતે ચોરી શકે છે. તેથી તેઓ એક પ્લાન બનાવે છે. ટ્રેન ધૂલિયા નામના ગામમાંથી જવાની છે. ત્યા તીસ માર ખાઁ અને તેના મિત્રો એક ફિલ્મનો સેટ લગાવે છે. ફિલ્મ માટે તે એક જાણીતા હીરો આતિશ કપૂર (અક્ષય ખન્ના)ને સાઈન કરે છે જેથી પોલીસ પ્રોટેક્શનમાં કામ થઈ શકે. આતિશની હીરોહીન આન્યા(કેટરીના કેફ)ને બનાવી દેવામાં આવે છે, જે તીસ માર ખાઁની ગર્લફ્રેન્ડ છે. અહી થાય છે ઈંટરવલ અને આટલા સુધી ફિલ્મ શ્રેષ્ઠ છે. હસ્ય દ્રશ્યોને સારા લખવામાં અને ફિલ્માવવામાં આવ્યા છે. પરંતુ ઈંટરવલ પછી ફિલ્મમાં યૂ ટર્ન જોવા લાયક છે. ઈંટરવલ પછીથી લઈને તો ક્લાઈમેક્સ સુધી ફિલ્મ વિખરાયેલી જોવા મળે છે. એવુ લાગે છે કે નિર્દેશક અને લેખકને એ સમજાયુ નથી કે ફિલ્મ કેવી રીતે આગળ વધારવી જોઈએ. જેથી તેમણે પોતાના પાત્રો પાસે એવી હરકતો કરાવી છે જેને જોઈ હસુ તો બિલકુલ નથી આવતુ. ઘણી વાતોને રબરની જેમ ખેંચવામાં આવી છે, જેમ કે અક્ષય કુમાર દ્વારા વારંવાર બોલવુ 'ખાનો મે ખાન તીસ માર ખાન' અથવા 'તવાયફ કી લુટતી ઈજ્જત કો બચાના ઔર તીસ માર ખાઁ કો કેદ કરના નામુમકિન હૈ', અક્ષય ખન્ના દ્વારા ઓસ્કરની રટ લગાવવી. મોઢા વગરનુ ભૂત જેવા કેટલાક પ્રસંગો ફાલતૂ લાગે છે. તેમ છતા ક્લાઈમૈક્સમાં થનારી ટ્રેનમાંથી થનારી ચોરીને જોવાની લાલચ બની રહે છે, કારણ કે બધા પાત્રો તેમા ભાગ લેવાના છે અને સતત આ વિશે વાત કરીને દર્શકોની આતુરતા વધારતા રહે છે. પરંતુ ફરાહે ક્લાઈમેક્સને ઉપર ઉપરથી ફિલ્માવ્યુ છે. એક ચોર દ્વારા આટલી મોટી ચોરી કરવાની થ્રિલ તેમા નહિવત છે. એવુ હોવુ જોઈએ હતુ કે આ ચોરીને ગંભીરતાથી અને રોમાંચની સાથે ફિલ્માવવાની હતી, પરંતુ ફરાહ પર કોમેડીનુ ભૂત સવાર હતુ જેથી તેમણે બધી વાતો બાજુ પર મુકી દીધી. અહીં સુધી કે કેટરીના કેફનો પણ ફરાહે યોગ્ય ઉપયોગ નથી કર્યો . કેટરીના જેમના આ સમયે દર્શકો દિવાના છે, તેને વધુ ને વધુ સ્ક્રીન પર જોવા માંગે છે, આ ફિલ્મમાં સાઈડ હીરોઈન જેવી લાગે છે. 'શીલા કી જવાની' ગીત સિવાય તેને એક પણ યોગ્ય સંવાદ આપવામાં નથી આવ્યા. અક્ષય-કેટરીનાની સુપરહિટ જોડી હોવા છતા રોમાંસ નહિવત છે. અક્ષય કુમારે પોતાનુ પાત્ર યોગ્ય રીતે ભજવ્યુ છે, જો કે જેટલો મોટો ચોર તેમને બતાડવામાં આવ્યો છે તેટલો તે લાગતા નથી. 'શીલ કી જવાની'માં કેટરીનાને ખરેખર કમાલનો ડાંસ કર્યો છે, પરંતુ આ સિવાય તેને કરવા માટે બીજુ કશુ જ નથી મળ્યુ. અક્ષય ખન્નાની વિગ વિચિત્ર હતી કે અભિનય તેનો નિર્ણય કરવો મુશ્કેલ છે. 'વલ્લાહ-વલ્લાહ' ગીતમાં સલમાન ખાને પોતાની ઝલક બતાવીને પ્રશંસકોને ખુશ કરી દીધા. મુરલી શર્મા, અમન વર્મા, સચિન ખેડેકર, અપરા મહેતા, અંજન શ્રીવાસ્તવ અને આર્ય બબ્બરે પોતાનુ કામ વ્યવસ્થિત કર્યુ છે. ફિલ્મનુ સંગીત પણ સરેરાશ દરજ્જાનુ છે. 'શીલા કી જવાની' અને 'વલ્લાહ વલ્લાહ'પણ સાંભળવાને બદલે જોવા વધુ ગમે તેવા છે ટૂંકમાં 'તીસ માર ખાઁ' એ આશાઓ પર પાણી રેડે છે જે ફિલ્મનો પ્રોમો જોઈને દશકોને બાંધી રાખી હતી.