દમ મારો દમ : ફિલ્મ સમીક્ષા
બેનર : રમેશ સિપ્પી, એટરટેનમેંટ, ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝ નિર્માતા : રમેશ સિપ્પીનિર્દેશક : રોહન સિપ્પી સંગીત - પ્રીતમ ચર્કવર્તી કલાકાર - અભિષેક બચ્ચન, બિપાશા બાસુ, રાણા દગુબતી, પ્રતિક, આદિત્ય પંચોલી, દીપિકા પાદુકોણ અને વિદ્યા બાલન(મહેમાન કલાકાર)ફક્ત વયસ્ત્કો માટે * 2 કલાક 10 મિનિટ *10 રીલ રેટિંગ અ: 2.5/5 રોહન સિપ્પીએ એ સમયેની વાર્તાને પસંદ કરી છે જ્યરે તેમના પિતા રમેશ સિપ્પી ફિલ્મો બનાવતા હતા. એ જમાનામાં દરેક બીજી ત્રીજી ફિલ્મમાં ચોર-પોલિસ વચ્ચે સંતાકૂકડી ચાલતી હતી. દમ મારો દમમાં પણ ચોર-પોલીસ છે અને પુષ્ઠભૂમિમાં ગોવા, જ્યા વર્તમાન દિવસોમાં ડ્રગ્સ માફિયાઓએ પોતાના પગ પસારી દીધા છે ગોવાને તેથી પસંદ કરવામાં આવ્યુ છે, જેથી રિયાલીટીનો આભાસ થાય. માઈકલ બારબોસા નામના એક એવો વિલન છે, જેના વિશે કોઈ નથી જાણતુ. કોઈએ તેમને જોયા નથી પોલીસવાળા તેને પડછાયો માને છે જેને પકડવાની જવાબદારી એસીપી વિષ્ણુ કામથને સોંપવામાં આવે છે વિષ્ણુ એક સમયે ગાંધીજીને ખૂબ માનતો હતો, પરંતુ માત્ર નોટમાં છપાયેલી તેમની ફોટોને કારણે. ફેમિલીનુ ધ્યાન રાખવાનુ છે તેથી પોતાના ખિસ્સા ભરવા તે લાંચ લેતો હતો. એક અકસ્માતમાં તેની પત્ની અને પુત્રનુ મૃત્યુ થાય છે, ત્યારબાદ તેને સમજાય છે કે જ્યારે માણસ પોતાના જમીરને વેચી દે છે તો જીંદગી તેને નફા સાથે વસૂલ કરે છે. હવે તે પૈસા માટે નહી પણ કર્તવ્ય માનીને પોતાની ડ્યુટી ભજવે છે. કામ દરમિયાન બે પેગ લગાવીને ગોવામાં ફેલાયેલ ડ્રગ માફિયાઓ જેને તે ગટરની ગંદકી માને છે તે સાફ કરવામાં લાગી જાય છે. આ ગટરમાં તેને એવા પણ લોકો મળે છે જે માસૂમ હોવા છતાય ડ્રગ્સના જાળમાં ફસાય જાય છે, કારણ કે મુખ્ય અપરાધી તેમનો હથિયારની જેમ ઉપયોગ કરે છે. કેવી રીતે વિષ્ણુ પોતાના કામને પુરૂ કરે છે એ એક થ્રિલરના રૂપમાં રજૂ કરવામાં આવ્યુ છે. પ્રથમ હાફમાં વાર્તા એકદમ વહેતી જાય છે. અહી સુધી ફિલ્મ પર નિર્દેશક રોહન સિપ્પીની જોરદાર પકડ છે. દરેક કેરેક્ટરની તાર ક્યાયને ક્યાક ડ્રગ માફિયાઓ સાથે જોડાયેલા છે. દરેક કેરેક્ટરનો પરિચય વાર્તાને આગળ વધારતો જાય છે અને એ સૌના સંબંધોને પરસ્પર ખૂબ જ સુંદરતાથી સાથે જોડવામાં આવ્યુ છે. ફિલ્મ એટલી ઝડપી ગતિથી ભાગે છે કે જ્યારે સ્ક્રીન પર ઈંટરવલ લખેલુ આવે છે તો ત્યારે તે બ્રેક સારો નથી લાગતો. ઈટરવલ પછી તરત જ એક ગીત આવે છે જે ખૂંચે છે, પરંતુ માની લઈએ કે ગીત દર્શકોને પરત આવીને સીટ પર બેસવા માટે થોડો સમય આપે છે. ત્યારપછીની ફિલ્મ રોહન સિપ્પીના હાથમાંથી ફિલ્મ એવી સરકી ગઈ જેવી હાથમાંથી રેતી. વાંક રોહનનો નહી પરંતુ ફિલ્મ લેખક (શ્રીધર રાઘવન)નો છે. કારણ કે અહીંથી તે વાર્તાને સારી રીતે આગળ ન લઈ જઈ શક્યા. અપરાધી સુધી પહોંચવાની એટલી મજા કે રોમાંચ નથી જેવો જોઈએ હતો. કંઈક ખૂટતુ હોય તેવુ લાગે છે. તેનુ કારણ છે ક્લાઈમૈક્સ સુધી પહોંચવા માટે લેખકે પોતાની સગવડ માટે થોડી વધુ જ છૂટ લઈ લીધી છે. કેટલાક ગીતો અને દ્રશ્યો કારણ વગર મૂક્યા છે અને કેટલાક કેરેક્ટરને મારી નખાયા છે. ક્લાઈમેક્સના પહેલા હીરોને સાઈડ લાઈન કરી દીધો છે જે દર્શકોને સારુ નથી લાગ્યુ. એક નિર્દેશકના રૂપમાં રોહનનુ કામ શ્રેષ્ઠ છે. આખી ફિલ્મમાં તેમનો દબદબો જોવા મળે છે. દર્શકોને વિચારવાનો વધુ સમય ન આપતા તેમણે ઘટનાક્રમને ખૂબ જ ઝડપી રાખી છે. દ્રશ્યોને નાના બનાવીને તેમણે વધુ પડતા કટ્સ મૂક્યા છે. ફિલ્મને તેમણે સ્ટાઈલિશ લૂક આપ્યુ છે, અને તકનીશિયનો અને અભિનેતાઓ પાસેથી કામ સારુ લીધુ છે. તકનીકી રૂપે ફિલ્મ ખૂબ જ પ્રશંસનીય છે. રામગોપાલ વર્માની મોટાભાગની ફિલ્મોને ફિલ્માવનારા અમિત રોયે અહી પણ પોતાનુ કામ ખૂબ સરસ રીતે કર્યુ છે. ફિલ્ટર્સનો ઉપયોગ કરી તેમણે ફિલ્મને એક જુદુ લુક આપ્યુ છે અને ગોવાની ગલીઓમાં ખૂબ ફિલ્માવ્યુ છે. આરિફ શેખનુ સંપાદન ખૂબ જ ચુસ્ત છે. પ્રીતમનુ સંગીત મધુર છે અને કેટલાક ગીત સાંભળવા લાયક છે. જો કે ફિલ્મ જોતી વખતે ગીત અવરોધ ઉભો કરે છે. આર.ડી બર્મન દ્વારા સંગીત બદ્ધ 'દમ મારો દમ'ગીતનો બેકગ્રાઉંડમાં સારો ઉપયોગ કર્યો છે. જે ફિલ્મ જોતી વખતે રોમાચ ઉભો કરે છે. ઘણા દિવસો પછી અભિષેક બચ્ચનનું શ્રેષ્ઠ પરફોર્મંસ જોવા મળ્યુ. એક રફ-ટફ પોલીસ ઓફિસરની ભૂમિકા તેણે શ્રેષ્ઠ રીતે ભજવી છે. બિપાશા બાસુના પાત્રમાં ઘણા શેડ્સ છે, જેને ખૂબ જ સારી રીતે ભજવવામાં આવ્યા છે. તેમની સેક્સ અપીલનો પણ સારો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાણા દગુબતીની હિંદી ફિલ્મોમાં સારી શરૂઆત છે અને તેને પણ અભિષેક જેટલુ જ ફૂટેજ આપવામાં આવ્યુ છે. પ્રતીકનો અભિનય પણ ઉલ્લેખનીય છે. દીપિકાએ પોતાના સેક્સી મૂવમેટ્સથી તેમના પર ફિલ્માવેલ ગીતને નશીલુ બનાવી દીધુ છે. કદાચ વિદ્યા બાલાનની પ્રતિભા સાથે મેળ ખાતા દ્રશ્યો નથી લખવામાં આવી રહ્યા તેથી જ તેઓ નાનકડા રોલ સ્વીકારી રહી છે જેથી દર્શકોની યાદીમાં કાયમ રહે. આદિત્ય પંચોલી ઘણા દિવસો પછી જોવા મળ્યા અને આવી ભૂમિકાઓ તેઓ પહેલા પણ ભજવી ચૂક્યા છે. '
દમ મારો દમ' તકનીકી રૂપે ખૂબ જ સશક્ત ફિલ્મ છે. જો કે આ ખરાબ ફિલ્મ નથી પણ ઈટરવલ પછી તે વધુ દમ ન લગાવી શકી.