સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

નો વન કિલ્ડ જેસિકા : ફિલ્મ સમીક્ષા

IFM
બેનર : યૂટીવી સ્પોટ બોય
નિર્માતા : રોની સ્ક્રૂવાલા
નિર્દેશક : રાજકુમાર ગુપ્તા
સંગીત : અમિત ત્રિવેદી
કલાકાર : રાની મુખર્જી, વિદ્યા બાલન

સેંસર સર્ટિફિકેટ : એ *ર કલાક 17 મિનિટ *16 રીલ

રેટિંગ : 3/5

સામાન્ય માણસને ન્યાય ન મળવાની વાર્તા પર બોલીવુડમાં ઘણી ફિલ્મો બની ચુકી છે, પરંતુ 'નો વન કિલ્ડ જેસિકા' તેથી પ્રભાવિત કરે છે કે આ એક સત્ય ઘટના પર આધારિત છે.

'નો વન કિલ્ડ જેસિકા' એ ફિલ્મોથી એ માટે પણ જુદી છે કે આમા કોઈ હીરો નથી, જે કાયદો હાથમાં લઈને અપરાધીઓને સબક સીખવાડી શકે. અહી જેસિકા માટે એક ટીવી ચેનલની પત્રકાર દેશવાસીઓને પોતાની સાથે લે છે અને અપરાધીને સજા અપાવે છે.

જેસિકાને માત્ર એ માટે ગોળી મારી દેવામાં આવી કે તેણે સમય પૂરો થયા પછી ડ્રિંક સર્વ કરવાની ના પાડી દીધી હતી. હત્યારા પર દારૂના નશા કરતા વધુ નશો પોતે એક મંત્રીનો પુત્ર હોવાનો છે. તેને માટે કોઈના જીવની કિમંત એક ડ્રિંકથી પણ ઓછી હતી

IFM
300થી વધુ હાઈ પ્રોફાઈલ લોકો એ સમયે હાજર હતા, જ્યારે જેસિકાને ગોળી મારવામાં આવી, પરંતુ કોઈએ પણ જેસિકાના પક્ષમાં નિવેદન ના આપ્યુ. બીજી બાજુ મંત્રી હોવાનો ફાયદો ઉઠાવવામાં આવ્યો. સાક્ષીઓને ખરીદી લેવામાં આવ્યા અથવા તો ધમકાવી દેવામાં આવ્યા. રિપોર્ટ્સ બદલી દેવામાં આવી. જેસિકાની બહેન સબરિના કરોડો ભારતીયોની જેમ એક સામાન્ય ભારતીય હોવાને કારણે લાખ પ્રયત્નો કરવા છતા પોતાની બહેનને ન્યાય ન અપાવી શકી.

ટીવી ચેનલ પર કામ કરનારી મીરાને એ વાતની ઠેસ લાગે છે કે જેસિકાની હત્યા કરનારો હત્યારો નિર્દોષ સાબિત થઈ ગયો. તે મુદ્દાને પોતાના હાથમાં લે છે. સાક્ષીઓનુ સ્ટિંગ ઓપરેશન કરે છે અને આ લોકો વચ્ચે આ મુદ્દાને લઈ જાય છે. ચારેય બાજુથી દબાવ બને છે અને છેવટે હત્યારાને ઉમરકેદની સજા મળે છે.

ફિલ્મ એ બતાવે છે કે જો મીડિયા પોતાની ભૂમિકા યોગ્ય રીતે ભજવે તો ઘણા લોકોને એ મદદરૂપ સાબિત થઈ શકે છે. સાથે જ લોંગ કોર્ટ, પોલીસ, સરકારથી એટલા ભયભીત છે કે તેઓ ઈચ્છવા છતા પણ કોઈ ઝંઝટમાં પડવા નથી માંગતા. જેને માટે ખૂબ સમય આપવો પડે છે જે દરેકના ગજાની વાત નથી. ફિલ્મ સિસ્ટમ પર પ્રશ્ન ઉઠાવે છે, જેમાં તાકતવાળો વ્યક્તિ બધુ જ પોતાના ધાર્યા મુજબ કરી લે છે.

રાજકુમાર ગુપ્તાએ ફિલ્મનુ નિર્દેશન કર્યુ છે અને અડધી હકીકત અડધુ મનોરંજનના આધાર પર સ્ક્રીનપ્લે પણ લખ્યુ છે. તેમણે ઘણા નામ બદલી નાખ્યા છે. એક વાસ્તવિક ઘટના પર આધારિત ફિલ્મને તેમણે ડોક્યુમેંટ્રી નથી બનવા દીધી, પરંતુ એક થ્રિલરની જેમ આ ઘટનાને રજૂ કરી છે. પરંતુ ક્યાંક ક્યાક ફિલ્મ વાસ્તવિકતાથી દૂર થતી જાય છે.

IFM
ઈંટરવલ પહેલા ફિલ્મ ઝડપથી ભાગે છે, પરંતુ બીજા ભાગમાં સંપાદનની જરૂર છે. 'રંગ દે બસંતી'થી પ્રેરિત ઈંડિયા ગેટ પર મીણબત્તીવાળુ દ્રશ્ય લાંબુ થઈ ગયુ છે. કેટલાક ગીતોને પણ ઓછા કરી શકાય છે, જે ફિલ્મની સ્પીડ બ્રેકરનુ કામ કરે છે.

બધા કલાકારોએ શ્રેષ્ઠ અભિનય કરવાને કારણે ફિલ્મ સારી લાગે છે. રાની મુખર્જીનુ પાત્ર હીરો બનવાના ચક્કરમાં થોડુ લાઉડ થઈ ગયુ છે. છતા પણ હોઠ પર સિગરેટ અને ગાળો બોલતી એક બિંદાસ છોકરીના રૂપમાં તેણે સર્વશ્રેષ્ઠ અભિનય કર્યો છે.

રાનીનું કેરેક્ટર બોલકણું છે તો વિદ્યાનુ ખામોશ. વિદ્યાએ સબરીનાનુ પાત્ર વિશ્વસનીય રીતે ભજવ્યુ છે. તેણે ઓછા સંવા બોલ્યા છે અને પોતાના ચહેરાના ભાવોથી અસહાયતા, દર્દ અને આક્રોશને વ્યક્ત કર્યા છે. ઈંસ્પેક્ટર બનેલ રાજેશ શર્મા અને જેસિકા બનેલ માયરા પણ પ્રભાવિત કરે છે.

અમિત ત્રિવેદીએ ફિલ્મના મૂડ્ મુજબ સારુ સંગીત આપ્યુ છે. 'દિલ્લી' તો પ્રથમવાર સાંભળતા જ સારુ લાગે છે. ફિલ્મના સંવાદ શ્રેષ્ઠ છે.

જેસિકાને કેવી રીતે ન્યાય મળ્યો, એ જાણવા માટે ફિલ્મ જોઈ શકાય છે. સાથે જ એ જેસિકાઓનો પણ ખ્યાલ આવે છે, જેમણે હજુ સુધી ન્યાય નથી મળી શક્યો.