રવિવાર, 17 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

ફિલ્મ સમીક્ષા : વિશ્વરૂપ

P.R
બેનર : પીવીપી સિનેમા, રાજકમલ ફિલ્મ્સ ઈંટરનેશનલ
નિર્માતા : પ્રસાદ વી. પોતલુરી, એસ. ચંદ્રા હસન, કમલ હસન.
નિર્દેશક : કમલ હસન
સંગીત - શંકર એહસાન લોય
કલાકાર : કમલ હસન, પૂજા કુમાર, શેખર કપૂર, રાહુલ બોસ
સંસર સર્ટિફિકેટ : યૂએ *2 કલાક 38 મિનિટ
રેટિંગ 2.5/5

સૌથી પહેલા ખાસ વાત એ કે 'વિશ્વરૂપ'માં આપત્તિજનક કશુ જ નથી, કારણ કે આતંકવાદ કે આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતો. કદાચ કમલ હસનની ફિલ્મને રાજનિતિક કારણોની શિકાર બનાવી છે.

P.R
9/11 પછી આતંકવાદ પર ઘણી ફિલ્મો બની છે અને 'વિશ્વરૂપ' કમલ હસનનો પ્રયાસ છે. કમલ હસને ન તો વિસ્તૃત બતાવીનો પ્રયત્ન કર્યો છે કે સારુ ખોટુ શુ છે કે ન તો પોતાના વિચાર બતાવ્યા છે.

આ એક સિમ્પલ સ્ટોરી છે. જેમા એક આતંકવાદી સંગઠન લોકોને મારવા માંગે છે અને હીરો તેને આવુ કરતા રોકે છે. આ આતંકવાદી સંગઠનો સંબંધ અફગાનિસ્તાન સાથે છે જેના નિશાન પર અમેરિકા અને ભારત જેવા દેશ છે. ફિલ્મની સ્ટોરી 'એજંટ વિનોદ' જેવી છે.

વિશ્વનાથ ઉર્ફ વિજ અમેરિકામાં કથક શીખવાડે છે. તેની પત્ની નિરુપમા તેનાથી અલગ થવા માટે કારણો શોધી અહી છે. તે એક જાસૂસની મદદ લે છે જેથી વિજની દરેક હરકત પર નજર રાખી શકે. ભૂલથી જાસૂસ એક દિવસ આતંકવાદીઓના ઘરે પહોંચી જાય છે અને એ આતંકવાદીઓના તાર વિજ સાથે જોડાયેલા રહે છે. અહી સુધી ફિલ્મ એકદમ રોમાંચક છે અંજે જોરદાર ટર્ન ત્યારે આવે છે જ્યારે પત્ની પોતાના ભોંદૂ પતિને પોતાની આંખો સામે ગુંડાઓ સાથે મારધાડ કરતો જુએ છે.

આ એક્શન સીન બે વાર જોવા લાયક છે અને તેથી ફિલ્મમાં આને બે વાર બતાડવામાં પણ આવ્યો છે. પણ પોતાના દશ્યોને લઈને આ પ્રેમ આગળ જતા ફિલ્મ પર ભારે પડ્યો છે. કમલ હસને પૈસા અને સમય બંનેનો ખર્ચ કર્યો છે, તેથી તે દ્રશ્યોને નાના કરવાનુ સાહસ નથી કરી શક્યા. તેથી ફિલ્મનો જોશ ઓછો થઈ ગયો. જે મજા એક થ્રિલરમાં આવે છે તે અસર મંદ થતી ગઈ. ફિલ્મમાં અફગાનિસ્તાનવાળો ભાગ શ્રેષ્ઠ છે. તેમા થ્રિલ, ઈમોશન, ડ્રામા અને એક્શન જોવા મળે છે. આ ભાગ પૂરો થતા જ ફિલ્મની મજા ઓછી થઈ જાય છે.

P.R
ક્લાઈમેક્સ લાંબો ખેચાય ગયો છે. માઈક્રોવેવના ફૈરાડા શીલ્ડના રૂપમાં જે ઉપયોગ (બોમ્બ કે રિમોટ પર માઈક્રોવેવ મુકવામાં આવ્યો જેથી મોબાઈલ દ્વારા બોમ્બ બ્લાસ્ટ ન કરવામાં આવે) બતાડવામાં આવ્યો છે તે હાસ્યાસ્પદ છે. ફિલ્મનો અંત ઓપન છે અને અંતમાં આનો બીજો ભાગ બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

વિશ્વરૂપ જૂના સમયની ફિલ્મ જેવી લાગે છે. જેમા લાંબા લાંબા દ્રશ્યો હોય છે. પોતાની વાત કહેવામાં સમય લેવામાં આવે છે. તેથી વિશ્વરૂપ પોતાના બીજા ભાગમાં થોભી ગયેલી અને સુસ્ત ફિલ્મ લાગે છે. ફિલ્મમાં કેટલીક વાતો નિરુત્તર છે. મતલબ વિજ વિશ્વનાથ બનીને કેમ રહે છે ? તેની પત્ની કેમ તેનાથી પીછો છોડવા માંગે છે ? આ પ્રશ્નોના સ્પષ્ટ જવાબ નથી મળતા.

ફિલ્મમાં ગીતોની ગુંજાઈશ નહોતી. તેથી બૈકગ્રાઉંડમાં ગીતોને સંભળાવવામાં આવ્યા છે. જો કે તેની પણ જરૂર નહોતી. એક્શન સીન સારા બની ગયા છે. નાટોનુ અફગાની આતંકવાદીઓ પર હુમલાવાળો સીન ઉલ્લેખનીય છે.

લેખન અને નિર્દેશનની જેમ એક અભિનેતાના રૂપમાં પણ કમલ હસન સુસ્ત જોવા મળ્યા. પોતાના પાત્રમાં તેઓ સ્પાર્ક ન લાવી શક્યા. તેમની વય પણ સ્પષ્ટ દેખાય આવે છે. એક આંખવાળા વિલનના રૂપમાં રાહુલ બોસનો અભિનય જોરદાર છે. જયદીપ અહલાવતે તેમનો સારો સાથ આપ્યો છે. પૂજા કુમાર અને એંડ્રિયા જર્મિયાએ પોતપોતાનો રોલ સારી રીતે ભજવ્યો છે.

'વિશ્વરૂપ' કમલ હસનના સ્તરના કલાકાર અને ફિલ્મકારની ગરિમા મુજબની નથી.