સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

ફૂંક 2 : બે ડગલાં પાછળ

IFM
બેનર : સાર્થક મૂવીઝ, જેડ 3 પિક્ચર્સ પ્રોડક્શન
વાર્તા-નિર્દેશક - મિલિન્દ ગડકર
કલાકાર - સુદીપ, અમૃતા ખાનવિલકર, એહસાસ ચાન્ના, નીરુ સિંહ, જાકિર હુસૈન.
* ફક્ત વયસ્કો માટે * એક કલાક 52 મિનિટ

રેટિંગ 1.5/5

ઓછા રૂપિયાના રોકાણથી બની હોવાથી 'ફૂંક'નુ નામ સફળ ફિલ્મોની યાદીમાં જોડાય ગયુ અને આ ફિલ્મની સીકવલ 'ફૂંક 2' બનાવવાનુ બહાનુ રામગોપાલ વર્માને મળી ગયુ.

આ ફિલ્મનુ નિર્માણ જ એ માટે કરવામાં આવ્યુ જેથી 'ફૂંક'ની સફળતાનો ફાયદો ઉઠાવવામાં આવે. કેટલીક ડરાવનારી સીન ફિલ્મમાં લેવામાં આવ્યો અને તેને એક અધૂરી વાર્તામાં પરોવીને 'ફૂંક 2'નુ નામ આપી દેવામાં આવ્યુ.

એમા કોઈ શક નથી કે 'ફૂંક 2'ના કેટલાક ડરાવનારા દ્રશ્યો છે, પરંતુ સારી વાર્તા પણ મળી જતી તો ફિલ્મમાં મજા આવી જતી. ફિલ્મનો અંત તેનો સૌથી મોટો માઈનસ પોઈંટ છે. એવુ લાગે છે કે હજુ વાર્તામાં થોડુ કંઈક બાકી છે, પરંતુ 'ધ એંડ' થઈ જાય છે.

મઘુની મોત સાથે જ 'ફૂંક' પૂરી થઈ ગઈ હતી, જેમા રાજીવ(સુદીપ)ની પુત્રી રક્ષા(એહસાસ ચાન્ના) પર કાળો જાદૂ કરવામાં આવ્યો હતો. રાજીવ હવે નવી જગ્યાએ રહેવા આવી ગયો છે. સમુદ્ર કિનારે અને જંગલની વચ્ચે એનુ ઘર છે.

રક્ષાને એક દિવસ જંગલમાં એક ઢીંગલી મળે છે. જેને તે ઘરે લઈ આવે છે. ત્યારબાદ સમગ્ર પરિવાર સાથે રહસ્યમય અને ડરાવનારી ઘટનાઓ થવા માંડે છે. રાજીવની પત્ની આરતી(અમૃતા ખાનવિલકર)ના શરીરમાં મધુનુ ભૂત આવી જાય છે અને તે આખા પરિવારને મારી નાખવાની ધમકી આપે છે.

IFM
રાજીવને તાંત્રિક મંજા(જાકિર હુસૈન)ની યાદ આવે છે, જેણે આ અગાઉ તેની પુત્રીને મઘુના કાળા જદુથી બચાવી હતી. એ તેની પાસે પહોંચે એ પહેલા જ મંજાનુ મોત થઈ જાય છે.

બીજી બાજુ મધુનુ ભૂત આરતીના શરીરમાં પ્રવેશ કરીને રાજીવની બહેન, નોકરાણી અને ગાર્ડને મારી નાખે છે. તે રક્ષાને પણ મારી નાખવા માંગે છે. ફિલ્મના અંતમાં રક્ષાને રાજીવ બચાવી લે છે અને આરતીની અંદરથી ભૂત નીકળી જાય છે. પરંતુ એ ક્યા જાય છે ? રાજીવની સામે કેમ નથી આવતુ ? રક્ષાને મારવાના તેણે બીજીવાર પ્રયત્ન કેમ ન કર્યો ? આવા ઢગલો પ્રશ્ન દર્શકોના મનમાં ઉઠે છે. જેનો કોઈ જવાબ નથી આપવામાં આવ્યો. સાથે જ ફિલ્મનો અંત એ રીતે કરવામાં આવ્યો છે કે શૈતાની તાકતના વિજયનો આભાસ થાય છે, જ્યાર રે કે બધા તેને પરાજીત થતી જોવા માંગતા હતા.

'ફૂંક'નુ નિર્દેશન રામગોપાલ વર્માએ કર્યુ હતુ, જ્યારે કે સીકવલને નિર્દેશિત કઈ આ ફિલ્મના લેખક મિલિંદ ગડકરે. મિલિન પર રામગોપાલ વર્માનો પ્રભાવ ચોખ્ખો જોવા મળ્યો છે.

IFM
થોડાક ડરાવનારા અને ચોંકાવનારા દ્રશ્યો તેમણે સારા ફિલ્માવ્યા છે, પરંતુ બધા દ્રશ્યો વિશે આ વાત નથી કહી શકાતી, ખાસ કરીને મધ્યાંતર પહેલાવાળો ભાગ બોરિંગ છે. વાર્તા એટલી ધીમી છે કે આગળ વધતા જ ઉંધ આવે છે. કેટલાક દ્રશ્યોમાં નિર્દેશકની કમજોરી જોવા મળે છે.

ઈંટરવલ પછી ભૂતની એટ્રી થાય છે. ત્યારબાદ ઘટનાક્રમમાં ઝડપ આવી જાય છે. કેટલાક રૂવાંટા ઉભા કરનારા દ્રશ્યો જોવા મળે છે. પરંતુ મિલિંદે ફિલ્મનો અંત ખૂબ જ ખરાબ રીતે અને અધૂરો લાગે તેવો કર્યો છે. એક રાઈટરના રૂપમાં તેઓ નિરાશ કરે છે.

એક્ટિંગ ડિપાર્ટમેંટની વાત કરવામાં આવે તો સુદીપ, અમૃતા અને બાળ કલાકારોએ સારુ કામ કર્યુ છે. નીરુ અને અમિત નિરાશ કરે છે. કેમરા મૂવમેંટ રામગોપાલ વર્માની ફિલ્મો જેવુ છે. બેક ગ્રાઉંડ મ્યુઝિક દ્વારા જરૂર કરતા વધુ ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે સીકવલને એક પગલુ આગળ હોવુ જોઈએ,પરંતુ 'ફૂંક 2' 'ફૂંક'થી બે ડગલા પાછળ છે.