સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

બદમાશ કંપની : ખોટનો સોદો

IFM
બેનર : યશરાજ ફિલ્મ્સ
નિર્માતા : આદિત્ય ચોપડા
વાર્તા, સ્ક્રીનપ્લે, સંવાદ, નિર્દેશન : પરમીત શેઠી
સંગીત : પ્રીતમ
કલાકાર : શાહિદ કપૂર, અનુષ્કા શર્મા, વીર દાસ, મિયાંગ ચૈંગ, અનુપમ ખેર, કિરણ જુનેજા, પવન મલ્હોત્રા, જમીલ ખાન.

યૂ/એ * 2 કલાક 24 મિનિટ
રેટિંગ : 1.5/5

ઓછા સમયમાં વધુ પૈસા કમાવવા હોય તો બેઈમાનીનો રસ્તો અપનાવવો પડે છે. તેજ દિમાગ દ્વારા લોકોને બેવકૂફ બનાવવા પડે છે. આ પ્રકારની વાતો પર 'બદમાશ કંપની' ઉપરાંત પણ ઘણી ફિલ્મોનુ નિર્માણ કરવામાં આવ્યુ છે, કારણ કે આમા મનોરંજનની ઘણી તકો રહે છે.

'બદમાશ કંપની'ની સૌથી મોટી પ્રોબ્લેમ તેની સ્ક્રિપ્ટ છે. પરમીત સેઠીએ આને પોતાની સગવડ પ્રમાણે લખી છે. મન મુજબ વાર્તાને ટ્વિસ્ટ આપ્યુ છે, ભલે એ વિશ્વસનીય અને યોગ્ય નથી. તેનાથી દર્શક સ્ક્રીન પર બતાવવામાં આવેલ ઘટનાક્રમો સાથે જોડાય નથી શકતા. મનોરંજનની દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો ફિલ્મમાં બોરિયતની ક્ષણ વધુ છે.

IFM
વાર્તા 1990ના આસપાસની છે, જ્યારે ઈમ્પોર્ટેડ વસ્તુઓનો ખૂબ જ ક્રેઝ હતો કારણ કે તે સહેલાઈથી મળતી નહોતી. બોમ્બેના ચાર યુવા કરણ(શાહિદ કપૂર), બુલબુલ (અનુષ્કા શર્મા), ચંદૂ(વીર દાસ) અને જિંગ(મિયાંગ ચૈંગ) મળીને એક બિઝનેસ શરૂ કરે છે. તે ઈમ્પોર્ટેડ વસ્તોને બેંકોકથી લાવીને ભારતમાં વેચે છે.

કરણ પોતાનુ મગજ એ રીતે વાપરે છે કે ઓછા સમયમાં તેઓ શ્રીમંત બની જાય છે. સરકારી નીતિઓને કારણે તેઓને પોતાનો બિઝનેસ બંધ કરવો પડે છે. કરણ પોતાના મિત્રોને પોતાના મામાની ઘરે યૂએસ લઈ જાય છે અને તેઓ ત્યાંથી છેતરપીંડી કરવાનુ શરૂ કરે છે.

છેવટે એક દિવસ તેઓ પોલીસની પકડમાં આવી જાય છે, અને તેમની મૈત્રીમાં દરાર આવી જાય છે. બીજી બાજુ કરણના મામાનો બીઝનેસ પડી ભાંગે છે અને તેમને જોરદાર નુકશાન થાય છે. કરણ આ વખતે સત્યના રાહ પર ચાલીને પોતાના તેજ દિમાગનો ઉપયોગ કરે છે અને મિત્રોની મદદથી તેમની કંપનીને થયેલ નુકશાનને ફાયદામાં બદલી નાખે છે અને તેઓ સત્યના માર્ગ પર ચાલવામાં પોતાની ભલાઈ સમજે છે.

ફિલ્મની શરૂઆત તો સરી છે, જ્યરે ફિલ્મનો હીરો કરણ કાયદાકીય ઉણપોને કારણે ઘણા રૂપિયા કમાવે છે. પરંતુ તે અમેરિકામાં પહોંચતા ફિલ્મ બોરિંગ થઈ જાય છે. ઘણા દ્રશ્યો ખૂબ લાંબા છે અને તેમને વારંવાર રિપિટ કર્યા છે. અહીં એવી ઘટનાઓ ઘટે છે જે વિશ્વસનીય નથી.

કરણ માટે બધુ જ ખૂબ સહેલુ છે. યૂએસના લોકોને તે એવી રીતે બેવકૂફ બનાવે છે કે જાણે તેઓ કશુ જાણતા જ નથી. એવુ લાગે છે કે પોલીસ નામની વસ્તુ ત્યાં છે જ નહી. જ્યારે લેખકને લાગે છે કે કરણને પોલીસના હવાલે કરી દેવો જોઈએ ત્યારે તે પોલીસના હાથે ઝડપાય જાય છે.

IFM
ચારે મિત્રોના વિવાદને સારી રીતે જસ્ટિફાય નથી કરવામાં આવ્યો. બસ તેમને લડતા બતાવવાના હતા, તેથી તેઓ લડે છે. ક્લાઈમેક્સમાં તેમને ભેગા થવાનુ હતુ, તેથી તેઓ એકત્ર થઈ જાય છે. તેમના જુદા થવાના કે સાથે રહેવા પર કોઈ દુ:ખ કે ખુશી નથી હોતી. મિત્રોની વાર્તામાં જે મોજ-મસ્તી હોવી જોઈએ તે ફિલ્મમાં બિલ્કુલ નથી.

નિર્દેશકના રૂપમાં પરમીત સેઠીએ કેટલાક દ્રશ્યો ફિલ્માવ્યા છે, પરંતુ પોતાની જ લખેલી સ્ક્રિપ્ટની ખામીઓને તેઓ છુપાવી નથી શક્યા. શાહિદ અને અનુષ્કા જેવી જોડી તેમની પાસે હોવા છતા તેમણે રોમાંસને ઈગ્નોર કરી દીધો. તેમને જે રીતે વાર્તાને સ્ક્રીન પર રજૂ કરી છે તેમા દર્શકો જોડાય નથી શકતા.

શાહિદ કપૂરનો અભિનય ઠીક છે, પરંતુ તેઓ હજુ એટલા મોટા સ્ટાર નથી બન્યા કે આ પ્રકારની કોમર્શિયલ ફિલ્મોનો ભાર એકલા ખેંચી શકે. અનુષ્કા શર્માને ભલે ઓછી તક મળી, પરંતુ તે પોતાની ઉપસ્થિતિ નોંધાવવામાં સફળ રહી. વીર દાસ અને મિયાંગ ચૈંગે શાહિદનો સાથે બરાબર આપ્યો છે.

પ્રીતમ દ્વારા સંગીતબધ્ધ 'ચસ્કા-ચસ્કા' અને 'જિંગલ-જિંગલ' સાંભળવા લાયક છે. ફિલ્મનુ બેકગ્રાઉંડ મ્યુઝીક શ્રેષ્ઠ છે અને 90ના દસકાની યાદ અપાવે છે.

ટૂંકમાં આ 'બદમાશ કંપની'ને પ્રોફિટ એંડ લોસ એકાઉંટમાં લોસ વધુ છે.