રવિવાર, 17 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

બોડીગાર્ડ : ફિલ્મ સમીક્ષા

IFM
બેનર : રીલ લાઈફ, પ્રોડક્શન પ્રા લિ, રિલાયંસ ઈંટરટેનમેંટ
નિર્માતા - અતુલ અગ્નિહોત્રી, અલવિરા અગ્નિહોત્રી,
નિર્દેશક - સિદ્દીકી
સંગીત - પ્રીતમ, હિમેશ રેશમિયા
કલાકાર - સલમાન ખાન, કરીના કપૂર, રાજ બબ્બર, આદિત્ય પંચોલી, મહેશ માંજરેકર, રજત રવૈલ, કેટરીન કેફ(મહેમાન કલાકાર)

રેટિંગ 3/5

શાહરૂખ ખાન ભલે 'રો-વન'માં સુપરહીરો બનીને આવી રહ્યો છે, સલમાન ખાન સુપરહીરોના કારનામા 'બોડીગાર્ડ'માં કરી બતાવ્યા છે. ફિલ્મનું એક દ્રશ્ય છે કે લવલી સિંહ(સલમાન ખાન) ટ્રેનમાં ક્યાક જઈ રહ્યો ક હ્હે. તેના બોસનો ફોન આવે છે અને તેને એક કામ સોંપવામાં આવે છે. આ કામ વિપરીત દિશામાં છે. લવલી સિંહ તરત જ ટ્રેનની છત પર જાય છે અને વિપરિત દિશામાં જઈ રહેલ ટ્રેનની છત પર કૂદી જાય છે.

IFM
એક વધુ સીનની ચર્ચા કરીએ તો ફાઈટિંગ સીનમાં સલમાનની આંખોમાં ધૂળ નાખવામાં આએ છે. તે આંખો નથી ખોલી શકતો. ઘૂંટણ સુધી પાણીમાં તે અને ઢગલો વિલન ઉભા છે. પાણીમાં વિલન ચાલે છે અને અવાજ થાય છે. આ અવાજના મદદથી તે અનુમાન લગાવીને બધાને ત્યાં જ સૂવાડી દે છે.

આવા ઘણા દ્રશ્યો 'બોડીગાર્ડ'માં જોવા મળે છે. કારણ કે સલમાનનો સમય ચાલી રહ્યો છે. તે જે કરી રહ્યા છે તે દર્શકોને સારુ લાગે છે. તેઓ તેમની દરેજ હરકત પર સીટી મારે છે. તાળીઓ વગાડે છે. જેનો લાભ ફિલ્મ નિર્દેશક ઉઠાવી રહ્યા છે. અને તેઓ ફિલ્મમાં બીજે ક્યાય ફોક્સ કરવાને બદલે સલમાન પર જ ફોક્સ કરે છે.

'બોડીગાર્ડ' એક લવસ્ટોરી છે. લવલી સિંહ એક બોડીગાર્ડ છે અને એ એક જ ઉપકાર માંગે છે કે તેના પર કોઈ પણ પ્રકારનો ઉપકાર ન કરવામાં આવે. તેને દિવ્યા(કરીના કપૂર)ની રક્ષાની જવાબદારી સોંપવામાં આવે છે. પડછાયાની જેમ લવલી સિંહ તેની સાથે રહે છે તેથી દિવ્યા તેનાથી કંટાળી જાય છે.

લવલીથી છુટ્કારો મેળવવા દિવ્યા ફોન પર છાયા બનીને લવલી સિંહને પ્રેમજાળમાં ફસાવે છે. લવલી પણ ધીરે ધીરે છાયાને જોયા વગર જ પ્રેમ કરવા માંડે છે. કેવી રીતે દિવ્યા પોતાના જ બનાવેલ જાળમાં ફસાય જાય છે એ ફિલ્મનો સાર છે.

કેટલાક શ્રેષ્ઠ એક્શન સીન પછી લવસ્ટોરી શરૂ થાય છે. ફર્સ્ટ હાફ સુધે તો ઠીક છે, પરંતુ ત્યારબાદ આ ખેંચાયેલી લાગે છે. પરંતુ ક્લાઈમેક્સમાં ઘણા ઉતાર ચઢાવ છે, જેને કારણે દર્શક એકવાર ફરી આ ફિલ્મ સાથે બંધાય જાય છે. ફિલ્મના અંતમાં ઘણા સંયોગ જોવા મળે છે, પરંતુ સલમાનના ફેંસ સુખદ અંત જોવો પસંદ કરે છે તેથી આ જરૂરી પણ હતુ.

વાર્તા ઘણા પ્રશ્નો ઉઠાવે છે. જેમા સૌથી મુખ્ય છે કે દિવ્યા જ્યારે સાચે જ લવલીને પ્રેમ કરવા લાગે છે તો તે અસલિયત બતાવવામાં આટલુ મોડુ કેમ કરે છે. છાયા બનીને દિવ્યા હંમેશા લવલી સિંહ સાથે વાત કરતી વખતે દિવ્યા વિશે ખોટી વાતો કેમ કરે છે.

IFM
રંજન મ્હાલે, દિવ્યાના જીવનો દુશ્મન કેમ છે. એ પણ સ્પષ્ટ નથી. ફિલ્મમાં વિલનવાળો ટ્રેક ઠીક રીતે સ્થાપિત નથી થયો. જો આ ટ્રેકને દમદાર બનાવ્યો હોત તો બોડીગાર્ડનુ ચરિત્ર વધુ ઉભરાઈને સામે આવ્યુ હોત.

ઉણપો છતા ફિલ્મમાં મનોરંજનનુ સ્તર કાયમ છે. દિવ્યાને લવલી સિંહ પ્રત્યે પ્રેમ ઘણી જગ્યાએ દિલને સ્પર્શી જાય છે. લવલીની માસૂમિયત અને કોમેડી સારી લાગે છે. એક્શન ફિલ્મનો પ્લસ પોઈંટ છે અને તેમા નવુ પણ છે. સુનામી બનેલ રજત રવૈલ ક્યારેક હસાવે છે તો ક્યારેક બોર કરે છે. તેમની ટી શર્ટ પર લખેલ સ્લોગન ખૂબ મજેદાર છે.

સલમાન આ ફિલ્મનો પ્લસ પોઈંટ છે. તેઓ હેંડસમ લાગે છે કારણ કે લવલી સિંહની માસૂમિયત તેમણે શ્રેષ્ઠ રીતે પડદાં પર ઉતારી છે. એક્શન દ્રશ્યોમાં તેમણે વિશ્વસનીયતા પ્રદાન કરી છે.

કરીના કપૂરનો અભિનય પણ શ્રેષ્ઠ છે. છાયાના રૂપમાં તે જ્યારે ફોન કરે છે તો તેનો અવાજને કરિશ્મા કપૂરે ડબ કર્યો છે. રાજ બબ્બર, મહેશ માંજરેકર, આદિત્ય પંચોલી,અસરાણી, નાના રોલમાં છે. કેટરીન અકેફ પણ થોડી વાર માટે પડદાં પર આવી છે.

ફિલ્મનુ સંગીત શ્રેષ્ઠ છે પણ ગીત સુપરહિટ નથી થઈ શક્યા. 'તેરી મેરી, મેરી તેરી પ્રેમ કહાની' સૌથી મધુર લાગે છે. આઈ લવ યુ, દેશી બીટ્સ અને ટાઈટક ટ્રેક પણ સાંભળવા લાયક છે.

બોડીગાર્ડમાં એ બધુ જ છે જે સલમાનના પ્રશંસક ઈચ્છે છે. જે નથી તેઓ માટે આ એક સરેરાશ ફિલ્મ છે.