રવિવાર, 17 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

યમલા પગલા દિવાના : ફિલ્મ સમીક્ષા

IFM
બેનર : ટૉપ એંગલ પ્રોડકશંસ, વન અપ એંટરટેનમેંટ
નિર્માતા : સમીર કર્ણિક
સંગીત : લક્ષ્મીકાંત-પ્યારેલાલ, અનુ મલિક, આરડીબી, સંદેશ શાંડિલ્ય, રાહુલ બી સેઠ, નૌમેન જાવેદ
કલાકાર : ઘર્મેન્દ્ર, સની દેઓલ, બોબી દેઓલ, કુલરાજ રંઘાવા, નફીસા અલી, અનુપમ ખેર, જૉની લીવર, મુકુલ દેવ, એમા બ્રાઉન.

સેંસર સર્ટિફિકેટ : યૂ/એ, 2 કલાક 45 મિનિટ.

રેટિંગ : 2/5

''યમલા પગલા દિવાના' ફિલ્મ દ્વારા. નામ મોટા દર્શન ખોટા' એક વાર ફરી આ કહેવત સાબિત થઈ ગઈ છે ધર્મેન્દ્ર, સની અને બોબી દેઓલને લાગી રહ્યુ હતુ કે એ ત્રણેયની તિકડી કંઈક કમાલ કરી બતાવશે અને આવુ જ કંઈક દેઓલ્સ ફેંસને પણ લાગતુ હતુ. પરંતુ તેમને ફિલ્મ દ્વારા નિરાશા સાંપડી શકે છે. દેઓલ્સની તો જાણ નથી .

IFM
વાર્તા શરૂ થાય છે કનાડામાં પરમજીત સિંહ(સની દેઓલ)ના ઘરેથી જ્યા એ પોતાની પત્ની, બે બાળકો અને માતા સાથે રહે છે અને પોતાના છુટા પડેલા પિતા ધરમસિંહ(ધર્મેન્દ્ર)અને પોતાનો નાનો ભાઈ ગજોધર(બોબી દેઓલ) ને ઈંટરનેટ પર શોધતો રહે છે. એક મહેમાનને કારણે તેને પોતા અને ભાઈની જાણ થાય છે અને તે તેમની શોધમાં ભારત આવી જાય છે.

ભારત આવતા તેની મુલાકાત ટૂંલ સમયમાં જ ઠગ ભાઈ સાથે થાય છે. પ્રથમ જ મુલાકાતમાં ગજોધર સિંહ પોતાના એનઆરઆઈ ભાઈને ઠગી લે છે. પછી પરમજીત સિંહની મુલાકાત પોતાના પિતા સાથે થાય છે જે તેને પુત્ર માનવાની ના પાડી દે છે. પરંતુ છતા પરમજીત હિમંત નથી હારતો અને ઠગોની ટીમમાં જોડાય જાય છે, કારણ કે તેણે પોતાની માતાને પિતા અને ભાઈને પરત લાવવનુ વચન આપ્યુ હતુ.

IFM
આ દરમિયાન ગજોધરને પંજાબથી, બનારસ પર એક પુસ્તક લખવા આવેલી છોકરી સાહિબા સાથે પ્રેમ થઈ જાય છે. પરંતુ સાહિબાના પાંચ ભાઈ તેના પ્રેમના વિરુદ્ધ છે, કારણ કે તે પોતાની બહેનનુ લગ્ન કોઈ એનઆરઆઈ સાથે કરવા માંગે છે. પોતાના ભાઈને તેનો પ્રેમ કેવી રીતે પાછો અપાવે છે અને કેવી રીતે સંપૂર્ણ પરિવાર એક થઈ જાય છે તે આ ફિલ્મનો સાર છે.

ફિલ્મ ઈંટરવેલના પહેલા બોર કરે છે. ઈંટરવલ પચેહે ફિલ્મમાં થોડી ગતિ આવે છે, પરંતુ એ ભાગ પણ વધુ પ્રભાવિત નથી કરતો. કાશ.. 'યમલા પગલા દિવાના'ના દર્શકોની પાસે ફિલ્મને ઉંધી જોવાનો વિકલ્પ હોત.

શરૂઆતથી લઈને અંત સુધીની વાર્તા વિખરાયેલી જેવી લાગે છે. દેઓલને તિકડી હોવાની સાથે સાથે ફિલ્મના ત્રણ ખાસ પહેલુ હતા. પ્રથમ 30 વર્ષ પહેલા વિખરાયેલ પરિવારને મળવુ, બીજુ બાપ અને પુત્રનુ ઠગ હોવુ અને ત્રીજુ એક પ્રેમીને તેની પ્રેમિકા સાથે મેળાપ કરાવવો. નિર્દેશક સામે આ ત્રણ પહેલુઓને મિક્સ કરીને ફિલ્મ બનાવવાનો ચેલેંજ હતો જે પૂરો કરવામાં તેઓ વિફળ રહ્યા. ત્રણેમાંથી એક પહેલુ પણ દર્શકને બાંધીને નથી રાખી શકતો.

ફિલ્મની કેટલીક વાતો તર્ક હીન છે જેવા 30 વર્ષ પહેલા ધરમ સિંહ પોતાના નાના પુત્રને લઈને કેમ ભાગી જાય છે. અને તે પરમજીતને પુત્ર માનવાની કેમ ના પાડે છે.

IFM
કોમેડીની વાત કરીએ તો ફિલ્મમાં ચોરીવાળા દ્રશ્યોને જેટલા મજેદાર બનાવી શકાતા હતા તે તેના 10 ટકા પણ નથી. કોમેડીના નામ પર બે-ચાર દ્રશ્ય હસાવવામાં સફળ રહ્યા છે. ફિલ્મમાં ઘણી ઘટનાઓને ખૂબ ઉતાવળમાં બતાવ્યા છે. મતલબ પરમજીત સિંહને પોતાના પિતા નએ ભાઈને શોધી પણ લે છે. તેને વધુ મનોરંજક બનાવી શકાતુ હતુ. પરંતુ નિર્દેશક ચૂકી ગયા બની શકે છે કે તેમનો ફોક્સ ગજોધર સિંહને તેની પ્રેમિકા સાથે મેળાપ કરાવવા પર રહ્યો હોય, પરંતુ વધુ સમય આપવા છતા નિર્દેશક એ ભાગને પણ સારી રીતે ફિલ્માવી ન શક્યા.

કેટલાક દ્રશ્યોને કારણ વગર ખેંચવામાં આવ્યા છે, જેવા કે સની, બોબી અને ધર્મેન્દ્રનુ એકસાથે દારૂ પીવાનુ દ્રશ્ય. સંવાદ કોઈપણ એવા નથી જે સિનેમાઘરમાંથી બહાર નીકળ્યા પછી પણ યાદ રાખી શકાય.

એક્ટિંગની વાત કરીએ તો ત્રણે દેઓલ્સમાંથી એક્ટિંગ માત્ર સન્ની દેઓલે કરી છે. ધરમજી કદાચ હવે વૃદ્ધ થઈ ગયા છે અને બોબી દેઓલ અભિયન કરવો કદાચ ભૂલી ગયા છે. બોબીએ ઈંટરવેલ પછી થોડો સારો અભિનય કર્યો છે. કુલરાજ રંધાવાને વધુ કંઈ કરવાની તક નથી મળી, પરંતુ તે સુંદર દેખાય છે.

બે આઈટમ સોંગ નાખીને ફિલ્મનો સમય ખરાબ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ફિલ્મમાં એક જ આઈટમ સોંગ પૂરતુ હોય છે. સંગીતમાં કોકી ખાસ દમ નથી. 'યમલા પગલા દિવાના' જ ફક્ત સાંભળવા લાયક છે. ટૂંકમાં જો તમે બોર થઈ રહ્યા છે, તમારે પસે સમય છે અને તમારી પાસે બીજો કોઈ સારો વિકલ્પ નથી તો 'યમલા પગલા દીવાના' જોઈ શકાય છે.