'હાઈવે' ફિલ્મ સમીક્ષા : દિલને સ્પર્શી લેતી સ્ટોરી
ફિલ્મ - હાઇવેકલાકાર - રણદીપ હુડા, આલિયા ભટ્ટનિર્માતા - ઇમ્તિયાઝ અલી, સાજીદ નડિયાદવાલાડાયરેક્ટર - ઇમ્તિયાઝ અલીસંગીત - એ.આર.રહેમાનરેટિંગ - 3/5 નિર્દેશક ઈમ્તિયાઝ અલી લીંકથી અલગ ફિલ્મ બનાવવા માટે જાણીતા છે. તેઓ દરેક ફિલ્મમાં નવો પ્રયોગ કરે છે અને આ વાતની ચિંતા નથી કરતા કે ફિલ્મ ચાલશે કે નહી. સોચા ન થા, લવ આજ કલ, રોકસ્ટાર જેવી ફિલ્મો આ વાતનું ઉદાહરણ છે જેમા તેમણે દરેક ફિલ્મને કંઈક જુદી રીતે બનાવી પોતાના હિસાબે તેમા જીવ નાખ્યો. હાઈવે.. હાઈવેની સ્ટોરી છે જ્યા રોમાંસ સાથે રૂબરૂ થવા દરમિયાન જીવનની ઘટનાઓનો સામનો થાય છે. હાઈવેના સફરમાં ક્યારેક ડ્રામા તો ક્યારેક ઈમોશન તો ક્યારેક સસપેંસ જોવા મળે છે. શહેરોના મોટા મોટા ઘરોની અંદર પણ કેટલી ગંદકી અને કેટલુ અધૂરુજીવન છે તે હાઈવે ફિલ્મમાં ઈમ્તિયાજે પોતાના પાત્ર વીરા દ્વારા બતાડવાનો પ્રયત્ન કર્યો છેૢ જેમા તેઓ મોટાભાગે સફળ થયા છે.