સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

હિસ્સ : ટાય-ટાય ફિસ્સ

P.R
બેનર : સ્પલિટ ઈમેજ, પિક્ચર્સ, વીનસ રેકોર્ડસ એંડ ટેપ્સ
નિર્માતા : ગોવિંદ મેનન, વિક્રમ સિંહ
નિર્દેશક : જેનિફર લિંચ
કલાકાર : મલ્લિકા શેરાવત, જેફ ડૉસિટ, ઈરફાન ખાન, દિવ્યા દત્તા

માત્ર પુખ્ત વયના માટે *1 કલાક 44 મિનિટ *12 રીલ
રેટિંગ : 0.5/5

મલ્લિકા શેરાવત 'હિસ્સ' ફિલ્મના પ્રચાર માટે કહી રહી છે કે આ જોનારાની ઉંધ ઉડાવી દેશે, સાચુ કહી રહી હતી. બોર ફિલ્મ જોયા પછી તો ઉંધ આવી જ જાય છે, પરંતુ 'હિસ્સ' જેવી ખરાબ ફિલ્મ જોયા પછી તો ઉંધ આવી જ નથી શકતી.

મલ્લિકાએ આ ફિલ્મ માટે બોલીવુડ ફિલ્મોની ઓફર ઠુકરાવી દીધી. એક લાંબો સમય હોલીવુડમાં પસાર કર્યો. પોસ્ટ પ્રોડક્શન પર મહિનાઓ સુધી કામ ચાલ્યુ, પરંતુ બધુ ટાય ટાય ફિસ્સ થઈ ગયુ.

P.R
એક અંગ્રેજને કેંસર છે. છ મહિના તેની પાસે બચ્યા છે. તે ભારત આવીને નાગમણિ મેળવવા માંગે છે જેથી તે અમર થઈ જાય. એક નાગને તે પકડી લે ક હ્હે, જેથી નાગિન તેની પાસે આવે અને બદલમાં તે તેમાંથી મણિ મેળવી લે.

આ બે લાઈનની વાર્તાને પણ ઠીક રીતે રજૂ નથી કરવામાં આવી. સ્ક્રીનપ્લેમાં ન તો મનોરંજન છે અને લોજિકને પણ બાજુ પર મુકી દીધુ છે. નાગિનના અલાવા ઈરફાન ખાન, તેની પત્ની અને સાસુવાળો ટ્રેક પણ છે, જે ખૂબ જ નબળી અને બોરિંગ છે.

આખી ફિલ્મમાં નાગિન બનેલ મલ્લિકા શેરાવત એક પણ શબ્દ બોલતી નથી. ઠીક છે નાગિન માણસોની ભાષા નથી જાણતી, પરંતુ જ્યારે તે મનુષ્યનુ રૂપ ધારણ કરી શકે છે તો બોલી પણ શકતી હતી. આના કરતા વધુ સારી તો આપણી બોલીવુડની ફિલ્મો છે, જેમા ઈચ્છાધારી નાગિન બોલવા ઉપરાંત ડાંસ પણ કરે છે અને ગીત પણ ગાતી હતી. તેનાથી ઓછામાં ઓછુ બધાનુ મનોરંજન તો થતુ હતુ.

નિર્દેશક જેનિફર લિંચે એક વિદેશી નજરથી ભારતને જોયુ છે. સાંકડી ગલીઓ, જૂના મકાનમ ગંદકી, ગટર, વાહિયાત પ્રકારના લોકોનુ બૈકડ્રોપ તેમને મુક્યુ છે. તેમના પ્રજેટેંશનમાંથી એંટરટેનમેંટ ગાયબ છે. નાટકમાં કોઈ ઉતાર ચઢાવ પણ નથી. ફિલ્મના સ્પેશલ ઈફેક્ટ્સની ખૂબ ચર્ચા હતી, પરંતુ તેમા કોઈ ખાસ વાત જોવા નથી મળતી.

P.R
મલ્લિકાનો અભિનય નિરાશાજનક છે. ફક્ત એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવા સિવાય તેને કોઈ કામ નથી કર્યુ. ઈરફાન ખાન જેવા અભિનેતાને આ પ્રકારની ભૂમિકામાં જોઈને આશ્ચર્ય થાય છે. તેમના દ્વારા અભિનિત નિમ્ન શ્રેણીની ફિલ્મોના લિસ્ટમાં 'હિસ્સ'નુ નામ જરૂર જોડાશે. જૈફ ડૉસિટી અને દિવ્યા દત્તા પણ કોઈ અસર છોડતી નથી

'હિસ્સ'ના બદલે તો ઈચ્છાધારી નાગિન પર આધારિત જૂની ફિલ્મો જોવી સારુ ગણાશે.