હેલો ડાર્લિંગ : ફિલ્મ સમીક્ષા
નિર્માતા ; અશોક ઘઈ નિર્દેશક : મનોજ તિવારી સંગીત : પ્રીતમ કલાકાર : સેલિના જેટલી, ઈશા કોપ્પિકર, ગુલ પનાગ, જાવેદ જાફરી, ચંકી પાંડે,દિવ્યા દત્તા, અસાવરી જોશી, મુકેશ તિવારી, સની દેઓલ (મહેમાન કલાકાર)ફક્ત પુખ્ત વયના લોકો માટે *12 રીલ *એક કલાક 45 મિનિટ. રેટિંગ : 1/5 મોટાભાગના ઓફિસોમાં કેટલાક પુરૂષ બોસ એવા હોય છે જે પોતાના અંડરમાં કામ કરનરી મહિલાઓ/છોકરીઓ પર ખરાબ દ્રષ્ટિ રાખે છે. પ્રમોશન અને અન્ય લાલચ આપીને તેમનુ યૌન શોષણ કરે છે. કેટલીક છોકરીઓની મજબૂરી રહે છે. કેટલીક આને વિકાસની સીડી માને છે અને કેટલીક એવી પણ હોય છે જે લંપટ બોસને મજા ચખાડી દે છે. '
હેલો ડાર્લિંગ'ની વાર્તા પણ કંઈક આ પ્રકારની જ છે. એક સારી હાસ્ય ફિલ્મની રચના એ થીમ પર કરવામાં આવી શકે છે, પરંતુ અફસોસની વાત એ છે કે ન તો આ ફિલ્મનુ નિર્દેશન સારુ છે કે ન તો અ ફિલ્મનો સ્ક્રીનપ્લે. કલાકારો પાસેથી પણ ઓવરએક્ટિંગ કરાવવામાં આવી છે, જેથી 'હેલો ડાર્લિંગ' જોવી મતલબ સમય અને પૈસાની બરબાદી કરવા જેવુ છે. હાર્દિક(જાવેદ જાફરી)પોતાના અંડરમાં કામ કરનારી દરેક છોકરી પર ખરાબ નજર રાખે છે. ભલે તો એ તેની સેક્રેટરી કેડી(સેલિના જેટલી)હોય કે પછી સતવતી(ઈશા કોપ્પિકર)અને માનસી(ગુલ પનાંગ)હોય. ત્રણેય તેને પાઠ ભણાવવા માંગે છે. એક દિવસ માનસી ભૂલથી હાર્દિકની કોફીમાં ઝેર નાખી દે છે. હાર્દિક ખુરશીમાંથી પડીને બેહોશ થઈ જાય છે અને ત્રણેય છોકરીઓને લાગે છે કે તેમને ઝેર આપવાથી તેને આ હાલત થઈ ગઈ છે. તેઓ તેને હોસ્પિટલ લઈ જાય છે. ત્યા ફરી ગેરસમજ થાય છે. તેમને લાગે છે કે હાર્દિક મરી ગયો છે. તેની લાશને ઉઠાવીને તે સમુદ્રમાં ફેંકવા માટે ઉઠાવે છે, પરંતુ આટલી મોટી કંપનીમાં મહત્વપૂર્ણ પદ પર કામ કરનારી આ છોકરીઓ એટલી બેવકૂફ હોય છે કે બીજા માણસની લાશ ઉઠાવી લે છે. બીજી બાજુ હોશમાં આવીને હાર્દિક તેમની આ હરકતને કેમેરામાં કેદ કરી લે છે અને તેમને બ્લેકમેલ કરે છે. છોકરીઓ તેને કેદ કરી લે છે. કેવી રીતે તે તેમના કેદમાંથી છટકી જાય છે એ આ ફિલ્મનો સાર છે. વાસ્તવમાં આ ફિલ્મ સાથે સંકળાયેલા લોકો એ નથી સમજી શક્યા કે તેઓ શુ બનાવી રહ્યા છે. બોસ અને છોકરીઓ દ્વારા શરૂ થયેલ તેમની પ્રેમ વાર્તા થોડીવારમાં જ દિશા ભટકી જાય છે અને કંઈ બીજે જ જઈને પૂરી થાય છે. આ છોકરીઓ બોસને સબક શિખવાડવા માંગે છે, પરંતુ તેને ઘરમાં કેદ કર્યા પછી તે ઓફિસ પર વધુ ધ્યાન આપે છે. માનો તેમનો ઉદ્દેશ્ય ઓફિસને સારી રીતે ચલાવવાનો છે. આ વાત ભૂલી જાય છે કે હાર્દિકને પણ યોગ્ય રસ્તે લાવવાનો છે. ફિલ્મનો ક્લાઈમેક્સ પણ ખૂબ જ નબળો છે અને કોઈ રીતે વાર્તાને ખતમ કરવામાં આવી છે.. નબળો ક્લાઈમેક્સમાં સની દેઓલને લાવવામાં આવ્યા છે જેથી દર્શકોનુ ધ્યાન ભટકી જાય. સ્ક્રીનપ્લે પણ પોતાની સગવડ પ્રમાણે લખવામાં આવ્યુ છે. મિશાલના રૂપમાં છોકરીઓને ઘરે કૈદ હાર્દિકના હાથમાં ફોન આવી જાય છે અને તે પોલીસને ફોન કરવાને બદલે પોતાના ઘરે પોતાની પત્નીને ફોન કરે છે. તેની બેવકૂફ પત્ની કશુ સમજી નથી શકતી. ત્યારબાદ પણ તેની પાસે તક હતી કે તે પોતાના મિત્ર, ઓફિસ અથવા પોલીસને ફોન કરી પોતાની હાલત બતાવે, પરંતુ તે એવુ કશુ જ નથી કરતો. ઘણા દ્રશ્યો એવા છે જેને જોઈને લાગે છે કે હસાવવાની ભરપૂર પરંતુ નિષ્ફળ કોશિશ કરવામાં આવી રહી છે. કેરેક્ટર્સ પણ સારી રીતે વિસ્થાપિત કરવામાં આવ્યા નથી. હાર્દિક પોતાની પત્નીથી કેમ ભાગતો ફરે છે એ પણ બતાવવામાં નથી આવ્યુ. હદ તો એ થઈ ગએ કે હાર્દિકની પત્ની તેને 'હાર્દિક ભાઈ' કહીને બોલાવે છે. બગડેલા પતિઓને સુધારવાનો એક ટ્રેક સારો હતો, પરંતુ તેને સારી રીતે વિક્સાવ્યો નથી. એક નિર્દેશકના રૂપમાં મનોજ તિવારી નિરાશ કરે છે. તેમણે સ્ક્રીનપ્લે કે દ્રશ્યોની નબળાઈ પર ધ્યાન આપ્યુ નથી. સંપૂણ ફિલ્મમાં તેમની પકડ ક્યાય પણ દેખાતી નથી. જાવેદ જાફરીએ અભિનયના નામ પર આડા-તેડા મોઢા વડે ચાડા કર્યા છે. ઈશા કોપ્પિકર અને સેલિના જેટલી વચ્ચે આ વાતની હરીફાઈ હતી કે કોણ સૌથી ખરાબ અભિનય કરી શકે છે. તેમની તુલનામાં ગુલ પનાગનો અભિનય ઠીક છે. ચંકીને અભિનયના નામ પર ફૂહડ હરકતો કરી છે. દિવ્યા દત્તાએ ખબર નહી કેમ આ ફાલતૂ રોલ સ્વીકાર કર્યો. આ ફિલ્મના નિર્માતા છે અશોક ઘઈ, જે સુભાષ ઘઈના ભાઈ છે. સુભાષ ઘઈમં પણ એટલી હિમંત ન થઈ કે આ ફિલ્મ સાથે પોતાની નામ જોડી શકે. લાગે છે કે પ્રીતમે પોતાની રિજેક્ટ થયેલી ધૂનોને ઓછા ભાવમાં પકડાવી દીધી. માત્ર જૂનુ સુપરહિટ ગીત 'આ જાને જા..'(રિમિક્સ)જ સાંભળવા જેવુ છે. ફિલ્મ જોવા કરતા તો સારુ છે કે આ સદાબહાર ગીતને એકવાર ફરી સાંભળી લેવામાં આવે.