1. મનોરંજન
  2. બોલીવુડ
  3. ફિલ્મ સમીક્ષા
Written By
Last Modified: શનિવાર, 9 માર્ચ 2019 (17:48 IST)

ફિલ્મ રિવ્યુ બદલા - અંત સુધી ઉત્સુકતા કાયમ રાખે છે અમિતાભ અને તાપસીની ફિલ્મ બદલા

ફિલ્મનુ નામ - બદલા 
સ્ટાર કાસ્ટ - અમિતાભ, તાપસી પન્નુ, અમૃતા સિંહ, માનવ કૌલ 
ડાયરેક્ટર - સુજૉય ઘોષ 
પ્રોડ્યુસર - રેડ ચિલી ઈંટરટેનમેંટ, એજુરી
મ્યુઝિક ડાયરેક્ટર - અમાલ મલિક, અનુપમ રૉય, ક્લિંટન કૈરેજો 
 
લાબા સમય પછી બોલીવુડમાં કોઈ સસ્પેંસ મૂવી રજુ થઈ છે. જેમા અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ છે. તો બીજી બાજુ તાપસી પન્નુ જેવી કાબેલ અભિનેત્રી. નામ શબાના અને પિંક જેવી ફિલ્મોમાં પોતાની ગંભીર અદાકારીથી લોકોના દિલમાં વસી ગયેલી તાપસીની બદલા ફિલ્મ રજુ થઈ ચુકી છે. જો તમે સસ્પેંસ મૂવીના શોખીન છો અને પ્લાન કરે રહ્યા છે આ ફિલ્મ જોવાનુ તો એકવાર રિવ્યુ જરૂર જાણી લો. પણ રિવ્યુ પહેલા અમે તમને બતાવી રહ્યા છે ફિલ્મની સ્ટોરી.. 
સ્ટોરી - નૈના સેઠી (તાપસી પન્નુ) એક જાણીતી બિઝનેસમેન છે. જેના પર એક મર્ડરનો આરોપ લાગે છે. ત્યારબાદ ફિલ્મમાં એંટ્રી થાય છે પ્રતિષ્ઠિત અને જાણીતા વકીલ બાદલ ગુપતા (અમિતાભ બચ્ચન)ની જેમણે પુરાવોના મામલે પાક્કા વકીલ માનવામાં આવે છે અને જેમને 40 વર્ષમાં એક પણ કેસ હાર્યો નથી.  મામલાની તાપસ દરમિયાન વકીલ બાદલ ગુપ્તાને જાણ થાય છે કે જેનુ મર્ડર થયુ છે તેની સાથે નૈના સેઠીનુ અફેયર ચાલી રહ્યુ હતુ. અને કોઈ બંનેને બ્લેકમેલ કરી રહ્યુ હતુ. તપાસ દરમિયાન કેટલીક એવી વાતો સામે આવે છે જેનાથી ફિલ્મની આખી સ્ટોરી જ બદલાય જાય છ્  હવે છેવટે ફિલ્મમાં શુ થાય છે એ બતાવીને અમે તમારુ સસ્પેંસ ખરાબ નહી કરીએ. તમે સિનેમાઘરમાં જાવ અને પોતે જ સસ્પેંસનો આનંદ ઉઠાવો. 
રિવ્યુ -કહાની અને કહાની 2 જેવી સસ્પેંસ થ્રિલર મૂવી બનાવી ચુકેલ સુજૉય ઘોષનુ નિર્દેશન આ વખતે પણ કામ લાગ્યુ. બદલા હોલેવુડ મૂવી ધ ઈનવિજિબલ ગેસ્ટ નુ રીમેક છે નએ તેને હિન્દુસ્તાની ઓડિયંસના નજરિયાથી મોટા પડદા પર ઉતારવામાં સુજૉય સફળ સાબિત થયા છે.  ફિલ્મની સ્ટોરી આ રીતે બનાવી છે કે દર્શક તેની સાથે બંધાય જાય છે અને અંત સુધી સસ્પેંસ કાયમ રહે છે.  ખાસ વાત એ છે કે ફિલ્મમાં તમને બોરિયત બિલકુલ નહી લાગે. અમિતાભ બચ્ચન હંમેશાથી જ કમાલ કરે છે અને આ વખતે પણ તેમણે કમાલ જ કરી છે. તેઓ વકીલના પાત્રમાં ખૂબ શોભી રહ્યા છે.  બીજી બાજુ અમિતાભ બચ્ચનનું  કદ બધા જાણે છે. તેમ છતા તાપસૂ પન્નૂએ ગભરાયા વગર તેમની સામે ખુદને સાબિત કરવામાં સફળતા મેળવી છે. ફિલ્મ મર્ડર મિસ્ટ્રી છે તેથી મનોરંજન માટે ગીત આ પ્રકારની ફિલ્મોમાં હોતા નથી.  પણ બેકગ્રાઉંડ મ્યુઝિક જે રીતની આશા હ તી એ આશાઓ પર ખરુ ઉતર્યુ છે.