સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. ફિલ્મ સમીક્ષા
Written By
Last Modified: શનિવાર, 20 ફેબ્રુઆરી 2016 (15:10 IST)

ફિલ્મ સમીક્ષા નીરજા - એક સારી ફિલ્મ જોવા માંગો છો તો નીરજા તમારી રાહ જોઈ રહી છે

અભિનયના  હિસાબથી ફિલ્મ નીરજા સોનમની અત્યાર સુધીની બેસ્ટ ફિલ્મ છે. ફિલ્મની સ્ટોરી પણ ખૂબ દમદાર છે. નીરજાનો પાસ્ટ ફિલ્મને મદદ કરે છે. વાર્તામાં પ્લેન હાઈજેકનો પુરો ઘટનાક્રમ સારો બતાવ્યો છે. દિલ્હીથી ફ્રેકફર્ટ જઈ રહેલ ફ્લાઈટને કેવી રીતે કરાંચીમાં હાઈજેક કરી લેવામાં આવે છે. 
 
એક સાચી હાઈજેકની ઘટના પર આધારિત આ ફિલ્મમાં અનેક એવી ઘટનાઓ હોય છે જે તમને ચોંકાવી દેશે. ખાસ કરીને હાઈજેકર્સ દ્વારા પેસેંજર્સ પર કરવામાં આવેલ અત્યાચાર. આ ફિલ્મના નિર્દેશનની ખાસ વાત એ છે કે આને બિલકુલ રિયાલિસ્ટિક અંદાજમાં રજુ કરવામાં આવી છે. 
 
ફિલ્મમાં એક્ટિંગની વાત કરવામાં આવે તો સોનમ ખૂબ પ્રભાવિત કરે છે. સોનમનુ પાત્ર ખૂબ સારુ લખવામાં પણ આવ્યુ છે. સોનમ ઉપરાંત શબાના આઝમીનુ પાત્ર પણ ખૂબ દમદાર છે. 
 
રામ માઘવાનીનું નિર્દેશન પણ કમાલનું છે. જે દર્શકોને બાંધી રાખે છે. આ ફિલ્મની મેકિંગની તુલનામાં કોઈપણ ઈંટરનેશનલ હાઈજેકિંગ ફિલ્મથી કરી શકાય છે. 
 
એયરલિફ્ટ પછી નીરજા તમારી અંદર ઈંસાનિયત અને દેશભક્તિનો જજ્બો જગાવે છે.  આ અહેસાસ ફક્ત ફિલ્મ જોઈને જ અનુભવી કરી શકાય છે. આ ફિલ્મ ફક્ત હાઈજૈકિંગ જ નહી પણ માનવીય પહેલુઓને પણ ખૂબ સારી રીતે દર્શાવે છે. 
 
નીરજાના રોલમાં સોનમ કપૂર 
 
ફોક્સ સ્ટાર સ્ટૂડિયોજ અને બ્લિંગ અનપ્લગ્ડ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં સોનમ કપૂરે નીરજા ભનોટનો રોલ પ્લે કર્યો છે. ફિલ્મમાં શબાના આઝમી નીરજાની માતાની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત મ્યુઝિક ડાયરેક્ટર શેખર રાવિજિયાની આ ફિલ્મ દ્વારા એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી રહ્યા છે. 
 
સત્યવાર્તા પર આધારિત છે ફિલ્મ 
 
રામ માઘવાનીના ડાયરેક્શનમાં બનેલ આ ફિલ્મ એયર હોસ્ટેસ નીરજા ભનોટની લાઈફ પર આધારિત છે. 1986માં કેટલાક આતંકવાદીઓએ પૈન-એમ 73 યાત્રાળુ વિમાનને હાઈજેક કરી લીધુ હતુ. આ દરમિયાન ફ્લાઈટ અટેંડેટ નીરજા ભનોટે પોતાનો જીવ આપીને ફ્લાઈટમાં રહેલા 360 લોકોનો જીવ બચાવ્યો હતો.  નીરજાની વય ત્યારે માત્ર 23 વર્ષની હતી.  તેની આ બહાદુરી માટે તેને અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવી.  તે તેને મેળવનારી પહેલી સૌથી ઓછી વયની મહિલા હતી. 
 
નિર્માતાના રૂપમાં પ્રસિદ્ધ ફેશન ફોટોગ્રાફર અતુલ કસબેકરે પ્રશંસનીય પ્રયાસ અને લાંબા સમયથી જાહેરાત ફિલ્મોના નિર્માણમાં સક્રિય નિર્દેશક રામ માઘવાનીના કુશલ નિર્દેશનને કારણે ફિલ્મના રૂપમાં નીરજા ક્ષણ ક્ષણ ચોંકાવે છે. ઈમોશનલ કરે છે અને અનેક સ્થાનો પર પણ. ફિલ્મમાં નીરજાના પાત્રને સોનમ કપૂરે ભજવ્યુ છે. આ તેમના કેરિયરની સર્વશ્રેષ્ઠ ફિલ્મ છે. 
 
ફિલ્મની સ્ટોરી કંઈક આ રીતની છે. પેન એમ ફ્લાઈટ 73 કરાંચી માટે રવાના થવાની છે. એયરપોર્ટ પર તમામ તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યુ છે. અડધી રાત વીતી ચુકી છે અને નીરજા (સોનમ કપૂર)બસ પોતાના ઘરેથી નીકળવાની જ છે. નીરજા એક એયર હોસ્ટેસ છે અને પાર્ટ ટાઈમ મોડલ પણ. ટીવી પર જ્યારે તેની જાહેરાત આવે છે તો તેના બંને ભાઈ તેની મજાક ઉડાવે છે. નીરજા એક ડાયવોર્સ લીધેલ યુવતી છે અને મનમાં ને મનમાં જ એક યુવક જયદીપ (શેખર રવજિઆની)ને પ્રેમ કરે છે. જયદીપ પણ તેને પસંદ કરે છે.  તે ફ્લાઈટ પર આવે છે. રૂટીન કાર્ય પુરા કરે છે અને થોડીવાર પછી પૈન એમની આ ફ્લાઈટ પર આવે છે. રૂટીન કાર્ય પુરા કરે છે અને થોડીવાર પછી પૈન એમ ની આ ફ્લાઈટ કરાચીમાં ઉતરી જાય છે. 
 
અહી થોડીવાર રોકાઈને વિમાનને આગળ ફ્રૈકફટ્ર માટે જવાનુ છે. વિમાનમાંથી મુસાફરો ઉતરવાની તૈયારી કરી રહ્યા હોય છે કે કેટલાક આતંકવાદીઓ હુમલો બોલાવી દે છે અને વિમાનનુ અપહરણ કરી લે છે. નીરજા પહેલા માળ પર બેસેલા કૉકપિટમાં બેસેલા વિમાન ચાલકને વિમાન અપહરણની સૂચના આપે છે. ચાલક દળ ભાગી જાય છે. જેનાથી આતંકવાદીઓના ઈરાદા પર પાણી ફરી જાય છે.  ચાલક દળને પરત બોલાવવા માટે આતંકી મુસાફરો અને વિમાનના સ્ટાફ સાથે ક્રૂર વ્યવ્હાર કરે છે.  નીરજા તેમને સમજાવવાનો પ્રયાસ કરે છે. તે મુસાફરોની મદદ કરે છે.  કલાકો વીતી જાય છે. આતંકવાદીઓએ એક-બે લોકોને મારી નાખે છે. 
 
પાક સેના વિમાન પર હુમલો બોલે છે અને તક જોઈને નીરજા વિમાનનો ગેટ ખોલીને  મુસાફરોને ત્યાથી બહાર કાઢે છે. નીરજાનુ પાત્ર પ્રેરણાદાયક છે. આવા સમયમાં તેની મા રમા (શબાના આઝમી) તેને વારેઘડીએ કહે છે કે તે આ નોકરી છોડી દે. રમા નીરજાને કહે છે કે સંકટના સમયે પહેલા પોતાનો જીવ બચાવે પણ નીરજા એવુ નથી કરતી. આ વાતોને રામ માઘવાનીએ યથાર્વવાદી રૂપ આપ્યુ છે અને બોલીવુડના રૂટીન ડ્રામાથી દૂર રાખ્યુ છે. તેમણે એ પણ ખ્યાલ રાખ્યો છે કે આ ફિલ્મ ક્યાક ડોક્યૂમેંટ્રી બનીને ન રહી જાય. 
 
તેમણે ફિલ્મમાં સેટ-સજ્જા, વાતાવરણ અને શિલ્પને પણ બગડવા નથી દીધુ. એંસીના મધ્યના દસકમાં જીંદગી કેવી હશે ?  બ્લેક એંડ વ્હાઈટ ટીવી, પહેરવેશ, બોલ-ચાલ વગેરે પર તેમની પકડ છે. આ વાતો નિર્દેશકની ગંભીરતા દર્શાવે છે. નીરજાના પાત્રને ખૂબ સારી રીતે લખવામાં આવ્યુ છે. છુટાછેડા પહેલા લગ્નજીવનનો તણાવ, ઘરે પરત ફરવુ, પિતાની સીખ, હાઈજેક પછી ઘરનું વાતાવરણ અને સૌથી મોટી વાત રમાનો વ્યવ્હાર. 
 
ફિલ્મમાં નીરજા પછી સૌથી મજબૂત પાત્ર રમાનું છે. રમાની પુત્રી સંકટમાં છે. કોઈને ખબર નથી કે કરાચીમાં શુ થઈ રહ્યુ છે. આવા સમયમાં રમાની સામાન્ય રહેવાની કોશિશ વિચલિત કરી દે છે. જો તમે એક સારી ફિલ્મ જોવા માંગો છો તો નીરજા તમારી રાહ જોઈ રહી છે. હા. ફિલ્મમાં એક બે વાતો અટપટી છે પણ હવે અહી તેનો ઉલ્લેખ કરવો  બેઈમાની છે. કારણ કે નીરજા મરતા પહેલા જીવવા માંગતી હતી. 
 
કલાકાર - સોનમ કપૂર, શબાના આઝમી, શેખર રવિજિઆની, યોગેન્દ્ર ટિકુ 
નિર્દેશક - રામ માધવાની 
નિર્માતા - અતુલ કસબેકર, શાંતિ શિવરામ મૈની 
સંગીત - વિશાલ ખુરાના 
ગીત - પ્રસૂન જોશી 
પટકથા - સાઈવેન કાદરસ 
રેટિંગ - 3.5