મંગળવાર, 19 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By સમય તામ્રકર|

ઓછી ઉચાંઈવાળી “દેહલી હાઈટસ”

મુંબઈમાં રહેતા લોકોની જીવનશૈલી અને એમના સુખ દુ:ખ ને આધાર બનાવી સાઈં પરાજપેએ વર્ષો પહેલા ‘કથા’ નામની એક ફિલ્મ બનાવી હતી . તેવી રીતે ‘દેહલી હાઈટસ માં દેહલી હાઈટ્સમાં રહેતાં લોકોની કથાને રજુ કરવામાં આવી છે. “કથા’ જ્યાં મધ્યમ વર્ગીય લોકોની ગાથા હતી ત્યાં “દેહલી હાઈટ્સમ”માં ઉચ્ચવર્ગના લોકોની કથા છે.

મુખ્ય વાર્તા અબી(જિમી શેરગિલ) અને સુહાના (નેહા ધૂપિયા)ની છે. આ બંને પતિ-પત્ની એક બીજાને ખૂબ પ્રેમ કરે છે. તેઓ બંને જે કંપનીમા કામ કરે છે તે એક બીજાની પ્રતિદ્વંદ્વી હોય છે. તે લોકો પોતાના કામ અને કેરિયર પ્રત્યે એટલા વફાદાર રહે છે કે તેમના કંપની વચ્ચેની હરીફાઈની અસર તેમના સંબંધો પર થાય છે. અને તેમના સંબંધો માં તિરાડ પડવા માંડે છે. તેઓ એકબીજા પર શંક કરે છે.

આ મુખ્ય વાર્તાની સાથે કેટલીક નાની-મોટી વાર્તા ગુંથાયેલી છે. જે વચ્ચે વચ્ચે આવતી રહે છે. જેવીકે એક બેવફા પતિ જે પોતાની માસુમ પત્ની સાથે બેવફાઈ કરે છે. એક પ્રોપર્ટી બ્રોકર જેને પોતાની દીકરીના લગ્નની ચિંતા છે. ક્રિકેટ પર સટ્ટો લગાવનારા સાટોડિયા અને ટીનએજર્સ છોકરાઓની ગાથા દ્વારા હાસ્ય ઉત્પન્ન કરવાની કોશિશ કરવામાં આવી છે.

એવુ લાગે છે કે આ વાર્તાઓને અલગ થી શુટિંગ કરીને મુખ્ય વાર્તાની વચ્ચે જોડવામાં આવી છે. કારણ કે આ વાર્તા ઓનો મુખ્ય કથા સાથે કશો તાલમેલ નથી. આ નાની નાની વાર્તાઓ જેમનો અંત બધાને ખબર હોય છે, તે ટીવી સિરીયલમાં સારી લાગે પરંતુ ફિલ્‍મમાં નહીં.

બધી વાર્તાઓ સામાન્‍ય કક્ષાની છે. દર્શકને કોઈ પણ કથા જકડી રાખવા સક્ષમ નથી. શરૂઆતના એક કલાક સુધી કહાની સારી રીતે ચાલે છે. પરંતુ ત્‍યાર બાદ હાંફવા લાગે છે. સામાન્‍ય રીતે ફિલ્મ બે-અઢી કલાકની હોય છે માટે છેલ્‍લી કલાકમાં ફિલ્‍મને ખેંચવામાં આવી છે. ફિલ્મમા કહેવા માટે ઘણું ઓછું હતું માટે બધા દ્રશ્યો દ્વારા તેને આગળ વધાવવામાં આવી છે.

આખી ફિલ્મનુ શૂટિંગ દિલ્લીમાં કરવામાં આવ્યુ છે. તેથી આ મેટ્રો શહેરનું કલ્ચર અને વાતાવરણને ફિલ્મમાં બહુ સરસ રીતે બતાવ્યું છે.

નિર્દેશક આનંદકુમાર પર વાર્તા પસંદ કરવાની બાબત પર જરૂર પ્રશ્ન કરી શકાય, પરંતુ તેનું પ્રેઝન્‍ટેશન દાદ માંગે તેવું છે. અભિનયમાં જીમી શેરગિલ, ઓમપૂરી, રોનિતરોય અને અન્ય કિરદારો એ ન્યાય આપ્યો છે. જ્યાં સુધી નેહા ધૂપિયાનો સવાલ છે, એમણે અભિનય કરવાની સારી કોશિશ કરી છે, જે પડદા પર દેખાય આવે છે. નેહા અને જિમી ની જોડી જામતી નથી.

રબ્બી શેરગિલે ગીત સાથે સંગીત પણ આપ્યું છે જે ઠીકઠાક છે, નિર્માતા એ નિર્દેશકને ઓછું બઝેટ આપ્યુ છે, જેની અસર ફિલ્મ પર દેખાય છે.

ભાવાનુવાદઃ શ્રીમતી કલ્‍યાણી દેશમુખ