મંગળવાર, 19 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By સમય તામ્રકર|

કરમાયેલું 'મેરી ગોલ્ડ'

IFM
નિર્દેશક - વિલોર્ડ કેરો
સંગીત- શંકર મહાદેવન, અહસાન નૂરાની, ગ્રેમી રિવે
કલાકાર - સલમાન ખાન, અલી લોર્ટર, નંદના સેન, ઈયાન બોહેન, ગુલશન ગ્રોવ

લોકો હોલીવુડને હંમેશા બોલીવુડથી શ્રેષ્ઠ જ સમજતાં આવ્યા છે પરંતુ 'મેરીગોલ્ડ' જોયા પછી તો આ ધારણા બદલાઈ જાય છે. કારણકે આજે બોલીવુડમાં આનાથી પણ શ્રેષ્ઠ ફિલ્મો બની રહી છે. આ વાત તો સ્પષ્ટ છે કે હલકી ફિલ્મો માત્ર બોલીવુડમાં જ નહી પણ ક્યારેક હોલીવુડમાં પણ બની જતી હોય છે.

સલમાન ખાને આ ફિલ્મ એટલા માટે સાઈન કરી કે આ ફિલ્મ હોલીવુડ વાળાઓએ બનાવી છે. તે સિવાય બીજુ કોઈ કારણ દેખાતું નથી. આ સલમાન ખાનની ફ્લોપ ફિલ્મોમાંની એક છે.

અમેરિકાની એક અભિનેત્રી લેક્સ્ટન (અલી આર્ટર) ભારતમાં આવે છે. ગોવામાં તેને એક બોલીવુડની ફિલ્મમાં કામ મળી જાય છે. અને ફિલ્મના કોરિયોગ્રાફર પ્રેમ (સલમાન ખાન) જોડે તેને પ્રેમ થઈ જાય છે.

એક બે ગેરસમજો ઉભી થાય છે અને અંતમાં પ્રેમની જીત થાય છે. આટલી અમથી વાર્તાને બે કલાક સુધી ખેંચી છે. એક પણ એવું દ્રશ્ય નથી જે
IFMIFM
દર્શકોને ગમી જાય, આખી ફિલ્મ માથુ દુ:ખાવે છે.

વિલોર્ડ કેરોલ હલકાં લેખક છે કે નિર્દેશક એ નક્કી કરવું મુશ્કેલ છે. ફિલ્મ અભિનેત્રી અલી લોર્ટરનો અભિનય જ શ્રેષ્ઠ છે. સલમાન ખાન પૂરી ફિલ્મમાં ગુસ્સામાં જોવા મળ્યા. એવું લાગતું હતુ જાણે તેમની પાસેથી બળજબરી પૂર્વક અભિનય કરાવવામાં આવ્યો હોય.

ગુલશન ગ્રોવર તો આખી ફિલ્મમાં માત્ર પૂતળું બનીને જ ઉભા રહ્યા. તેઓ એક જ સંવાદ બોલ્યા - 'નહી'. વિજ્યેન્દ્ર ઘાટગે, નંદના સેન,ઈયાન બોહેન અને વિકાસ ભલ્લા વચ્ચે તો જાણે હરીફાઈ થઈ રહી હતી કે કોણ સૌથી ખરાબ અભિનય કરી બતાવે છે. શંકર મહાદેવનના સંગીતે પણ નિરાશ જ કર્યા છે. ટૂંકમાં 'મેરી ગોલ્ડ' ફિલ્મ જોવી એ કોઈ સજાથી ઓછું નથી.