સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

કાર્થિક કોલિંગ કાર્થિક - ફિલ્મ સમીક્ષા

IFM
નિર્માતા : રિતેશ સિંધવાની, ફરહાન અખ્તર
નિર્દેશક : વિવેક લલવાની
સંગીત : શંકર-અહેસાન-લોય
કલાકાર : ફરહાન અખ્તર, દીપિકા પાદુકોણ, રામ કપૂર, વિવાન, વિપિન શર્મા, શેફાલી શાહ.

યૂ/એ 16 રીલ બે કલાક 15 મિનિટ

કલ્પના કરો કે જો તમને તમારો જ ફોન આવે તો ? આઈડિયા સરસ છે. આ આઈડિયાને લઈને વિજય લલવાનીએ 'કાર્તિક કોલિંગ કાર્તિક' બનાવી છે.

કાર્તિક નારાયણ (ફરહાન અખ્તર)એક લૂઝર છે. ઓફિસમાં સૌથી વધુ કામ કરવા છતા તેને બોસની ફટકાર સાંભળવી પડે છે. તેનો કોઈ મિત્ર નથી. સાથે કામ કરનારી સોનાલી મુખર્જી(દીપિકા પાદુકોણ)ને એ પ્રેમ કરે છે. હજારથી પણ વધુ મેલ તેને સોનાલી માટે ટાઈપ કરી મૂક્યા છે, પરંતુ આત્મવિશ્વાસ નથી તેથી માત્ર સેવ કરીને મૂકી રાખ્યા છે. જૂની ક્લાસિકલ હિન્દી ફિલ્મ 'છોટી સી બાત' જો તમને યાદ છે તો તેમા અમોલ પાલેકરે જે પાત્ર ભજવ્યુ હતુ તે પ્રકારનુ પાત્ર કાર્તિકનુ છે.

કાર્તિકની પાસે એક દિવસ ઘરે તેના બોસનો ફોન આવે છે. ખૂબ જ ફટકાર પડવાને કારણે તે ગુસ્સામાં પોતાનો ફોન ફેંકી દે છે. પછી નવો ફોન લાવે છે, ત્યારબાદ રોજ સવારે 5 વાગ્યે કાર્તિકને ફોન આવવાના શરૂ થાય છે. ગભરાઈને કાર્તિક ટેલીફોન એક્સચેંજ દ્વારા જાણવા માંગે છે, પરંતુ ત્યાંથી તેને એવુ બતાવવામાં આવે છે કે તેને તેના દ્વારા બતાવેલ સમય પર કોઈ કોલ્સ નથી આવી રહ્યા.

ફોન કરનાર કાર્તિકને કેટલીક એવી વાતો બતાવે છે જેનાથી કાર્તિકની જીંદગી બદલાય જાય છે. તેની અંદર ગજબનો આત્મવિશ્વાસ આવી જાય છે. જે ઓફિસમાંથી તેને કાઢી મૂકવામાં આવ્યો હતો એ જ ઓફિસમાં તેને ચારગણી સેલેરી પર પરત બોલાવવામાં આવે છે. જે સોનાલી તેની તરફ જોતી પણ નહોતી એ તેની ગર્લફ્રેંડ બની જાય છે.

ફોનવાળો કાર્તિકને ચેતાવણી આપે છે કે આ વાત કોઈને ન જણાવે, છતા તે પોતાની ગર્લફ્રેંડને આ વાત જણાવી દે છે. ગર્લફ્રેંડ તેને ડોક્ટર પાસે લઈ જાય છે. કાર્તિકની આ હરકતથી ફોનવાળો કાર્તિકની જીંદગી બરબાદ કરી નાખે છે. જોબ અને ગર્લફ્રેંડ બંને તેના હાથમાંથી સરકી જાય છે. ફોનવાલો કાર્તિક કોણ છે ? તે આવુ કેમ કરી રહ્યો છે ? આ એક સસ્પેંસ છે.

જ્યારે આ રહસ્ય ખુલે છે તો કેટલાક દર્શકો તેને ડાયજેસ્ટ કરી શકે છે પરંતુ કેટલાકને માટે આ સ્વીકારવુ સહેલુ નહી હોય.

વિજય લાલવાની ફિલ્મના રાઈટર પણ છે અને ડાયરેક્ટર પણ. એક ડાયરેક્ટરના રૂપમા તેમણે વાર્તાને સ્ક્રીન પર સારી રીતે રજૂ કરી છે. ફિલ્મ બાંધી રાખે છે અને દર્શકને ફિલ્મમાં ઈંટ્રેસ્ટ બન્યો રહે છે. ફિલ્મનુ લુક યુથફૂલ છે અને મેટ્રો કલ્ચરને કેરેક્ટર સારી રીતે રજૂ કરે છે.

ફરહાન અને દીપિકાના રોમાંસને ખૂબ જ સરસ રીતે રજૂ કરવામાં આવ્યુ છે. બંનેની કેમેસ્ટ્રી જામે છે. એક હોટ તો બીજો કૂલ. બંનેના કેરેક્ટરને શ્રેષ્ઠ રીતે સ્ટેબલિશ કર્યુ છે. ડાયલોગ્સ સારા છે.

રાઈટરના રૂપમાં વિજયે થોડુ હાર્ડ વર્ક કરવુ જોઈતુ હતુ, ખાસ કરીને સેકંડ હાફમાં લખવામાં આવેલ કેટલાક દ્રશ્યો નબળા પડ્યા છે. આ ભાગમાં ફિલ્મ સિરીયસ થઈ ગઈ છે. બે ગીતો જબરજસ્તી જોડ્યા છે. સસ્પેંસને લઈને તેઓ દર્શકોમાં તેઓ થ્રિલ જગાવી ન શક્યા. કાર્તિકને કોણ ફોન કરી રહ્યુ છે આ પરિણામ પર ફિલ્મ એકદમ પહોંચી જાય છે. ફિલ્મ પૂરી કરવામાં થોડી ઉતાવળ કરી છે.

IFM
ફરહાન અખ્તરે શ્રેષ્ઠ અભિનય કર્યો છે. કાર્તિકના પાત્રને તેમણે ઝીણવટાઈથી ભજવ્યુ છે. તેમનો સાથ દીપિકાએ ખૂબ જ સારી રીતે આપ્યો છે. સેકંડ હાફમાં દીપિકાને ઓછી તક મળી છે અને તેમની ઉણપ વર્તાય છે. રામ કપૂર અને શેફાલીએ પણ પોતાના પાત્ર સાથે ન્યાય કર્યો છે. ફિલ્મનુ સંગીત મધુર છે અને ત્રણ ગીતો સાંભળવા લાયક છે.

કાર્તિક કોલિંગ કાર્તિકના અંત સાથે તમે ભલે સહમત ન થાવ, પરંતુ શ્રેષ્ઠ રજૂઆત અને શ્રેષ્ઠ અભિનયને કારણે આ ફિલ્મ એકવાર જોવા લાયક છે.