આદિત્ય ચોપડા અને કરણ જૌહરની મૈત્રી જગજાણીતી છે. બંને વારંવાર મળતા રહે છે અને શક્ય છે કે કોઈ દિવસ તેમણે એક વાર્તાને લઈને વાતચીત કરી હોય. ત્યારબદ બંને એ વાર્તા પર ફિલ્મ બનાવવા બેસી ગયા. લગભગ એક જ વાર્તામાં થોડો ફેરફાર કરી 'ન્યૂયોર્ક' અને 'કુર્બાન' સામે આવી. કરણે 'કુર્બાન'માં 'ફના'ને પણ છોડી દીધી છે.
9/11ની ઘટના પછી ઘણી ફિલ્મોનુ નિર્માણ કરવામાં આવ્યુ છે અને દરેક ફિલ્મકારે આતંકવાદ વિશે પોતાનો નજરિયો રજૂ કર્યો છે. અમેરિકામાં જે થયુ, તે નીંદનીય છે અને બદલામં અમેરિકાએ જે કાર્યવાહી કરી એ પણ નીંદનીય છે કારણ કે મરનારા મોટાભાગના નિર્દોષ હતા.
'કુર્બાન' દ્વારા પણ આતંકવાદને પોતાની રીતે બતાવવામાં આવ્યો છે. કેટલાક લોકો પોતાના ફાયદા માટે ઈસ્લામની ખોટી વ્યાખ્યા કરી આતંકવાદને પ્રોત્સાહન આપે છે. બીજી બાજુ વધુ આતંકવાદીઓને શોધવાના નામ પર અમેરિકાએ અફગાનિસ્તાન અને ઈરાકમાં નિર્દોષ લોકોને માર્યા છે એ પણ આતંકવાદ જ છે. ફિલ્મનો વિચાર ભલે યોગ્ય હોય, પરંતુ પોતાની વાત કહેવા માટે જે ડ્રામા રચવામાં આવ્યો છે એ ખામીઓની સાથે સાથે બોરિંગ પણ છે.
P.R
એહસાન (સેફ અલી ખાન) અને અવંતિકા(કરીના કપૂર) દિલ્લીની એક જ કોલેજમાં ભણાવવામાં ઓછુ અને રોમાંસમાં વધુ ધ્યાન આપે છે. અવંતિકા અમેરિકાથી કેટલાક દિવસો માટે દિલ્લી આવી છે અને પાછી અમેરિકા જવાની છે. એહસાન પણ પોતાનુ કેરિયર છોડી તેની સાથે અમેરિકા જતો રહે છે અને બંને લગ્ન કરી લે છે.
અવંતિકાના માથે ત્યારે આભ તૂટી પડે છે જ્યારે તેને ખબર પડે છે કે એહસાન એક આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો છે અને તેના ઈરાદા ખતરનાક છે. અવંતિકાને કહેવામાં આવે છે કે એ ચૂપ રહે નહિ તો તેના પિતાને મારી નાખવામાં આવશે.
રિયાજ(વિવેક ઓબેરોય) આધુનિક વિચાર ધરાવતો યુવા મુસલમાન છે જે એક પત્રકાર છે. રિયાજ આ વાત જાણે છે કે અમેરિકીઓએ ઈરાકમાં શુ કર્યુ છે. તેની ગર્લફ્રેંડ (દીયા મિર્જા) એ વિમાન દુર્ઘટનામાં મારી ગઈ, જેનુ ષડયંત્ર એહસાન અને તેના સાથીઓએ રચ્યુ હતુ.
અવંતિકાને આ વાત ખબર પડી ગઈ હતી અને તેને દીયા માટે ટેલીફોન પર સંદેશ પણ છોડ્યો હતો, જે રિયાજે પછી સાંભળ્યો. રિયાજ પોતાની રીતે બદલો લેવા માટે એહસાનની ટોળીમાં જોડાય જાય છે. કેવી રીતે એહસાનને અહેસાસ થાય છે કે તેણે જે રસ્તો અપનાવ્યો છે એ ખોટો છે એ જ આ ફિલ્મનો સાર છે.
નિર્દેશક રેસિલ ડિસિલ્વાએ વાર્તાને વાસ્તવિક્તાની નજીક મૂકવાના પ્રયત્નો કર્યા છે પરંતુ વાર્તામાં કેટલીક એવી ખામીઓ છે જે હજમ નથી થતી. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો વિવેક ઓબેરોય પોલીસને બતાવવાને બદલે પોતાની રીતે કેસને ઉકેલવાની કોશિશ કરે છે, જ્યારે કે બધા અપરાધીઓના ચહેરા તેની સામે ખુલ્લા થઈ ચૂક્યા હતા.
અમેરિકી પોલીસને તો ભારતીય પોલીસથી પણ કમજોર બતાવાયા છે. એક આતંકવાદીના રૂપમાં સેફનો ફોટો પોલીસ પાસે હોય છે, પરંતુ સેફ એયરપોર્ટ, રેલવે સ્ટેશન અને યૂનિવર્સિટીમાં કોઈપણ જાતના ભય વગર ફરતો રહે છે. ઘણા દ્રશ્યોમાં ફિલ્મના નામે વધુ પડતી છૂટ લેવામાં આવી છે.
IFM
સેફનુ પાત્ર ફિલ્મમાં વચ્ચે પોતાની ધાર ગુમાવી દે છે. ન તો એ આતંકવાદી લાગે છે અને ન તો એવો માણસ જેના વિચાર પ્રેમને કારણે બદલાઈ રહ્યા છે. તેમનુ પાત્રને યોગ્ય રીતે રજૂ કરવામાં નથી આવ્યુ.
ફિલ્મના પ્રચારમાં આ એક લવ સ્ટોરી બતાવવામાં આવી છે પરંતુ સેફ અને કરીનાના પ્રેમમાં ક્યાય પણ ગરમી દેખાતી નથી. રોમાંસ અને સેફનો અસલી ચહેરો સામે આવવાની વાત ફિલ્મની શરૂઆતમાં જ બતાવી દીધી છે, પરંતુ ત્યારબાદ વાર્તા ખૂબ જ ધીમી ગતિથી આગળ વધે છે.
ફિલ્મના મુખ્ય કલાકારો સેફ, કરીના અને વિવેકનો અભિનય ઠીક કહી શકાય છે. તેઓ વધુ સારો અભિનય કરી શકતા હતા. તકનીકી રૂપે ફિલ્મ ઘણી સશક્ત છે, પછી ભલે એ એક્શન હોય, ફોટોગ્રાફી હોય, બેકગ્રાઉંડ મ્યુઝિક હોય. એક-બે ગીતો સાંભળવા લાયક છે. સંપાદન કરવામાં થોડી ખામી જોવા મળી.
ટૂંકમા ફિલ્મ 'કુર્બાન' ન તો કોઈ ખાસ સંદેશ આપે છે કે ન તો મનોરંજન કરે છે.