સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

તુમ મિલે : ફિલ્મ સમીક્ષા

IFM
નિર્માતા - મુકેશ ભટ્ટ
નિર્દેશક - કુણાલ દેશમુખ
ગીત - સઈદ કાદરી, કુમાર
સંગીત - પ્રીતમ
કલાકાર - ઈમરાન હાશમી, સોહા અલી ખાન, મંત્ર, રિતુરાજ, સચિન ખેડકર

રેટિન 2/5

'તુમ મિલે' ના પ્રચારમાં ભલે 26 જુલાઈ 2005ના રોજ મુંબઈમાં થયેલ વરસાદની તબાહી ની વાત કરવામાં આવે રહી છે, પરંતુ નિર્દેશક કુણાલ દેશમુખે પોતાનુ બધુ ધ્યાન લવ સ્ટોરી પર કેન્દ્રિત કર્યુ છે અને વરસાદવાળી ઘટનાને ફક્ત પુષ્ઠભૂમિમાં મુકી છે. જો 26 જુલાઈવાળી ઘટનાને જુદી મૂકવામાં આવે તો ફિલ્મની સ્ટોરી એકદમ સામાન્ય છે.

6 વર્ષ પહેલા જુદા પડેલા એક્સ લવર્સ અક્ષય(ઈમરાન હાશમી)અને સંજના(સોહા અલી) એક જ વિમાનથી મુંબઈ જઈ રહ્યા છે. 26 જુલાઈ 2005ના રોજ જ્યારે તેઓ મુંબઈ પહોંચે છે તો મુશળધાર વરસાદ સાથે તેમનો સામનો થાય છે. તેઓ જુદા જુદા સ્થળ માટે રવાના થાય છે, પરંતુ પુરમાં ફસાય જાય છે. અક્ષયને સંજનાની ચિંતા થાય છે અને તે તેને શોધાવા તેની પાસે પહોંચી જાય છે.

ફ્લેશબેક દ્વારા બતાવવામાં આવે છે કે કેપટાઉનમાં તેમની લવ સ્ટોરી શરૂ થાય છે. અને જલ્દી તેઓ એકસાથે રહેવા માંડે છે. અક્ષય એક કલાકાર છે જે પેટિગ્સ બનાવે છે. પેટિંગ્સ બનાવનારા મોટાભાગના લોકોને પૈસાની કમી રહે છે જેમા અક્ષય પણ અપવાદ નથી. વ્યવહારિક સંજનાના પૈસાથી ઘરખર્ચ ચાલે છે. અક્ષય વીજળીનુ બિલ ભરવુ જેવુ સહેલુ કામ પણ સમયસર નથી થતુ અને નિષ્ફળ પરંતુ ખુદ્દાર અક્ષય કુંઠિત થઈ જાય છે.

છેવટે અક્ષયને સિડનીમાં નોકરી મળી જાય છે, પરંતુ સંજના તેના અસ્થિર સ્વભાવને કારણે તેની સાથે જવાની ના પાડી દે છે જેને કારણે બંને છુટા પડે છે. મુંબઈમાં બંને મુસીબતોનો સામનો કરતા અનુભવે છે કે તેઓ એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે. અને નાનકડી વાતને તેમણે વધુ પડતુ મહત્વ આપી દીધુ છે. જીંદગીએ તેમને એકવાર ફરી તક આપી છે અને તેને તેઓ ગુમાવવા નથી માંગતા.

અક્ષય અને સંજનાની લવ સ્ટોરીમાં કોઈ નવી વાત નથી. એકદમ ફિલ્મી સ્ટાઈલથી તેમનો પ્રેમ શરૂ કરવામાં આવ્યો. જે ઝડપથી લિવ ઈન રીલેશનશિપમાં જઈ પહોંચે છે. તેમના પ્રેમ અને તકરાર સાથે દર્શકો જોડાઈ નથી શકતા.

ઈમરાનનુ ચરિત્ર કંફ્યુઝ્ડ છે. તે પોતાની મુશ્કેલીઓને પોતાની ગર્લફ્રેંડ સાથે શેર કેમ નથી કરતો તે નથી સમજાતુ. લેખકે એ બતાવવાની કોશિશ કરી છે કે જુદા રહેવા છતા બંને વચ્ચે પ્રેમ હતો, તો 6 વર્ષ સુધી તેમણે એકબીજા સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કેમ ન કર્યો. મુંબઈમાં એવી કોએ વિશેષ ઘટના નથી ઘટતે, જેનાથી તેઓ એકવાર ફરી સાથે રહેવાનો નિર્ણય લે છે.

સંજના વિમાનમાંથી જ્યારે નીચે ઉતરે છે ત્યારે તેનો એક બોયફ્રેન્ડ બતાવવામાં આવ્યો હતો જેને પાછળથી ગે કહીને ભૂલાવી દેવામાં આવ્યો. મુંબઈમાં આવેલી વિપદાને પણ વાર્તામાં વિશેષ મહત્વ નથી આપવામાં આવ્યુ.

કુણાલ દેશમુખનુ નિર્દેશન સારુ છે ,અને ફ્લેશબેકનો તેમણે સારો પ્રયોગ કર્યો છે. લેખનની કમીઓ તરફ ધ્યાન આપતા તો સારુ થતુ. પ્રીતમનુ સંગીત મધુર છે. તુમ મિલે, તુ હી હકીકત, ઈસ જહા મે ઔર દિલ ઈબાદત સાંભળવા લાયક છે. પરંતુ ગીતોનુ ફિલ્માંકન સારી રીતે નથી કરવામાં આવ્યુ.

IFM
અભિનયમાં જોવા જઈએ તો ઈમરાન ઘણા દ્રશ્યોમાં ભાવવિભોર થઈ જાય છે. સોહા અલી ખાન પાસેથી તેમણે શીખવુ જોઈએ. સોહાએ સર્વશ્રેષ્ઠ અભિનય કર્યો છે. ઈમરાનના મિત્રના રૂપમાં મંત્રએ સૌને પ્રભાવિત કર્યા છે.

ટૂંકમ 'તુમ મિલે' માં મધુર સંગીત અને કેટલાક સારા દ્રશ્યો છે, પરંતુ ફિલ્મ વિશે આવુ નથી કહી શકાતુ.