રવિવાર, 17 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

ધૂમ 3 ફિલ્મ સમીક્ષા - જાણો કેવી છે આમિરની ધૂમ

કલાકાર આમિર ખાન, કેટરીના કેફ, અભિષેક બચ્ચન, અને ઉદય ચોપડા
ડાયરેક્ટર : વિજય કૃષ્ણ, આચાર્ય
બજેટ : લગભગ 100 કરોડ રૂપિયા
રેટિંગ : 3.5
P.R

ધૂમ એ ફિલ્મોમાંથી છે જેણે બોલીવુડમાં સીકવલ ફિલ્મો માટે મજબૂત પાયો તૈયાર કર્યો છે. આ શ્રેણીની દરેક ફિલ્મની સાથે ભવ્યતા અને એક્શનનો જોરદાર અભિનય જોવા મળ્યો. આ વખતે પણ કંઈક આવુ જ છે. આમિર ખાન અને કેટરીના કેફને સરપ્રાઈઝ પેકેજના રૂપમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. કેટરીના કેફ માટે આ ફિલ્મમાં કરવા માટે કંઈ ખાસ નથી. ગ્લેમરના રૂપમાં તેને લેવામાં આવી છે પણ તેને વધુ અભિનય કરવાની તક નથી મળી. ફિલ્મ વિશેષ હિન્દી સિને પ્રેમીઓ માટે કોઈ ઉત્સવથી ઓછી નથી. દરેક વખતની જેમ ટેકનોલોજી, ગેજેટ્સ, બાઈક્સ અને એક્સહન આ વખતે પણ છે. બધુ હાઈ ક્વાલિટી છે, પણ સ્ટોરીમાં દમ નથી.

આગળ વાર્તામાં કેટલો દમ ?

P.R

જેકી શ્રોફ ધ ગ્રેટ ઈંડિયન સર્કસ ચલાવે છે. તે ખૂબ ઉધાર લે છે અને તે તેને ચુકાવી નહી, તે ખૂબ ઉધાર લે છે અને તેઓ ચુકવી શકતાનથી. આત્મહત્યા કરી લે છે. ત્યારબાદ તેમનો પુત્ર સાહિર (આમિર ખાન) પોતાના એ સર્કસને ફરીથી શરૂ કરવાની જવાબદારી લે છે અને ચોરીઓ શરૂ કરી દે ચ હે. તેમા તેનો સાથ આપે છે આલિયા (કેટરીના કેફ). બસ દરેક વખતની જેમ જય (અભિષેક બચ્ચન) અને અલી (ઉદય ચોપડા) ચોરીઓ રોકવા માટે આવી જાય છે. બસ અહીથી શરૂ થાય છે ધૂમ ધડાકા. જો કે વાર્તામા અનેક ગફલા છે. ત્રણ કલાકની ફિલ્મ છે. જે વાત હજમ નથી થતી તે એ કે શિકાગો પોલીસ નિષ્ફળ છે નએ મુંબઈ પોલીસને બોલાવવામાં આવે છે. અને તેના માત્ર બે પોલીસ ઓફિસર પોતાનુ કરતબ વિદેશમાં બતાવે છે. આ પ્રકારની વાતો ગળે ઉતરતી નથી.

આગળ આમિર છાપ ફિલ્મ નથી


P.R

સ્ટાર અપીલ - આમિર ખાનની ફિલ્મ સમજીને બિલકુલ ન જશો. કારણ કે આ આમિર છાપ ફિલ્મોથી એકદમ અલગ છે. તેમા કોઈ સ્ટોરી નથી. થ્રિલ નથી. સ્ટોરીના બાબતે આમિરની સૌથી નબળી ફિલ્મોમાંથી એક કહી શકાય છે. આમિર ખાન નેગેટિવ પાત્રમાં જામતા નથી. સ્ટોરી એકદમ ખામીઓથી ભરેલી છે. આમિર ખાનની સાથે ક્યાક કેટરીનાની જોડી આંખોને એટલી ગમતી નથી. કેટરીનાને જ્યા તક મળી ત્યા તેણે પોતોનો બેસ્ટ અભિનય આપ્યો છે. અભિષેક બચ્ચન જયના પાત્રમાં પહેલા જેવા જ છે. અલીના પાત્રમાં ઉદય જામ્યા છે નએ તેઓ હસાવવાનુ કામ કરે છે.

કમાણીની વાત

ફિલ્મનુ બજેટ 100 કરોડ રૂપિયાથી વધુ છે. ફિલ્મની ટિકિટ 50થી 900 રૂપિયા સુધીની છે. બંપર ઓપનિંગની આશા છે. માર્કેટિંગ ખૂબ જ જોરદાર છે. આવામાં ફિલ્મના 200 કરોડ રૂપિયાના ક્લબમાં જોડાવવાની આશા બતાવાય રહી છે. પણ કમજોર સ્ટોરી અનેક શક ઉભા કરે છે. પણ મોટુ બેનર ફિલ્મને સાચવી શકે છે. આ કહેવુ ખોટુ નથી હોય કે ધૂમ 3 અગાઉની ધૂમ ફિલ્મો કરતા થોડી કમજોર છે.