રવિવાર, 17 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

ફિલ્મ સમીક્ષા - એક થા ટાઈગર

P.R
સ્ટાર કાસ્ટ: સલમાન ખાન, કેટરિના કૈફ, ગિરીશ કર્નાડ, રણવિર શોર
ડાયરેક્શન: કબીર ખાન
પ્રકાર: થ્રિલ
રેટિંગ: 2.5 સ્ટાર્સ

ટાઈગર ભારતના સૌથી કુશળ જાસૂસ એજન્ટમાંનો એક છે. પણ જ્યારે તેનું આ વાઘ પ્રેમમાં પડે છે ત્યારે તેણે નવી જંગ ખેલવી પડે છે.

કબીર ખાનની ફિલ્મો 'કાબૂલ એક્સપ્રેસ', 'ન્યૂ યોર્ક', 'એક થા ટાઈગર' જેવી બધી જ ફિલ્મો સેપિયા-ટોન્ડની સ્કાયલાઈન ધરાવતા લોકેશન્સ જેમ કે અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક જેવા લડાઈ-યુદ્ધ સાથે સંકળાયેલા અત્યંતવાદી દેશો સાથે જ શરૂ થાય છે. 'એક થા ટાઈગર'માં આ મોન્ટેજ દ્રશ્યો વહેલા પૂરા થઈ જાય છે. એક વોઈસ-ઓવરમાં જણાવાય છે કે કેવી રીતે સરકારો જાસૂસી ષડયંત્રોની લડાઈ લડે છે અને ચહેરા વગરના એજન્ટ સામે કાવતરા ઘડે છે.

ભારતીય જાસૂસી સંસ્થા RAW(રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ)નો સૌથી કુશળ એજન્ટ એટલે ટાઈગર-સલમાન ખાન. એક ભીડભાડ વાળી બજારમાં પહેલા નાટ્યાત્મક રીતે તેના બૂટનો પ્રવેશ થાય છે. સાથે જ ગળામાં તેણે વિંટાળેલો હોય છે તેનો ટ્રેડમાર્ક સમાન સ્કાર્ફ. તે એકલા-હાથે અમુક ગુંડાઓને એક ધમાકેદાર એક્શન-સિક્વન્સમાં જેસન બોર્ન (બોર્ન આઈડેન્ટિટી/સુપ્રિમસી સિરીઝ)અને જેમ્સ બોન્ડ(ક્વોન્ટમ ઓફ સોલાસ)ની અદામાં પીટે છે. આ મિશન ખતમ કરીને ટાઈગર પોતાના ઘરે પહોંચે છે- નવી દિલ્હીમાં રહેતો એક મધ્યમવર્ગીય પરિવાર.

P.R
હજી તો ઈરાકના મિશન પરના ઘા રૂઝાયા નહોતા તેટલી વારમાં ટાઈગરના બોસ ગિરીશ કર્નાડ (પ્રભાવશાળી પરફોર્મન્સ) તેને પ્રોફેસર (રોશન શેઠ) પર જાસૂસી કરવા માટે આર્યલેન્ડ મોકલી દે છે. આ પ્રોફેસર કદાચ મિસાઈલ ટેકનોલોજીના રહસ્યોને પાકિસ્તાનને વેચી રહ્યા છે.

ટાઈગર આ નવા મિશન પર જોડાય તે પહેલા જ તેના બોસ તેને સૂચવે છે કે એક જાસૂસ ક્યારેય પોતાના દિલને દિમાગ પર હાવી નથી થવા દેતો. પણ જ્યારે પ્રેમ થાય છે ત્યારે વાઘ પણ બિલાડી બની જતા હોય છે. ટાઈગર એક કોલેજીયન ગર્લ ઝોયા (કેટરિના કૈફ)ના પ્રેમમાં પડે છે. તે ઝોયા સાથે લગભગ ઘર વસાવવા માટે પણ તૈયાર જ હોય છે, ત્યારે છતો થાય છે વાર્તાનો નવો વળાંક. કેટરિના પોતે પણ આઈએસઆઈ (ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સ)ની એજન્ટ છે, જે ભારતના કટ્ટર દુશ્મન પાકિસ્તાન પ્રત્યે નિષ્ઠા ધરાવે છે.

ઈન્ટરવલ પછી, 'એક થા ટાઈગર' ટાઈગર-ઝોયાના રોમાન્સ પર ફોકસ કરે છે. તે બન્નેના મિશન અધૂરા હોવાને કારણે બન્ને ઈસ્તાનબુલમાં પીસ સમિટમાં પણ મળે છે. અહીં તેમની વચ્ચેની લાગણીઓ ફરીથી જાગૃત થાય છે. આ વખતે તેઓ પોતાની લાગણીઓને પ્રાધાન્ય આપીને ભાગી જવાનો નિર્ણય કરે છે. પોતાના દેશ અને દુશ્મન દેશથી બચવા માટે તેઓ ક્યુબા અને અન્ય વિદેશી જગ્યાઓએ જઈને છુપાતા ફરે છે. બેકગ્રાઉન્ડમાં અમુક નિસ્તેજ-નિરસ ગીત વાગે છે અને તેઓ એકબીજાના પ્રેમમાં આગળ વધતા જાય છે. એક વાત તો છે કે 'એક થા ટાઈગર'માં કેટ-સલ્લુનો આ રોમાન્સ જોનારને બનાવટી લાગી આવશે.

P.R
ફિલ્મનો અંત ખુલ્લો રાખવામાં આવ્યો છે જેથી જો કદાચ સલમાન ખાનના ચાહકો 'એક થા ટાઈગર' પાર્ટ 2ની ડિમાન્ડ કરે તો સિક્વલ બનાવી શકાય. અંતમાં ટાઈગરની ફાઈલ ગુમ થઈ ગયેલી દેખાડાય છે, કારણ કે એકવાર ટાઈગર રડાર પરથી ગુમ થવાનો નિર્ણય કરે છે તો દુનિયાની કોઈ પણ ઈન્ટેલિજન્સ એજન્સી તેને પકડી નથી શકતી.

ખાસ નોંધ: 'એક થા ટાઈગર'ને 'દબંગ', 'બોડીગાર્ડ' કે 'રેડી'ની અપેક્ષાએ જોવા ન જશો. આ ફિલ્મ ઘણી વિકસિત (શિષ્ટ) છે અને બહુ ઓછી ચાલુ (મનોરંજક) છે. સલમાનનો જાદુ માપી-તોળીને ઉમેરાયો છે. જો કે, આપણો હિરો ઘણા અવિશ્વસનીય સ્ટંટ કરે છે, જે કદાચ સ્પાઈડરમેન, સુપરમેન અને બેટમેનને બોલિવૂડનો જવાબ છે- સલ'મેન'