ફિલ્મ સમીક્ષા - બોલ બચ્ચન
સ્ટાર : અજય દેવગણ, અભિષેક બચ્ચન, અસિન, પ્રાચી દેસાઈ, કૃષ્ણા અભિષેક, અર્ચના પૂરનસિંહ, અસરાની અને નિરજ વોરા ડાયરેક્શન: રોહિત શેટ્ટીપ્રકાર: કોમેડીરેટિંગ: 3.5 સ્ટાર્સ અબ્બાસને જોઈએ છે એક નોકરી, પૃથ્વીને જોઈએ છે એક પ્રામાણિક વ્યક્તિ. પણ અબ્બાસે જોડીયા ભાઈઓ અને બે માતાઓની વાર્તા ઘડે છે-શું થાય છે જ્યારે પૃથ્વીને ખબર પડે છે આ અલગ અલગ જૂઠ્ઠાણા અને ખોટી વાર્તાઓ? હોસ્પિટલમાં જ્યારે કોઈના હૃદયના ધબકારા મપાય ત્યારે મશીન પર જે પેલી ઉપર-નીચે થતી એક લાઈન દેખાય છે, તેની જેમ જ 'બોલ બચ્ચન' / પણ તેની જેમ જ તમારા ધબકારાને આવી જ રીતે ઉપર-નીચે કરશે. એક સમયે તમે તમારી સીટ પરથી કૂદીને કૂદીને હસશો તો બીજી જ ક્ષણે તમારું મગજ ભૌતિક દુનિયામાં ખોવાઈ જશે. પણ એક વાત નક્કી છે કે રોહિત શેટ્ટીને ફિલ્મોથી પ્રેમ છે 'બોલ બચ્ચન' દ્વારા તેમણે ક્લાસિક કોમેડી 'ગોલમાલ'ને શ્રદ્ધાંજલિ આપી છે. રોહિત શેટ્ટીની રિમેક 'બોલ બચ્ચન'માં અબ્બાસ અલી(અભિષેક) પોતાના માતા-પિતાનું ઘર ખોઈ બેસે છે અને પોતાની બહેન સાનિયા(અસિન)ની માટે થઈને તેણે નોકરી કરવાની જરૂર ઊભી થાય છે. તેમનો એક પારિવારિક મિત્ર શાસ્ત્રી (અસરાની) તેમને દિલ્હી-6માંથી રણકપૂર નામના એક જાગીરદાર ગામમાં લાવે છે જ્યાં પૃથ્વીરાજ રઘુવંશી (અજય દેવગણ)ની પડ્યો બોલ ઝિલાતો હોય છે. પૃથ્વીરાજને બે વાતોનું વળગણ છે એક તો 100 ટકા સાચું બોલવું અને બીજી એ કે જે પણ બોલવું તે સંપૂર્ણ ઈંગ્લિશમાં બોલવું. અમુક કારણોસર અબ્બાસે મંદિરનો દરવાજો તોડવો પડે છે...આ સમયે લોકો તેને અભિષેક બચ્ચન સમજી બેસે છે. અલબત્ત, પૃથ્વીરાજ તેનાથી એટલો પ્રભાવિત થઈ જાય છે કે તેને અભિષેક બચ્ચન તરીકે સ્વીકારી લે છે અને પોતાને ત્યા કામે રાખવાનો આગ્રહ કરે છે. હવે, આ તરફ અબ્બાસ-જે એક કથ્થક ડાન્સર છે તેને પૃથ્વીની બહેન રાધિકા (પ્રાચી) પસંદ પડી જાય છે અને તેને પટાવવા માટે તે રાધિકાને ડાન્સ શીખવાડવાની નોકરી સ્વીકારી લે છે. શાસ્ત્રીના દીકરા રવિ (કૃષ્ણાને)ની સાથે મળીને બે મુસ્લિમ જોડીયા ભાઈઓની વાર્તા ઉપજાવી કાઢે છે. બીજી તરફ અભિષેકની માતાના રોલ માટે તેઓ એક મુઝરા ડાન્સર કરતી ઝોહરાબાઈ (અર્ચના પુરણસિંહ)ને શોધી લાવે છે. આ બે જોડીયા ભાઈઓની ખોટી વાર્તાને કારણે જે 'ગોલમાલ' ઊભી થાય છે તે તમારી બોલતી બંધ કરી દેશે. ફિલ્મમાં અજય દેવગણ અત્યારે પોતાના ટોપ ફોર્મમાં છે, તે વાત સ્પષ્ટ દેખાઈ રહી છે. મૂળ હિન્દી કહેવતોને પોતાના હાઈ-ક્લાસ ઈંગ્લિશના પ્રહાર કરી કરીને અજય સાવ લાગણીશૂન્ય ચહેરા ચળકતી આંખો દ્વારા જ્યારે બોલે છે ત્યારે હસ્યા વગર છૂટકો નથી. 'હાર્ડવર્ક ઈઝ ધ કિહોલ ટુ સેક્સોફોન' અને 'બોય ઈન આર્મપિટ, હાયપર-નોઈસ પોલ્યુશન ઈન સીટી' એટલે કે...મહેનત જ સફળતાની ચાવી છે અને બગલમાં છોરા ઔર ગાવમેં ઢીંઢોરા. આ કહેવતાનું ઈંગ્લિશ ટ્રાન્સલેશન આવું હોય તો કહેવત બનાવનારને પણ હાર્ટએટેક આવી જાત. શરૂઆતમાં અભિષેક બચ્ચન થોડો કંટાળાજનક લાગે છે પણ પાછળથી ઘણો મસ્તીખોર બને છે, એટલે સુધી કે ડોલા રે ગીત પર ડાન્સ પણ કરે છે. તમને થશે કે અભિષેકની આ મસ્તી તમને વધારે સમય જોવા મળે પણ કેમેરા તો અજય દેવગણના બાંવડા અને ભરાવદાર બાંધા પર જ ફરતો રહે છે. ફિલ્મના બાંવડેબાજ હિરોથી એકદમ વિરુદ્ધ ફિલ્મની હિરોઈનનો સુંદર લાગે છે પણ તમારા વોર્ડરોબમાં સુંદર કુર્તીઓ સિવાય કંઈ વધારે યોગદાન નથી આપતી. હિરોઈનો કરતા તો ફિલ્મના સપોર્ટિંગ કલાકારો- અસરાની, કૃષ્ણા, અર્ચના અને અજયના વિશ્વાસુ મખનના રોલમાં નિરજ વોરા- વધુ ઉત્સાહ પેદા કરે છે. અલબત્ત, ફિલ્મ ઘણી લાંબી છે, કંઈ જ ખાસ નહીં એવો અસિનનો ડબલ રોલ અને અમુક ઓવરલોડેડ જોક્સ એક સમયે તમને કંટાળો અપાવી શકે છે. બીજી તરફ, 'બોલ બચ્ચન'ના હાસ્યાસ્પદ ડાયલોગ્સ-ખાસ કરીને અજય દેવગણના મોંએથી જ્યારે સાંભળશો ત્યારે એક હાથ પેટ પર અને એક હાથ મોં પર મૂકીને હસ્યા વગર નહીં રહી શકો. ફિલ્મને 30 મિનીટ જેટલી ટૂંકી કરી દેવાઈ હોત તો દર્શકોને કંટાળો ન આવેત. ટૂંકમાં 'બોલ બચ્ચન' રોહિત શેટ્ટીને પાગલપણના મહારાજા તરીકે, અજય દેવગણને તેના યુવરાજ તરીકે અને અભિષેક બચ્ચનને તેના જુડવા ભાઈ તરીકે સ્થાપિત કરે છે.