ફિલ્મ સમીક્ષા : મિશન ઈમ્પોસિબલ 4: ઘોસ્ટ પ્રોટોકોલ
સ્ટાર: ટોમ ક્રૂઝ, પૌલા પેટોન, જેરેમી રેનર, સિમોન પેગ, માઈકલ નિક્વિસ્ટ અને અનિલ કપૂરડાયરેક્ટર: બ્રાડ બર્ડરેટિંગ: 4 હાઈ પ્રોફાઈલ આઈએમએફને ક્રેમલિનમાં બોમ્બ મૂકવા માટે ખોટો દોષી જાહેર કરવામાં આવે છે અને ઈથાન હન્ટ (ટોમ ક્રૂઝ) અને તેના ટીમના સભ્યો ઠગ એજન્ટ બની જાય છે, અને સરકાર તેમની વિરુદ્ધ ઘોસ્ટ પ્રોટોકોલ (કોઈ રક્ષણ નહીં) જાહેર કરે છે. સમય સાથેની રેસમાં, તેમણે પોતાને નિર્દોષ જાહેર કરવાના છે અને મનોરોગી કોબાલ્ટ (માઈકલ નિક્વિસ્ટ), જે ન્યુક્લિયર યુદ્ધ શરૂ કરવા માંગે છે, તેની સામે દુનિયાને ખત્મ થતા બચાવવાની છે. મિશન ઈમ્પોસિબલની સિરીઝમાં એક્શનને હંમેશા પ્રાધાન્ય અપાય છે, પણ આ એક્શન: WOW! આ ફિલ્મ કઠોર રોલર-કોસ્ટર રાઈડ જેવી છે જે તમને એક પણ ક્ષણ માટે તમારી સિટ પરથી હલવા નહીં દે, જેમાં ટોમ ક્રૂઝ વિશ્વને બચાવવાના પોતાના નિયમિત મિશન પર જાય છે, એકવાર ફરીથી. અને ફરીથી એકવાર, તેની તરફેણમાં કંઈ જ નથી, તેની સરકાર પણ નહીં. તેની સાથે છે તો માત્ર તેની શારીરિક ક્ષમતા, જીવલેણ સ્ટંટ પરફોર્મ કરવાની આવડત અને 'અશ્કય' વસ્તુઓને 'શક્ય' બનાવવા માટે નસીબ તેનો સાથ આપે છે.આ વખતે, જો કે, ટોમ એકલા રક્ષક તરીકે કામ નથી કરી રહ્યો પણ તેની સાથે એજન્ટ કાર્ટર (પૌલા પેટોન), બ્રાન્ડ્ટ (જેરેમી રેનર) અને બેન્જી (સિમોન પેગ)ની એકત્ર થયેલી જોરદાર ટીમ પણ છે. કાર્ટર, ફિમેલ એક્શન હિરો હોવા ઉપરાંત ટીમમાં ગ્લેમર ઉમેરે છે તો બેન્જી પોતાના ફંકી ગેજેટ્સ અને ટેકનીકલ આવડત સાથે રમૂજ તત્વ ઉમેરે છે. વિશ્લેષક બ્રાન્ડ્ટ પોતાના ખતરનાક રહસ્યો સાથે ગૂઢ અને ભેદી રહે છે. વ્યક્તિગત તફાવતો છતાં આ ટીમ વિજેતા છે. દરેકના અલગ મહત્વના રોલ સાથે આ ચારે જણા એક પ્રેમાળ પરિવાર જેવા લાગે છે. અલબત્ત, તેના સુંદર સ્ટંટ્સ અને ઉચ્ચ કક્ષાની એક્શન સિકવન્સ સ્ક્રિન પર જે જાદુ પેદા કરે છે તે મહત્વનો છે. મિશનના મુખ્યત્વે 4 ભાગ છે: ખોવાયેલી ફાઈલ શોધવી, કોલ્ડ વોર ન્યુક્લિયર કોડ્સ મેળવવા, સેટેલાઈટમાં ઘૂસણખોરી કરવી અને આખરે ન્યુક્લિયર બોમ્બ ફાટે અને વિશ્વને ખલાસ કરી નાંખે તે પહેલા તેને ડિફ્યૂઝ કરવો. તમે આ મિશન ટાસ્કને જોશો તે પહેલા તમે જોઈ શકશો રશિયાની જેલ તોડવાની, ક્રેમિલનની ઘુષણખોરી, દુબઈના સૌથી ઊંચા ટાવર પર ટોમનું ચઢાણ, તેના શ્વાસ થંભાવી દેનારા ઊંચા બિલ્ડિંગ પરથી જમ્પ, પેટનની બ્લોન્ડ ખૂની સાથેની કેટ ફાઈટ, બ્રાન્ડ્ટની સેટેલાઈટ એન્ટ્રિ અને મુંબઈના મલ્ટિ-લેવલ કાર પાર્કિંગમાં આખરી જંગ.રસપ્રદ ટ્વિટ્સ અને ટર્ન સાથે ટોમ તમને ફિલ્મની પકડમાં રાખશે. અનિલ કપૂર પ્લે બોય બ્રિજનાથની રમૂજી ભૂમિકામાં છે જેને સુંદર યુવતીઓ અને શંકાશીલ ડિલ કરવામાં રસ છે. તેનો રોલ આંખનો પલકારો મારશો તેના કરતા થોડી વધારે ક્ષણ પૂરતો જ છે. પૌલા તેને પોતાની સુંદરતાથી ઠગી છે. જો તમે લાંબા સમયથી MI4 જોવા માટે રાહ જોઈ રહ્યા હોવ તો હવે વધારે વાર ન લગાડશો. ચૂકશો નહીં.