રવિવાર, 17 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

ફિલ્મ સમીક્ષા : સ્ટુડેંટ ઓફ ધ ઈયર

P.R
બેનર - ધર્મા પ્રોડક્શન,રેડ ચિલી એંટરટેનમેન્ટ
નિર્માતા - હીરૂ જોહર, ગૌરી ખાન
નિર્દેશક : કરણ જોહર
સંગીત : વિશાલ-શેખર
કલાકાર : સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન, આલિયા ભટ્ટ, ઋષિ કપૂર, રોનિત રોય, મહેમાન કલાકાર : બોમન ઈરાની, ફરાહ ખાન, કાજોલ

રેટિંગ 3/5

સેંસર સર્ટિફિકેટ : યૂએ *સેંસર સર્ટિફિકેટ નંબર : સીઆઈએલ 2/137/2012
*લંબાઈ : 3988.40 મીટર્સ *16 રીલ *2 કલાક 25 મિનિટ

વયસ્ક હોવાની દહેલીજ પર ઉભા પાત્રોને લઈને ખૂબ ઓછી ફિલ્મો બને છે. જ્યારે કે ફિલ્મ જોવા જનારા દર્શકોમાં સૌથી વધુ સંખ્યા આ વર્ગની હોય છે. કરણ જોહરે પોતાના કેરિયરમાં પહેલીવાર સાહસ બતાવતા નવા કલાકારોની સથે આ વર્ગને માટે સ્ટુડેંટ ઓફ ધ ઈયર બનાવી છે. આમ તો ફિલ્મ નિર્માતા રૂપમાં તેમણે શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનને પોતાની પાર્ટનર બનાવી છે. કારણ કે તે શાહરૂખ વગર કશુ નથી વિચારી શકતા.

માય નેમ ઈઝ ખાન દ્વારા કરણે પોતાનો ટ્રેક બદલ્યો હતો. અપ્ણ 'સ્ટુડેંટ ઓફ ધ ઈયર' દ્વારા તેમને એકવાર ફરી પોતાના ચિર પરિચિત ડાંસ-સોંગ-રોમાંસ અને સ્ટાઈલિશ સિનેમા તરફ પરત ફર્યા છે. 'સ્ટુડેંટ ઓફ ધ ઈયર' મા એવુ કશુ જ નથી જે હિન્દી સિનેમાના સ્ક્રીન પર અત્યાર સુધી જોવા ન મળ્યુ હોય. ફિલ્મ સંપૂર્ણ રીતે ફોર્મૂલાબદ્ધ છે. પણ જે રીતે એક અનુભવી રસોઈયો પોતાની પસંદગીની ડિશને સારી રીતે મસાલાની સાથે અને સ્વાદિષ્ટ બનાવી દે છે. એ જ કામ કરણ જોહરે કર્યુ છે.

કરણે પોતાની ટારગેટ ઓડિયંસની પસંદને ધ્યાનમાં રાખી છે. તેમના પ્રસ્તુતિકરણમાં તાજગી અને મનોરંજનના તત્વ શામિલ છે. આ કારણે 'સ્ટુડેંટ ઓફ ધ ઈયર' એક મનોરંજક ફિલ્મના રૂપમાં સામે આવી છે.

સેંટ ટેરેસા હાઈ સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ અભિમન્યુ સિંહ(સિદ્ધાર્થ મલ્હોત્રા), રોહન ભટ્ટ (વરુણ ધવન) અને શનાયા સિંઘાનિયા (આલિયા ભટ્ટ)ની આસપાસ સ્ટોરી ફરે છે. અભિમન્યુ અને રોહનની પારિવારિક પૃષ્ઠભૂમિ ખૂબ જ જુદી છે.

P.R
રોહનના પિતાની પાસે અરબો રૂપિયા છે. જ્યારે કે અભિમન્યુના માતા-પિતા આ દુનિયામાં નથી. અને ભાઈ-ભાભીના ભરોસે તે ઉછરે છે. હવે એ ન પૂછો કે ફાઈવ સ્ટાર હોટલમાં જેવી દેખાતી શાળાનો ખર્ચ તેનો ભાઈ કેવી રીતે ઉઠાવે છે. તે ગરીબ એ માટે છે કે તેની પાસે ફરારી કાર નથી. કરણ જોહરના માટે ગરીબીની પરિભાષા થોડી જુદી હોય છે.

અભિ અને રો વચ્ચે બિલકુલ બનતુ નથી. તેઓ દોસ્ત બને છે,પણ એમના સંબંધો ત્યારે વધુ બગડે છે જ્યાએ તેમની વચ્ચે શયાના આવી જાય છે. પછી બંને વચ્ચે સ્ટુડેંટ ઓફ ધ ઈયરની હરીફાઈ શરૂ થાય છે અને પ્રેમ, નફરત અને ઈર્ષા જેવી ભાવનાઓ જોવા મળે છે.

સ્ક્રિપ્ટમાં ઘણી ખામીઓ છે. જેમ કે આ શાળા નહી પણ શાનદાર હોટલ જેવી લાગે છે. બધા વિદ્યાર્થીઓ ઈંટરનેશનલ બ્રાંડના કપડા પહેરેલા અને બ્યુટી પાર્લરમાંથી નીકળ્યા હોય તેવા દેખાય છે. સાથે જ 'સ્ટુડેંટ ઓફ ધ ઈયર' માટે જે રીતે વિદ્યાર્થીઓ વચ્ચે હરીફાઈ કરાવવામાં આવે છે તેમા છોકરા અને છોકરીઓ સાથે સાઈકલિંગ, સ્વીમિંગ અને દોડ કરાવાય છે જે સંપૂર્ણ રીતે ખોટી વાત છે.

જો કે ફિલ્મના અંતમાં એક સ્ટુડેંટ આ વાતને ઉઠાવે છે,પણ આશ્ચર્ય એ વાતને લઈને થાય છે કે શુ પચ્ચીસ વર્ષથી ચાલી આવી રહેલ આ હરીફાઈને લઈને કોઈના પણ મગજમાં આ પ્રશ્ન કેમ ન આવ્યો.

સ્ક્રિપ્ટની આ ઉણપોની અસર કરણ પોતાના શાનદાર નિર્દેશનથી ઓછી કરી દે છે. તેમણે ફિલ્મની ગતિ ખૂબ જ ઝડપી રાખી છે. જેનાથી દર્શકોને વધુ વિચારવાની તક નથી મળતી. સાથે જ પાત્ર એટલા સશક્ત છે કે સ્ટોરી પર તેઓ હાવી થઈ જાય છે. જેનાથી ઘણી ઉણપો છિપાય જાય છે. નાના નાના દ્રશ્યોથી દર્શકોને હસાવવામાં આવ્યા છે અને વાર્તાને આગળ વધારવામાં આવી છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવનાને આલિયાના રૂપમાં ત્રણ નવા કલાકરો બોલીવુડને મળ્યા છે. આલિયા એક્ટિંગના મામલે થોઈ કમજોર છે પણ સમય સાથે શીખી જશે. એ જ આ ફિલ્મનું એકમાત્ર એવુ પાત્ર છે જે પોતાની વય મુજબ જોવા મળે છે. તેમની સુંદરતા અને માસુમિયત આકર્ષિત કરે છે.

P.R
ત્રણેમાં સૌથી વધુ દમ વરુણ ધવનમાં જોવા મળે છે. વરુણ ડાંસ મા મોહિત કરવાની સાથે સાથે તેના ચેહરા પરના હાવભાવ પણ જોવા મળે છે. ઉંચાઈના બાબતે થોડી માર ખાય છે. સિદ્ધાર્થ મલ્હોત્રાનો ચહેરો સખત છે. અને રોમાંસ કરતી વખતે પણ સખત જોવા મળે છે. પણ પોતાના પાત્રને તેઓ સ્ટાઈલ અને એટ્ટીટ્યુડ દેવામાં સફળ રહ્યા છે. ત્રણે મિત્રો બનેલ કલાકારોનું કામ ઉત્તમ છે. ઋષિ કપૂર ડીન બન્યા છે જે જોન અબ્રાહમને જોઈને નિસાસા નાખતા રહે છે.

વિશાલ શેખરનું સંગીત આ ફિલ્મનો પ્લસ પોઈંટ છે. ઘણા ગીતોમાં તેમણે જૂના હિટ ગીતોનો ઉપયોગ કર્યો છે. પ્રોડક્શનના દ્રષ્ટિએ ફિલ્મ રિચ છે. અને કોઈપણ પ્રકારની કંજૂસી જોવા નથી મળતી.

જો તમે હલ્કી ફુલ્કી અને બબલગમ રોમાંસ ટાઈપ ફિલ્મો પસંદ કરો છો તો 'સ્ટુડેંટ ઓફ ધ ઈયર' જોઈ શકાય છે.